થાનમાં સરકારી હોસ્પિટલ પાછળથી માનવ કંકાલના અંશો મળતા ચકચાર

થાનની સરકારી હોસ્પિટલના પાછળના ભાગે માનવ કંકાલના અંશો મળી આવ્યા હતા. બનાવની જાણ થતા થાન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને તેનો કબજો લઈ ફોરેન્સીક તપાસ માટે રાજકોટ મોકલી અપાયા છે. હાલ આ બનાવ થાન શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે.થાનની સરકારી હોસ્પિટલ પાછળ પાણીનો વોકળો આવેલો છે. વોકળામાં ચોમાસામાં પાણી વહેતુ હતુ. ત્યારે થોડા છેલ્લા દિવસોથી પાણીનો પ્રવાહ ઘટયો છે. ત્યારે વોકળામાં શનિવારે બપોરના સમયે માનવ કંકાલના અંશો મળી આવ્યા છે. બનાવની જાણ થતા થાન પીઆઈ વી.કે.ખાંટ, વીભાભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા માનવ શરીરનું માથુ અને પગનો ભાગ મળી આવ્યો હતો. પોલીસે માનવ કંકાલના આ અંશો કબજે લઈને રાજકોટ ફોરેન્સીક રીપોર્ટ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ થાનની એક મહિલાએ આ સમયે આવી આ માનવ કંકાલ તેના પતિ કે જે 6 માસ પહેલા ગુમ થયા હતા, તેઓનું હોવાનું જણાવ્યુ હતુ. જોકે, પોલીસે આ બાબતે રીપોર્ટ આવ્યા પછી જ ખ્યાલ આવે તેમ જણાવ્યુ છે. બીજી તરફ આ સ્થળની નજીક કબ્રસ્તાન પણ આવેલુ હોવાથી કોઈ પશુ આ કંકાલના અંશોને અહીં સુધી લાવ્યુ હોવાનું પણ બની શકે તેવુ લોકોનું માનવુ છે.

થાનમાં સરકારી હોસ્પિટલ પાછળથી માનવ કંકાલના અંશો મળતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાનની સરકારી હોસ્પિટલના પાછળના ભાગે માનવ કંકાલના અંશો મળી આવ્યા હતા. બનાવની જાણ થતા થાન પોલીસની ટીમ દોડી ગઈ હતી અને તેનો કબજો લઈ ફોરેન્સીક તપાસ માટે રાજકોટ મોકલી અપાયા છે. હાલ આ બનાવ થાન શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે.

થાનની સરકારી હોસ્પિટલ પાછળ પાણીનો વોકળો આવેલો છે. વોકળામાં ચોમાસામાં પાણી વહેતુ હતુ. ત્યારે થોડા છેલ્લા દિવસોથી પાણીનો પ્રવાહ ઘટયો છે. ત્યારે વોકળામાં શનિવારે બપોરના સમયે માનવ કંકાલના અંશો મળી આવ્યા છે. બનાવની જાણ થતા થાન પીઆઈ વી.કે.ખાંટ, વીભાભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા માનવ શરીરનું માથુ અને પગનો ભાગ મળી આવ્યો હતો. પોલીસે માનવ કંકાલના આ અંશો કબજે લઈને રાજકોટ ફોરેન્સીક રીપોર્ટ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ થાનની એક મહિલાએ આ સમયે આવી આ માનવ કંકાલ તેના પતિ કે જે 6 માસ પહેલા ગુમ થયા હતા, તેઓનું હોવાનું જણાવ્યુ હતુ. જોકે, પોલીસે આ બાબતે રીપોર્ટ આવ્યા પછી જ ખ્યાલ આવે તેમ જણાવ્યુ છે. બીજી તરફ આ સ્થળની નજીક કબ્રસ્તાન પણ આવેલુ હોવાથી કોઈ પશુ આ કંકાલના અંશોને અહીં સુધી લાવ્યુ હોવાનું પણ બની શકે તેવુ લોકોનું માનવુ છે.