Ahmedabadમાં Coldplay concertના 2 દિવસ મેટ્રો રાત્રે 12.30 કલાક સુધી મળશે

અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે જેમાં 2 દિવસ કોન્સર્ટ યોજાશે સાથે સાથે અમદાવાદ મેટ્રોએ સમયમાં રાત્રીના સમય દરમિયાન ટાઈમિંગમાં વધારો કર્યો છે.બે દિવસ માટે દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.અમદાવાદની પોલીસ પણ રહેશે ફરજમાં હાજર આગામી તા.25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસ દરમ્યાન બે લાખથી વધુ પ્રેક્ષકો આવવાના હોવાથી સુરક્ષા અને ટ્રાફિકને લઇને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને તેની ફારતે કુલ 3,825 જેટલા પોલીસ અધિકારીથી લઇને કોન્સ્ટેબલો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકના જેસીપીથી લઇને TRB જવાનો પણ રોડ પર ટ્રાફિક ન થાય અને શાંતિપૂર્ણ રીતે વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે કાર્યરત રહેશે. કામચલાઉ હોસ્પિટલ પણ ઉભી કરાશે બોમ્બ ડિટેક્ટિવ એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, એસડીઆરએફા, ક્યુઆરટીની ટીમે પણ બંદોબસ્તમાં જોડાશે. સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોના ચેકિંગ માટે 150 ડૉર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને 250 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ અલાયદા બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય અને આડેધડ વાહનો લોકો પાર્ક કરે નહીં તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા 16 ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે. જો કોઇ આડેધડ વાહન કરશે તો ટ્રાફિક પોલીસ ટો કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે. કાર્યક્રમ દરમ્યાન કોઇ વ્યકિતની તબિયત લથડે અથવા કંઇપણ આરોગ્ય લગતી તકલીફા ઉભી થાય તો જલ્દીથી સારવાર મળી રહે તે માટે સ્ટેડિયમ ખાતે કામચલાઉ હોસ્પિટલની સુવિધા પણ ઉભી કરાઇ છે.

Ahmedabadમાં Coldplay concertના 2 દિવસ મેટ્રો રાત્રે 12.30 કલાક સુધી મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે જેમાં 2 દિવસ કોન્સર્ટ યોજાશે સાથે સાથે અમદાવાદ મેટ્રોએ સમયમાં રાત્રીના સમય દરમિયાન ટાઈમિંગમાં વધારો કર્યો છે.બે દિવસ માટે દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.

અમદાવાદની પોલીસ પણ રહેશે ફરજમાં હાજર

આગામી તા.25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાની છે. બે દિવસ દરમ્યાન બે લાખથી વધુ પ્રેક્ષકો આવવાના હોવાથી સુરક્ષા અને ટ્રાફિકને લઇને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને તેની ફારતે કુલ 3,825 જેટલા પોલીસ અધિકારીથી લઇને કોન્સ્ટેબલો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકના જેસીપીથી લઇને TRB જવાનો પણ રોડ પર ટ્રાફિક ન થાય અને શાંતિપૂર્ણ રીતે વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે કાર્યરત રહેશે.

કામચલાઉ હોસ્પિટલ પણ ઉભી કરાશે

બોમ્બ ડિટેક્ટિવ એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, એસડીઆરએફા, ક્યુઆરટીની ટીમે પણ બંદોબસ્તમાં જોડાશે. સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોના ચેકિંગ માટે 150 ડૉર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને 250 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ અલાયદા બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય અને આડેધડ વાહનો લોકો પાર્ક કરે નહીં તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા 16 ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે. જો કોઇ આડેધડ વાહન કરશે તો ટ્રાફિક પોલીસ ટો કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે. કાર્યક્રમ દરમ્યાન કોઇ વ્યકિતની તબિયત લથડે અથવા કંઇપણ આરોગ્ય લગતી તકલીફા ઉભી થાય તો જલ્દીથી સારવાર મળી રહે તે માટે સ્ટેડિયમ ખાતે કામચલાઉ હોસ્પિટલની સુવિધા પણ ઉભી કરાઇ છે.