તહેવાર ટાણે સીંગતેલ-કપાસિયા તેલના ભાવમાં ભડકો, જાણી લો લેટેસ્ટ ભાવ
Food Oil Price Hike : દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે.કેટલો થયો વધારો?છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.આ પણ વાંચોઃ 765 કેવી લાઈનના વિરોધમાં પાવરગ્રીડ કોર્પોરેશનને NO-Entry, 'ટ્રાન્સમિશન લાઇન હટાવો'ના ગુજરાતમાં બેનરો લાગ્યાતેલના ડબ્બાના લેટેસ્ટ ભાવઆજના બજાર ભાવ પ્રમાણે 70 રૂપિયાના વધારા સાથે સીંગતેલના તેલના ડબ્બાનો ભાવ 2690 રૂપિયા થયો છે. આ સાથે જ 60 રૂપિયાના વધારા સાથે કપાસિયા તેલનો ભાવ 1740 થયો છે. એક તરફ તહેવારોની સિઝન છે. વળી, બીજી બાજુ નાની-મોટી ખાદ્ય સામગ્રી સાથે તેલનાં ભાવમાં આટલાં મોટાં વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. છેલ્લાં છ મહિનામાં તેલના ભાવમાં થયલો વધારો નીચે મુજબ છે.મહિનો ભાવમાં વધારો7 સપ્ટેમ્બર70 રૂપિયાનો વધારો29 જુલાઈ80 રૂપિયાનો વધારો 16 જુલાઈ40 રૂપિયાનો વધારો4 જુલાઈ70 રૂપિયાનો વધારો29 જૂન30 રૂપિયાનો વધારો5 મે10 રૂપિયાનો વધારો આ પણ વાંચોઃ ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરુખેડૂતોને થયું નુકસાનસારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Food Oil Price Hike : દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે.
કેટલો થયો વધારો?
છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
મહિનો | ભાવમાં વધારો |
7 સપ્ટેમ્બર | 70 રૂપિયાનો વધારો |
29 જુલાઈ | 80 રૂપિયાનો વધારો |
16 જુલાઈ | 40 રૂપિયાનો વધારો |
4 જુલાઈ | 70 રૂપિયાનો વધારો |
29 જૂન | 30 રૂપિયાનો વધારો |
5 મે | 10 રૂપિયાનો વધારો |
આ પણ વાંચોઃ ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરુ
ખેડૂતોને થયું નુકસાન
સારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.