ધો.10-12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર
ગુજરાતમાં આગામી 27 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તનતોડ મહેનતમાં લાગી ગયા છે. આ દરમિયાન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર રાજ્યમાં આગામી ફ્રેબુઆરી અને માર્ચ મહિના દરમિયાન ધો.10-12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે.અમદાવાદમાં રોજ 20થી વધુ ફોન, મેસેજ આવવાના શરૂબોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર બોર્ડ કચેરી ઉપરાંત અમદાવાદ DEO કચેરી દ્વારા પણ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રોજ 20 થી વધુ ફોન અને મેસેજ આવાના શરૂ થઇ ગયું છે. અંગ્રેજી,ગણિત જેવા વિષયને લઈને બાળકો ચિંતા અનુભવી રહ્યા છે, તેવામાં DEO કચેરી દ્વારા સાયકોલોજીના એક્સપર્ટ અને એજ્યુકેશન ઈન્સ્પેક્ટર દ્વારા બાળકોને મોટિવેટ કરવામાં આવે છે. અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન જાહેર અમદાવાદ DEO કચેરી દ્વારા શરૂ કરાઈ હેલ્પલાઇન અમદાવાદમાં રોજ 20થી વધુ ફોન, મેસેજ આવવાના શરૂ અમદાવાદમાં વિદ્યાર્થી માટે હેલ્પલાઇન નં.18002335500 અંગ્રેજી,ગણિત જેવા વિષયને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા DEO કચેરી દ્વારા વિદ્યાર્થીઓને કરાઈ રહ્યા છે મોટિવેટ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે બોર્ડની પરીક્ષા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આગામી 27 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તનતોડ મહેનતમાં લાગી ગયા છે. આ દરમિયાન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્યમાં આગામી ફ્રેબુઆરી અને માર્ચ મહિના દરમિયાન ધો.10-12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે. શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે.
અમદાવાદમાં રોજ 20થી વધુ ફોન, મેસેજ આવવાના શરૂ
બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર બોર્ડ કચેરી ઉપરાંત અમદાવાદ DEO કચેરી દ્વારા પણ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રોજ 20 થી વધુ ફોન અને મેસેજ આવાના શરૂ થઇ ગયું છે. અંગ્રેજી,ગણિત જેવા વિષયને લઈને બાળકો ચિંતા અનુભવી રહ્યા છે, તેવામાં DEO કચેરી દ્વારા સાયકોલોજીના એક્સપર્ટ અને એજ્યુકેશન ઈન્સ્પેક્ટર દ્વારા બાળકોને મોટિવેટ કરવામાં આવે છે.
અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન જાહેર
- અમદાવાદ DEO કચેરી દ્વારા શરૂ કરાઈ હેલ્પલાઇન
- અમદાવાદમાં રોજ 20થી વધુ ફોન, મેસેજ આવવાના શરૂ
- અમદાવાદમાં વિદ્યાર્થી માટે હેલ્પલાઇન નં.18002335500
- અંગ્રેજી,ગણિત જેવા વિષયને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા
- DEO કચેરી દ્વારા વિદ્યાર્થીઓને કરાઈ રહ્યા છે મોટિવેટ
- ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે બોર્ડની પરીક્ષા