Surat: સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી, તપાસનો ધમધમાટ શરૂ
સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ ટેકઓફ થયા બાદ સોશિયલ મીડિયા થકી ફ્લાઇટમાં બોમ્બ મૂક્યો હોવાનો મેસેજ મળ્યો હતો. આથી, લેન્ડ થવાની સાથે જ ફ્લાઈટનું ગોવાનાં એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરાયું હતું. રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આ મામલે એરપોર્ટ પોલીસ અને ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે દોડધામ મચી જ્યારે સુરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E419 માં બોમ્બ મૂકાયો હોવાની ધમકી અપાઈ હતી. ફ્લાઇટ ટેકઓફ થયાં 20 મિનિટ બાદ જ ઇન્ડિગોનાં ટ્વીટર એકાઉન્ટ પર આ ફ્લાઇટમાં બોમ્બ મૂકાયો હોવાનાં મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આથી, એરલાઇન અને એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું. એક સાથે 13 જેટલી ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનાં ટ્વીટર પર મેસેજ આવ્યા હોવાની વાત સામે આવી હતી.ગોવાના એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરાયું ફ્લાઇટ ગોવા પહોંચતા જ મુસાફરોને તાત્કાલિક ફ્લાઇટમાંથી ઉતારીને CISF દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે, રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. મા મામલે એરપોર્ટ પોલીસ અને ડુમસ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને મેસેજ કોને અને કેમ કર્યો ? તે અંગેની શોધ આદરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતથી ગોવા જતી ફલાઇટમાં બોમ્બ મૂક્યાની ધમકી મળી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લાઇટ ટેકઓફ થયા બાદ સોશિયલ મીડિયા થકી ફ્લાઇટમાં બોમ્બ મૂક્યો હોવાનો મેસેજ મળ્યો હતો. આથી, લેન્ડ થવાની સાથે જ ફ્લાઈટનું ગોવાનાં એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરાયું હતું. રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આ મામલે એરપોર્ટ પોલીસ અને ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે દોડધામ મચી જ્યારે સુરતથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E419 માં બોમ્બ મૂકાયો હોવાની ધમકી અપાઈ હતી. ફ્લાઇટ ટેકઓફ થયાં 20 મિનિટ બાદ જ ઇન્ડિગોનાં ટ્વીટર એકાઉન્ટ પર આ ફ્લાઇટમાં બોમ્બ મૂકાયો હોવાનાં મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આથી, એરલાઇન અને એરપોર્ટ તંત્ર દોડતું થયું હતું. એક સાથે 13 જેટલી ફ્લાઈટમાં બોમ્બ મૂકવાનાં ટ્વીટર પર મેસેજ આવ્યા હોવાની વાત સામે આવી હતી.
ગોવાના એરપોર્ટ પર CISF દ્વારા ચેકિંગ કરાયું
ફ્લાઇટ ગોવા પહોંચતા જ મુસાફરોને તાત્કાલિક ફ્લાઇટમાંથી ઉતારીને CISF દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે, રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. મા મામલે એરપોર્ટ પોલીસ અને ડુમસ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને મેસેજ કોને અને કેમ કર્યો ? તે અંગેની શોધ આદરી છે.