AMCના એન્જિનિયરો આઈકોનિક રોડના નામે વેડફી રહ્યા છે લોકોના પૈસા: વિપક્ષ નેતા
અમદાવાદ મનપા તંત્ર શહેરીજનોને સારા રોડ નથી આપી શકતું એ હકીકત છે અને જાણે કે લોકોએ પણ સ્વીકારી લીધું હોય તેવી સ્થિતિ છે. હાલમાં શહેરમાં એરપોર્ટથી ઈન્દીરા સર્કલ સુધીનો આઈકોનિક રોડ બનાવ્યો છે તો આ તરફ સાયન્સ સિટી રોડ પણ વિવાદાસ્પદ ડિઝાઈનથી ભરેલો છે.ડિઝાઈનમાં સુધારા કરવાને બદલે શહેરમાં આવા નવા 7 રોડ મંજૂર કરવામાં આવ્યા રોડની સાઈઝ જેટલી જ ખુલ્લી જગ્યા છોડવામાં આવી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે હવે ડિઝાઈનમાં સુધારા કરવાને બદલે શહેરમાં આવા નવા 7 રોડ મંજૂર કરવામાં આવ્યા છે. રૂપિયા 350 કરોડના ખર્ચે બનનારા રોડનું ખાત મુહુર્ત પીએમનાં હસ્તે કરાવી દીધું છે. જેમાં એરપોર્ટથી ડફનાળા ચાર રસ્તા, નરોડા સ્મશાનથી દહેગામ ચાર રસ્તા, કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ અને એસજી હાઈવે, ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા, વિસત સર્કલથી તપોવન સર્કલ, કેશવબાગથી પકવાન ચાર રસ્તા અને આશ્રમ રોડનો સમાવેશ થાય છે. જો કે દરેક રોડની પહોળાઈ અલગ અલગ રાખવામાં આવી છે, જેમાં સૌથી વધારે 108 મીટર છે તો સૌથી ઓછી પહોળાઈ 28 મીટર રાખવામાં આવી છે. કેવી રીતે બનશે આઈકોનિક રોડ? તમને જણાવી દઈએ કે આ જે રોડ બનશે જેમાં 3 લેન રોડ બનાવવામાં આવશે. સેન્ટરમાં 1થી 1.5 મીટર જગ્યા છોડવામાં આવશે અને 2થી 3 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે અને રોડની પહોળાઈ મુજબ પાર્કિંગ પણ હશે. ત્યારે હવે સ્થિતિ એ છે કે ઈસ્કોનથી પકવાન સુધી અથવા કેશવબાગથી પકવાન સુધીના રોડ પર આ મુજબ પહોળાઈ નથી તો તેમાં આ બધી બાબત કેવી રીતે શક્ય બની શકે? વિપક્ષ નેતાએ AMCના પદાધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ નવા બનનારા આઈકોનિક રોડને લઈને વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા આક્રમકતા બતાવી છે અને AMCના પદાધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે 350 કરોડના આઈકોનિક રોડના નામે નવું ડિંડક તંત્ર કરી રહ્યું છે. 300 કરોડના મોડેલ રોડ 250 કરોડના વાઈટ ટોપિંગ રોડ કર્યા તેની દશા શું છે તે શહેર જાણે છે. લોકોને સારા રોડ આપવામાં નિષ્ફળ રહેતું તંત્ર નવા નવા નામો આપી કરોડો રૂપિયાના આંધણ કરે છે, પરંતુ લોકોને સારા રોડ મળતા નથી તો આ તરફ લોકો પણ કહી રહ્યા છે કે યોગ્ય ડિઝાઈન સાથે રોડ બનાવવામાં આવે તો સારી વાત છે, પાર્કિંગ માટે પણ લોકોને જગ્યા મળે અને ચોમાસામાં પાણી પણ ના ભરાય. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સાયન્સ સિટી રોડને મોડેલ રોડ તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં રોડની સાઈઝથી અડધા તો ફૂટપાથ અને ફ્રી લેફ્ટ ટર્ન બનાવવામાં આવ્યા. જેના કારણે લોકોને પાર્કિંગ માટે પણ જગ્યાના વધી અને વાહન પસારના થઈ શકે એ સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હવે નવા રોડમાં યોગ્ય ડિઝાઈન હોય તે જરૂરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મનપા તંત્ર શહેરીજનોને સારા રોડ નથી આપી શકતું એ હકીકત છે અને જાણે કે લોકોએ પણ સ્વીકારી લીધું હોય તેવી સ્થિતિ છે. હાલમાં શહેરમાં એરપોર્ટથી ઈન્દીરા સર્કલ સુધીનો આઈકોનિક રોડ બનાવ્યો છે તો આ તરફ સાયન્સ સિટી રોડ પણ વિવાદાસ્પદ ડિઝાઈનથી ભરેલો છે.
ડિઝાઈનમાં સુધારા કરવાને બદલે શહેરમાં આવા નવા 7 રોડ મંજૂર કરવામાં આવ્યા
રોડની સાઈઝ જેટલી જ ખુલ્લી જગ્યા છોડવામાં આવી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે હવે ડિઝાઈનમાં સુધારા કરવાને બદલે શહેરમાં આવા નવા 7 રોડ મંજૂર કરવામાં આવ્યા છે. રૂપિયા 350 કરોડના ખર્ચે બનનારા રોડનું ખાત મુહુર્ત પીએમનાં હસ્તે કરાવી દીધું છે.
જેમાં એરપોર્ટથી ડફનાળા ચાર રસ્તા, નરોડા સ્મશાનથી દહેગામ ચાર રસ્તા, કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ અને એસજી હાઈવે, ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા, વિસત સર્કલથી તપોવન સર્કલ, કેશવબાગથી પકવાન ચાર રસ્તા અને આશ્રમ રોડનો સમાવેશ થાય છે. જો કે દરેક રોડની પહોળાઈ અલગ અલગ રાખવામાં આવી છે, જેમાં સૌથી વધારે 108 મીટર છે તો સૌથી ઓછી પહોળાઈ 28 મીટર રાખવામાં આવી છે.
કેવી રીતે બનશે આઈકોનિક રોડ?
તમને જણાવી દઈએ કે આ જે રોડ બનશે જેમાં 3 લેન રોડ બનાવવામાં આવશે. સેન્ટરમાં 1થી 1.5 મીટર જગ્યા છોડવામાં આવશે અને 2થી 3 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે અને રોડની પહોળાઈ મુજબ પાર્કિંગ પણ હશે. ત્યારે હવે સ્થિતિ એ છે કે ઈસ્કોનથી પકવાન સુધી અથવા કેશવબાગથી પકવાન સુધીના રોડ પર આ મુજબ પહોળાઈ નથી તો તેમાં આ બધી બાબત કેવી રીતે શક્ય બની શકે?
વિપક્ષ નેતાએ AMCના પદાધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવા બનનારા આઈકોનિક રોડને લઈને વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા આક્રમકતા બતાવી છે અને AMCના પદાધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે 350 કરોડના આઈકોનિક રોડના નામે નવું ડિંડક તંત્ર કરી રહ્યું છે. 300 કરોડના મોડેલ રોડ 250 કરોડના વાઈટ ટોપિંગ રોડ કર્યા તેની દશા શું છે તે શહેર જાણે છે. લોકોને સારા રોડ આપવામાં નિષ્ફળ રહેતું તંત્ર નવા નવા નામો આપી કરોડો રૂપિયાના આંધણ કરે છે, પરંતુ લોકોને સારા રોડ મળતા નથી તો આ તરફ લોકો પણ કહી રહ્યા છે કે યોગ્ય ડિઝાઈન સાથે રોડ બનાવવામાં આવે તો સારી વાત છે, પાર્કિંગ માટે પણ લોકોને જગ્યા મળે અને ચોમાસામાં પાણી પણ ના ભરાય.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સાયન્સ સિટી રોડને મોડેલ રોડ તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં રોડની સાઈઝથી અડધા તો ફૂટપાથ અને ફ્રી લેફ્ટ ટર્ન બનાવવામાં આવ્યા. જેના કારણે લોકોને પાર્કિંગ માટે પણ જગ્યાના વધી અને વાહન પસારના થઈ શકે એ સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે હવે નવા રોડમાં યોગ્ય ડિઝાઈન હોય તે જરૂરી છે.