Chhota Udaipur: ભારાજ નદીનો પુલ તુટી જતાં સુખરામ રાઠવાના સરકાર પર પ્રહારો

પુલના ડાયવર્ઝનની ડિઝાઈનમાં ખામી, 2.32 કરોડ પાણીમાં ગયાઃ સુખરામ રાઠવાજિલ્લામાં તૂટેલા પૂલો રિપેર કરવામાં આવે અને જરૂર પડે તો નવા પુલો બનાવવામાં આવે કોંગ્રેસ વખતનો પુલ 70 વર્ષ ચાલ્યો છોટા ઉદેપુરના શિહોદ ખાતેનો ભારાજ નદીનો પુલ તુટી જતાં આજે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પુલની મુલાકાત લીધી હતી અને હાલની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પુલની મુલાકાત લીધી હતી છોટા ઉદેપુર જિલ્લાની ધોળી નસ સમાન નેશનલ હાઈવે 56 ઉપર શિહોદ પાસે ભારાજ નદીનો પુલ બે દિવસ પહેલા 26 ઓગસ્ટે તૂટી જતા આજ રોજ પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પુલની મુલાકાત લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. સુખરામ રાઠવાએ પુલની મુલાકાત દરમિયાન બાજુમાં રૂપિયા 2.32 કરોડના ખર્ચે બનાવાયેલું ડાયવર્ઝન 4 મહિનામાં જ તૂટી જતા તેનું બાળમરણ થયું છે, જ્યારે કોંગ્રેસે બનાવાયેલો પુલ 70 વર્ષ સુધી ચાલ્યો છે અને તેનું જીવન પૂરું કર્યું છે કહીને કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા હતા. સરકાર પાસે આદિવાસી વિસ્તારની પ્રજાની સગવડ માટેના પૈસા નથી સુખરામ રાઠવાએ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે સરકાર પાસે હાલમાં પૈસા નહીં હોય, તેમની પાસે મોટા મોટા ઉદ્દઘાટનો કરવા, મોટા મોટા સાનિયાણા બનાવવા માટે કે અંબાજીમાં રૂપિયા 1750ની ડીશ ખાવા માટે પૈસા હોય છે પણ આદિવાસી વિસ્તારની પ્રજાની સગવડ માટેના પૈસા નથી. અમારી સરકારનો પુલ 70 વર્ષ ચાલ્યો, તમારા ડાયવર્ઝનનું બાળ મરણ થયું: સુખરામ રાઠવા ગઈકાલે ભીખુસિંહ પરમારે પુલ તૂટવાનું કારણ ગણાવતા કહ્યું કે જે તે સમયે પાયો મજબૂત ન હોવાને કારણે પુલ તૂટ્યો, તે મુદ્દે સુખરામ રાઠવાએ જણાવ્યું કે અમારી સરકારનો પુલ 70 વર્ષ ચાલ્યો અને તમારા ડાયવર્ઝનનું બાળ મરણ થયું અને રૂપિયા 2.32 કરોડ પાણીમાં ગયા. તેઓએ વધુમાં જણાવ્યું કે ભિખુસિંહ પરમારે આવું નિવેદન સરકારની આબરૂના જાય, મંત્રી મંડળની આબરૂ ના જાય અને કોંગ્રેસને કેમ લોકો ગાળો દે એ માટે કર્યું છે. લોકોની પરેશાનીઓ વહેલી તકે દૂર થાય તેવી માગ સાથે સાથે સુખરામ રાઠવાએ પબ્લિકની તકલીફ વહેલી દૂર થાય તે માટે તાત્કાલિક બીજું ડાયવર્ઝન સારા એન્જિનિયર મારફતે બનાવવાની પણ માગ કરી છે અને કહ્યું કે કલેકટર પાસે પણ DMF ફંડ હોય છે, તેમાંથી ડાયવર્ઝન બનાવી લોકોની તકલીફ વહેલી તકે દૂર કરવી જોઈએ.

Chhota Udaipur: ભારાજ નદીનો પુલ તુટી જતાં સુખરામ રાઠવાના સરકાર પર પ્રહારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પુલના ડાયવર્ઝનની ડિઝાઈનમાં ખામી, 2.32 કરોડ પાણીમાં ગયાઃ સુખરામ રાઠવા
  • જિલ્લામાં તૂટેલા પૂલો રિપેર કરવામાં આવે અને જરૂર પડે તો નવા પુલો બનાવવામાં આવે
  • કોંગ્રેસ વખતનો પુલ 70 વર્ષ ચાલ્યો

છોટા ઉદેપુરના શિહોદ ખાતેનો ભારાજ નદીનો પુલ તુટી જતાં આજે પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પુલની મુલાકાત લીધી હતી અને હાલની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પુલની મુલાકાત લીધી હતી

છોટા ઉદેપુર જિલ્લાની ધોળી નસ સમાન નેશનલ હાઈવે 56 ઉપર શિહોદ પાસે ભારાજ નદીનો પુલ બે દિવસ પહેલા 26 ઓગસ્ટે તૂટી જતા આજ રોજ પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ પુલની મુલાકાત લીધી હતી અને સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. સુખરામ રાઠવાએ પુલની મુલાકાત દરમિયાન બાજુમાં રૂપિયા 2.32 કરોડના ખર્ચે બનાવાયેલું ડાયવર્ઝન 4 મહિનામાં જ તૂટી જતા તેનું બાળમરણ થયું છે, જ્યારે કોંગ્રેસે બનાવાયેલો પુલ 70 વર્ષ સુધી ચાલ્યો છે અને તેનું જીવન પૂરું કર્યું છે કહીને કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા હતા.

સરકાર પાસે આદિવાસી વિસ્તારની પ્રજાની સગવડ માટેના પૈસા નથી

સુખરામ રાઠવાએ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે સરકાર પાસે હાલમાં પૈસા નહીં હોય, તેમની પાસે મોટા મોટા ઉદ્દઘાટનો કરવા, મોટા મોટા સાનિયાણા બનાવવા માટે કે અંબાજીમાં રૂપિયા 1750ની ડીશ ખાવા માટે પૈસા હોય છે પણ આદિવાસી વિસ્તારની પ્રજાની સગવડ માટેના પૈસા નથી.

અમારી સરકારનો પુલ 70 વર્ષ ચાલ્યો, તમારા ડાયવર્ઝનનું બાળ મરણ થયું: સુખરામ રાઠવા

ગઈકાલે ભીખુસિંહ પરમારે પુલ તૂટવાનું કારણ ગણાવતા કહ્યું કે જે તે સમયે પાયો મજબૂત ન હોવાને કારણે પુલ તૂટ્યો, તે મુદ્દે સુખરામ રાઠવાએ જણાવ્યું કે અમારી સરકારનો પુલ 70 વર્ષ ચાલ્યો અને તમારા ડાયવર્ઝનનું બાળ મરણ થયું અને રૂપિયા 2.32 કરોડ પાણીમાં ગયા. તેઓએ વધુમાં જણાવ્યું કે ભિખુસિંહ પરમારે આવું નિવેદન સરકારની આબરૂના જાય, મંત્રી મંડળની આબરૂ ના જાય અને કોંગ્રેસને કેમ લોકો ગાળો દે એ માટે કર્યું છે.

લોકોની પરેશાનીઓ વહેલી તકે દૂર થાય તેવી માગ

સાથે સાથે સુખરામ રાઠવાએ પબ્લિકની તકલીફ વહેલી દૂર થાય તે માટે તાત્કાલિક બીજું ડાયવર્ઝન સારા એન્જિનિયર મારફતે બનાવવાની પણ માગ કરી છે અને કહ્યું કે કલેકટર પાસે પણ DMF ફંડ હોય છે, તેમાંથી ડાયવર્ઝન બનાવી લોકોની તકલીફ વહેલી તકે દૂર કરવી જોઈએ.