કરુણા અભિયાન માટે સરકારની કરુણા મરીપરવારી ? રાજ્યમાં માત્ર 37 જ એમ્બ્યુલન્સ

રાજ્ય સરકાર દ્વારા પશુઓની તત્કાલિક સારવાર માટે કરુણા હેલ્પ લાઈન શરુ કરી હતી, પરંતુ તે સરકાર માત્ર ચલાવવા ખાતર ચલાવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે નામ તો કરુણા હેલ્પ લાઈન આપ્યું છે, પરંતુ જે રીતે ચલાવવામાં આવે છે, તેને જોઈને લાગે છે સરકારની પશુઓ માટેની કરુણા મરી પરવારી છે અને હેલ્પ લાઈન માત્ર ચલાવવા ખાતર જ ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે.સરકાર માંડ માંડ ચલાવે છે કરુણા હેલ્પ લાઈન ! આ અમે નહીં પરંતુ કરુણા હેલ્પ લાઈનના રાજ્યના ઈન્ચાર્જ કહી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે એમ્બ્યુલન્સ સ્ટાફ અને સમયમાં વધારો કરવામાં આવે તો ચોક્કસ અબોલ પશુની સારવાર થઈ શકે છે. આમ તો વિકાસની વાતો કરવામાં આવે છે જીવ દયાની વાતો કરવામાં આવે છે, પરંતુ સરકારને જાણે કે જીવ દયા માટેની કરુણા મરીપરવારી હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે વર્ષ 2017માં રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરુ કરવામાં આવ્યું ત્યારથી આજ સુધી કુલ 33 જિલ્લા છે અને 8 મહાનગર છે, પરંતુ એમ્બ્યુલન્સ માત્ર 31 જગ્યા પર જ છે એટલે કે 10 જિલ્લા મહાનગર એવા છે, જેમાં એમ્બ્યુલન્સ જ નથી અને ત્યાંના પશુઓની સારવાર જ થઈ રહી નથી. રાજ્યમાં 33 જિલ્લા અને 8 મહાનગર તેની સામે એમ્બ્યુલન્સ માત્ર 37 મહાનગરોમાં સ્થિતિ એવી છે કે જે કોલ મળે છે, તેમાં પણ એમ્બ્યુલન્સ પહોંચી શકે એ સ્થિતિમાં તંત્ર નથી. જિલ્લાની તો વાત દૂર રહી મહાનગરોમાં પણ કરુણ સ્થિતિમાં આ હેલ્પ લાઈન ચાલી રહી છે. અમદાવાદની વાત કરીએ તો ચાલુ વર્ષમાં 23 હજારથી વધારે કોલ મળ્યા તો રાજકોટમાં 11,480 કોલ, સુરતમાં 24,000 કોલ મળ્યા, જ્યારે વડોદરામાં 16,534 જેટલા કોલ મળ્યા છે. આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં કોલ મળ્યા તેના કરતા માત્ર 40 ટકા સ્થળો પર જ એમ્બ્યુલન્સ પહોંચી શકી છે, તેની પાછળ કારણ જવાબદાર છે એમ્બ્યુલન્સ અને સ્ટાફની અછત. અમદાવાદમાં હાલમાં માત્ર 3 એમ્બ્યુલન્સથી કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેટલા કોલ એટેન્ડ થઈ શકે તે સિવાયના કોલ બીજા દિવસે એટેન્ડ કરવામાં આવે છે, એટલે કે જો તમારું પશુ બીમાર છે અને એમ્બ્યુલન્સ હોય તો સારવાર થઈ શકશે બાકી મરી પણ શકે છે. કરુણા અભિયાનના વડા કહી રહ્યા છે કે સરકારને અનેક વખત રજુઆત કરી છે કે એમ્બ્યુલન્સ વધારવામાં આવે સ્ટાફ વધારવામાં આવે શહેરમાં 10 એમ્બ્યુલન્સની જરૂરિયાત છે. હયાત હેલ્પ લાઈનમાં આયોજનનો અભાવ ત્યારે આમ મૃતપાય હાલતમાં કરુણા હેલ્પ લાઈન ચાલી રહી છે, સરકારને રજુઆત તો અનેક વખત કરવામાં આવી છે પરંતુ સરકાર બેધ્યાન બની રહી છે. એક તરફ 112 ટોલ ફ્રી નંબર શરુ કરવાની વાતો તંત્ર કરી રહ્યું છે, પરંતુ જે હયાત હેલ્પ લાઈન છે તેને લઈને જ આયોજનના અભાવના કારણે પશુઓની સારવાર સમયસર થઈ શક્તિ નથી. 

કરુણા અભિયાન માટે સરકારની કરુણા મરીપરવારી ? રાજ્યમાં માત્ર 37 જ એમ્બ્યુલન્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય સરકાર દ્વારા પશુઓની તત્કાલિક સારવાર માટે કરુણા હેલ્પ લાઈન શરુ કરી હતી, પરંતુ તે સરકાર માત્ર ચલાવવા ખાતર ચલાવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે નામ તો કરુણા હેલ્પ લાઈન આપ્યું છે, પરંતુ જે રીતે ચલાવવામાં આવે છે, તેને જોઈને લાગે છે સરકારની પશુઓ માટેની કરુણા મરી પરવારી છે અને હેલ્પ લાઈન માત્ર ચલાવવા ખાતર જ ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

સરકાર માંડ માંડ ચલાવે છે કરુણા હેલ્પ લાઈન !

આ અમે નહીં પરંતુ કરુણા હેલ્પ લાઈનના રાજ્યના ઈન્ચાર્જ કહી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે એમ્બ્યુલન્સ સ્ટાફ અને સમયમાં વધારો કરવામાં આવે તો ચોક્કસ અબોલ પશુની સારવાર થઈ શકે છે. આમ તો વિકાસની વાતો કરવામાં આવે છે જીવ દયાની વાતો કરવામાં આવે છે, પરંતુ સરકારને જાણે કે જીવ દયા માટેની કરુણા મરીપરવારી હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે વર્ષ 2017માં રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરુ કરવામાં આવ્યું ત્યારથી આજ સુધી કુલ 33 જિલ્લા છે અને 8 મહાનગર છે, પરંતુ એમ્બ્યુલન્સ માત્ર 31 જગ્યા પર જ છે એટલે કે 10 જિલ્લા મહાનગર એવા છે, જેમાં એમ્બ્યુલન્સ જ નથી અને ત્યાંના પશુઓની સારવાર જ થઈ રહી નથી.

રાજ્યમાં 33 જિલ્લા અને 8 મહાનગર તેની સામે એમ્બ્યુલન્સ માત્ર 37

મહાનગરોમાં સ્થિતિ એવી છે કે જે કોલ મળે છે, તેમાં પણ એમ્બ્યુલન્સ પહોંચી શકે એ સ્થિતિમાં તંત્ર નથી. જિલ્લાની તો વાત દૂર રહી મહાનગરોમાં પણ કરુણ સ્થિતિમાં આ હેલ્પ લાઈન ચાલી રહી છે. અમદાવાદની વાત કરીએ તો ચાલુ વર્ષમાં 23 હજારથી વધારે કોલ મળ્યા તો રાજકોટમાં 11,480 કોલ, સુરતમાં 24,000 કોલ મળ્યા, જ્યારે વડોદરામાં 16,534 જેટલા કોલ મળ્યા છે. આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં કોલ મળ્યા તેના કરતા માત્ર 40 ટકા સ્થળો પર જ એમ્બ્યુલન્સ પહોંચી શકી છે, તેની પાછળ કારણ જવાબદાર છે એમ્બ્યુલન્સ અને સ્ટાફની અછત.

અમદાવાદમાં હાલમાં માત્ર 3 એમ્બ્યુલન્સથી કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેટલા કોલ એટેન્ડ થઈ શકે તે સિવાયના કોલ બીજા દિવસે એટેન્ડ કરવામાં આવે છે, એટલે કે જો તમારું પશુ બીમાર છે અને એમ્બ્યુલન્સ હોય તો સારવાર થઈ શકશે બાકી મરી પણ શકે છે. કરુણા અભિયાનના વડા કહી રહ્યા છે કે સરકારને અનેક વખત રજુઆત કરી છે કે એમ્બ્યુલન્સ વધારવામાં આવે સ્ટાફ વધારવામાં આવે શહેરમાં 10 એમ્બ્યુલન્સની જરૂરિયાત છે.

હયાત હેલ્પ લાઈનમાં આયોજનનો અભાવ

ત્યારે આમ મૃતપાય હાલતમાં કરુણા હેલ્પ લાઈન ચાલી રહી છે, સરકારને રજુઆત તો અનેક વખત કરવામાં આવી છે પરંતુ સરકાર બેધ્યાન બની રહી છે. એક તરફ 112 ટોલ ફ્રી નંબર શરુ કરવાની વાતો તંત્ર કરી રહ્યું છે, પરંતુ જે હયાત હેલ્પ લાઈન છે તેને લઈને જ આયોજનના અભાવના કારણે પશુઓની સારવાર સમયસર થઈ શક્તિ નથી.