Ahmedabad: શહેરમાં ટ્રાફિક ઘટાડવા માલ ભરેલી ટ્રકોને ટ્રેનમાં ભરી જે-તે સ્થળે પહોંચાડાશે

Dec 9, 2024 - 01:00
Ahmedabad: શહેરમાં ટ્રાફિક ઘટાડવા માલ ભરેલી ટ્રકોને ટ્રેનમાં ભરી જે-તે સ્થળે પહોંચાડાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય રેલવેમાં હવે ડીએફસી (ડેડિકેટેડ ફ્રેઇટ કોરીડોર) દ્વારા ટ્રક ઓન ટ્રેનનો પ્રોજેક્ટ સર્વવ્યાપીરૂપે અમલી બનાવવામાં આવનાર છે. તેના પર મોટાપાયે કામ ચાલી રહ્યું છે. રોડ પરથી ટ્રકોનો ટ્રાફિક દુર કરવા, ડિઝલ સહિતના ઇંધણની બચત કરવા અને પરિહનના સમયમાં ઘટાડો કરવા ઉપરાંત પ્રદુષણ ઘટાડવાના હેતુસર આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવી રહ્યો છે.

આ અંગે ડીએેફસીના અધિકારીના જણાવ્યા મુજબ હાલ પાલનપુરથી દિલ્હી વચ્ચે અમૂલની દૂધ ભરેલી ટ્રકોને માલગાડીમાં ભરીને દિલ્હી લાવવા લઇ જવાનું કામ ચાલી રહ્યું છે. રોજની 35 જેટલી ટ્રકોને માલગાડી મારફતે દિલ્હી પહોંચાડાય છે. હવે દેશભરમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવા પર કામ ચાલી રહ્યું છે. માલગાડીની સ્પીડ પ્રતિ કલાકની 60 કિ.મી. છે. 40 ફૂટ લાંબા એવા 180 કન્ટેનર જોડી શકાય છે. ડબલ ડેક્કર માલગાડીઓ દોડાવી શકાય છે. ડીએફસીસીઆઇએલના એમડીએ રવિવારે સુરત અને બરોડા વચ્ચે માલગાડીઓના રૂટની ચકાસણી કરી હતી. વડોદરામાં ન્યુ ભેસ્તાનથી ન્યુ મકરપુરા સુધી આ નિરિક્ષણ કરાયું હતું. માલગાડીઓના સંચાલન અને મરામતના કામના માપદંડો વિશે જાણકારી મેળવી સુચનો કરાયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0