Kanderaiના બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા આર્મી, BSF બાદ NDRFએ સંભાળ્યો મોરચો

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં બોરવેલમાં 18 વર્ષની યુવતી ફસાઈ ગઈ છે. ભુજમાં બોરવેલમાં પડેલી યુવતીને બચાવવા તંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય કામગીરી હાથ ધરાઈ છે. બોરવેલમાં ફસાયેલ યુવતીને 24 કલાક કરતાં પણ વધુ સમય થયો છે. છતાં પણ કોઈ નક્કર પરિણામ મળ્યા નથી. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 18 વર્ષીય યુવતીને બચાવવા આર્મી, BSF, અને ફાયર વિભાગ દ્વારા રેસ્કુય ઓપરેશન હાથ ધરાયું હતું. તંત્ર દ્વારા યુવતીને બચાવવા ઉચ્ચસ્તરે પ્રયાસ કરવા છતાં સફળતા ના મળતાં હવે NDRFની ટીમે મોરચો સંભાળ્યો છે. રેસ્કયુ ઓપરેશનને 12 કલાકથી વધુ સમય થયો છતાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલ યુવતીને બહાર કાઢી શકાઈ નથી.ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રેસ્ક્યુ ટિમો સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગ સહિત NDRF, BSF, આર્મી તમામની મદદ લઈ બચાવ કામગીરી હાથ ધરી છે. રેસ્કયુ ઓપરેશન દરમ્યાન મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા પરંતુ રેસ્ક્યુ સાધનોમાં છટકતા ફરી બોરવેલમાં નીચે યુવતી પડી ગઈ. 500 ફુટ ઊંડા બોરવેલમાં હજુ પણ યુવતી ફસાયેલ છે. યુવતીને બચાવવા રેસ્કયુ ઓપરેશન ચાલુ છે છતાં પણ હાલમાં જોવા મળેલ સ્થિતિ મુજબ યુવતીને બહાર કાઢવામાં હજુ પણ વધુ સમય લાગી શકે છે.કંઢેરાઈ ગામની વાડીના બોરવેલમાં પડેલ યુવતીનું નામ ઇન્દ્રાબેન હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું કે બોરવેલમાં ફસાયેલ 18 વર્ષીય યુવતી મૂળ રાજસ્થાનની વતની છે. રાજસ્થાનના પ્રતાપગઢની વતની ઇન્દ્રાબેન નામની યુવતી પોતાના પિતરાઈ ભાઈ સાથે રહે છે. ઇન્દ્રાબેનનો પિતરાઈ કંઢેરાઈ ગામમાં આવેલ એક વાડીમાં વર્ષોથી કામ કરે છે. દરમ્યાન વહેલી સવારે ઇન્દ્રાબેન તેમની બહેન સાથે બાથરૂમ જવા નીકળ્યા હતા. પરંતુ એક બહેન પરત આવી અને બીજી બહેન ઘણા સમય સુધી ના આવી. અને થોડી વારમાં વાડીમાં આવેલ બોરવેલમાંથી બચાવો..બચાવોના અવાજ આવતા આવવા લાગતા સ્થાનિકો ભેગા થયા. લોકોએ વાડીના માલિક અને બચાવ કામગીરી માટે ફાયર વિભાગને પણ જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો બનાવ સ્થળ પર પંહોચી ગયો અને બચાવ કામગીરી હાથ ધરી. જો કે બોરવેલ વધુ ઊંડો હોવાથી યુવતીને બચાવવા હાલાકીનો સામનો કરવો પડ્યો. બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ફાયર વિભાગને મુશ્કેલી લાગતા આર્મી અને BSFની ટીમો પણ બોલાવવામાં આવી. જો કે આર્મી અને BSFને પણ 500 ફૂટ ઊંડા બોરવેલમાંથી યુવતીને બહાર કાઢવા બહુ પ્રયાસ કર્યા છતાં પણ સફળતા ના મળી. જેના બાદ ગાંધીનગરથી NDRFની ટીમ બોલાવવામાં આવી. હાલમાં રેસ્કયુ ઓપરેશન ચાલુ છે અને 18 વર્ષીય યુવતીને શ્વાસ લેવામાં તકલીફ ના પડે માટે ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા યુદ્ધ ધોરણે પ્રયાસ હાથ ધરાયા છે. ફાયર વિભાગ, આર્મી, BSF અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં કામે લાગી છે. તો યુવતી બહાર આવે ત્યારે પ્રાથમિક સારવાર મળી રહે માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ પર રાખવામાં આવી છે.

Kanderaiના બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા આર્મી, BSF બાદ NDRFએ સંભાળ્યો મોરચો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં બોરવેલમાં 18 વર્ષની યુવતી ફસાઈ ગઈ છે. ભુજમાં બોરવેલમાં પડેલી યુવતીને બચાવવા તંત્ર દ્વારા ઉચ્ચસ્તરીય કામગીરી હાથ ધરાઈ છે. બોરવેલમાં ફસાયેલ યુવતીને 24 કલાક કરતાં પણ વધુ સમય થયો છે. છતાં પણ કોઈ નક્કર પરિણામ મળ્યા નથી. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

18 વર્ષીય યુવતીને બચાવવા આર્મી, BSF, અને ફાયર વિભાગ દ્વારા રેસ્કુય ઓપરેશન હાથ ધરાયું હતું. તંત્ર દ્વારા યુવતીને બચાવવા ઉચ્ચસ્તરે પ્રયાસ કરવા છતાં સફળતા ના મળતાં હવે NDRFની ટીમે મોરચો સંભાળ્યો છે. રેસ્કયુ ઓપરેશનને 12 કલાકથી વધુ સમય થયો છતાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલ યુવતીને બહાર કાઢી શકાઈ નથી.

ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રેસ્ક્યુ ટિમો સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગ સહિત NDRF, BSF, આર્મી તમામની મદદ લઈ બચાવ કામગીરી હાથ ધરી છે. રેસ્કયુ ઓપરેશન દરમ્યાન મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા પરંતુ રેસ્ક્યુ સાધનોમાં છટકતા ફરી બોરવેલમાં નીચે યુવતી પડી ગઈ. 500 ફુટ ઊંડા બોરવેલમાં હજુ પણ યુવતી ફસાયેલ છે. યુવતીને બચાવવા રેસ્કયુ ઓપરેશન ચાલુ છે છતાં પણ હાલમાં જોવા મળેલ સ્થિતિ મુજબ યુવતીને બહાર કાઢવામાં હજુ પણ વધુ સમય લાગી શકે છે.

કંઢેરાઈ ગામની વાડીના બોરવેલમાં પડેલ યુવતીનું નામ ઇન્દ્રાબેન હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું કે બોરવેલમાં ફસાયેલ 18 વર્ષીય યુવતી મૂળ રાજસ્થાનની વતની છે. રાજસ્થાનના પ્રતાપગઢની વતની ઇન્દ્રાબેન નામની યુવતી પોતાના પિતરાઈ ભાઈ સાથે રહે છે. ઇન્દ્રાબેનનો પિતરાઈ કંઢેરાઈ ગામમાં આવેલ એક વાડીમાં વર્ષોથી કામ કરે છે. દરમ્યાન વહેલી સવારે ઇન્દ્રાબેન તેમની બહેન સાથે બાથરૂમ જવા નીકળ્યા હતા. પરંતુ એક બહેન પરત આવી અને બીજી બહેન ઘણા સમય સુધી ના આવી. અને થોડી વારમાં વાડીમાં આવેલ બોરવેલમાંથી બચાવો..બચાવોના અવાજ આવતા આવવા લાગતા સ્થાનિકો ભેગા થયા. લોકોએ વાડીના માલિક અને બચાવ કામગીરી માટે ફાયર વિભાગને પણ જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગનો કાફલો બનાવ સ્થળ પર પંહોચી ગયો અને બચાવ કામગીરી હાથ ધરી. જો કે બોરવેલ વધુ ઊંડો હોવાથી યુવતીને બચાવવા હાલાકીનો સામનો કરવો પડ્યો.

બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ફાયર વિભાગને મુશ્કેલી લાગતા આર્મી અને BSFની ટીમો પણ બોલાવવામાં આવી. જો કે આર્મી અને BSFને પણ 500 ફૂટ ઊંડા બોરવેલમાંથી યુવતીને બહાર કાઢવા બહુ પ્રયાસ કર્યા છતાં પણ સફળતા ના મળી. જેના બાદ ગાંધીનગરથી NDRFની ટીમ બોલાવવામાં આવી. હાલમાં રેસ્કયુ ઓપરેશન ચાલુ છે અને 18 વર્ષીય યુવતીને શ્વાસ લેવામાં તકલીફ ના પડે માટે ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો છે. સ્થાનિક તંત્ર દ્વારા બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા યુદ્ધ ધોરણે પ્રયાસ હાથ ધરાયા છે. ફાયર વિભાગ, આર્મી, BSF અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં કામે લાગી છે. તો યુવતી બહાર આવે ત્યારે પ્રાથમિક સારવાર મળી રહે માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ પર રાખવામાં આવી છે.