Rajkot: હવે સૌરાષ્ટ્ર યુનિ.ના વી.સી.ને સાયરનવાળી ગાડીનો ચસ્કોઃ આરટીઓ નોટિસ ફટકારશે

Feb 13, 2025 - 01:00
Rajkot: હવે સૌરાષ્ટ્ર યુનિ.ના વી.સી.ને સાયરનવાળી ગાડીનો ચસ્કોઃ આરટીઓ નોટિસ ફટકારશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સાયરનવાળી સરકારી ગાડીમાં મેયરની મહાકુંભની યાત્રાનો વિવાદ શમ્યો નથી ત્યા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ઉત્પલ જોષીએ તેની સત્તાવાર કારમાં હુટર સાયરન ફિટ કરાવતા ભારે આલોચના થઈ રહી છે.

ઈમરજન્સી અને ડેઝિગ્નેટેડ અમલદારો સિવાય આવા સાયરન લગાવી શકાતા નથી એટલે RTOએ વાઈસ ચાન્સેલરને નોટિસ ફટકારવા તજવીજ હાથ ધરી છે. કમનસીબી એ છે કે અધિકૃત ન હોવા છતાં વાઈસ ચાન્સેલરે સ્વૈચ્છાએ સાયરન હટાવી લેવા જેવું ઔચિત્ય દર્શાવ્યુ નથી અને ઉલ્ટાનું એવી દલીલ કરી કે બીજી યુનિવર્સિટીઓમાં પણ વાઈસ ચાન્સેલરો સાયરનવાળી ગાડી વાપરે છે. હશે, કદાચ એ સાચા હોય પરંતુ વાઈસ ચાન્સેલરે અનુકરણ જ કરવું હોય તો અન્ય યુનિવર્સિટીઓના ગ્રેડ બાબતે પણ કરવું જોઈએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં સરકી ગઈ છતાં તેને એ ગ્રેડમાં લાવવા અસરકારક પ્રયત્નો થતા નથી. વી.સી. એમ કહે છે કે નિયમ નહીં હોય તો સાયરન હટાવી લેવાશે પરંતુ એક તરફ વીઆઈપી કલ્ચરનો વિરોધ કરો છો ને બીજી તરફ નિયમને જાણ્યા વગર સાયરન લગાવી દો એ કેટલું વ્યાજબી?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0