Chotila: મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો
ચોટીલામાં મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પાટડિયાએ અરજદાર પાસે 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેને લઈને અરજદારે એસીબીમાં ફરિયાદ કરતાં ACBએ સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. સર્કલ ઓફિસરે જમીન વેચાણ માટે એક વ્યક્તિનું નામ કાઢી અન્ય વ્યક્તિનું ઉમેરવા અંગે ₹1,00,000 ની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી દ્વારા 40 હજારમાં સેટેલમેન્ટ થતાં એસીબીમાં તેને ફરિયાદ કરી હતી. બોટાદ એસીબી દ્વારા સર્કલ ઓફિસર ચોટીલાના જીગ્નેશ પાટડીયાની પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. હાલ જીગ્નેશ પાટડીયાને બોટાદ એસીબી પકડી પુછપરછ માટે બોટાદ લઈ જવામાં આવેલ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોટીલામાં મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પાટડિયાએ અરજદાર પાસે 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી. જેને લઈને અરજદારે એસીબીમાં ફરિયાદ કરતાં ACBએ સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
સર્કલ ઓફિસરે જમીન વેચાણ માટે એક વ્યક્તિનું નામ કાઢી અન્ય વ્યક્તિનું ઉમેરવા અંગે ₹1,00,000 ની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી દ્વારા 40 હજારમાં સેટેલમેન્ટ થતાં એસીબીમાં તેને ફરિયાદ કરી હતી. બોટાદ એસીબી દ્વારા સર્કલ ઓફિસર ચોટીલાના જીગ્નેશ પાટડીયાની પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો. હાલ જીગ્નેશ પાટડીયાને બોટાદ એસીબી પકડી પુછપરછ માટે બોટાદ લઈ જવામાં આવેલ છે.