Patanમાં બોગસ ડોકટર સામે વધુ એક ફરિયાદ, દત્તકના નામે બાળકનો કર્યો સોદો
પાટણમાં બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં દત્તક આપવાના નામે બાળક વેચવાની ફરિયાદ નોંધાઈ છે,10 પાસ બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરનું વધુ એક કૌંભાડ સામે આવ્યું છે.નીરવ મોદી નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ જેમાં નીરવે 1.20 લાખ રૂપિયા આપી બાળકને દત્તક લીધું હતું જેમાં બોગસ ડોક્ટરે બાળક દત્તકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા તો બાળક તંદુરસ્ત ના રહેતા બાળક પરત સોંપવામાં આવ્યું છે.બોગસ ડોક્ટરે રૂપિયા પરત ના આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરેશ ઠાકોર છે બોગસ ડોકટર જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ વાળા ગામમાં 700 ઘરો આવેલા છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે SOGને બાતમી મળતાં ગામમાં દરોડા પાડીને હોસ્પિટલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી. 3 દિવસના રિમાંન્ડ મંજૂર કરાયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાંડની માંગણી કરવામાં આવી છે. જેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. દર્દીઓને આપતો હતો સારવાર સાંતલપુરનાં કોરડા ગામે શાંતિધામ સ્કૂલની બાજુમાં રહેતા માત્ર ધો-10 પાસ યુવક સુરેશ ઠાકોર પોતાના ઘરના પ્રથમ માળે શ્રીપાંચાણીયા ગોગા ક્લિનિક નામની હોસ્પિટલ બનાવી તેની બહાર BHMS ડૉ.ગૌતમ પંચાલ અને એમબીબીએસ (વીઝીટીંગ) ડૉ.કનુભાઈ ચૌધરી બંનેના બોર્ડ મારી કોઈપણ ડીગ્રી કે સર્ટી વગર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને એલોપેથી સહિત ઇન્જેક્શન આપવા અને સારવાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણમાં બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં દત્તક આપવાના નામે બાળક વેચવાની ફરિયાદ નોંધાઈ છે,10 પાસ બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરનું વધુ એક કૌંભાડ સામે આવ્યું છે.નીરવ મોદી નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ જેમાં નીરવે 1.20 લાખ રૂપિયા આપી બાળકને દત્તક લીધું હતું જેમાં બોગસ ડોક્ટરે બાળક દત્તકના કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા તો બાળક તંદુરસ્ત ના રહેતા બાળક પરત સોંપવામાં આવ્યું છે.બોગસ ડોક્ટરે રૂપિયા પરત ના આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સુરેશ ઠાકોર છે બોગસ ડોકટર
જિલ્લાના સરહદી વિસ્તારમાં SOG પોલીસે 10 પાસ નકલી ડોક્ટરની ધરપકડ કરી હતી. એક નાનકડા ગામમાં આઈસીયુવાળી હોસ્પિટલ ખોલી હતી. આ હોસ્પિટલ વાળા ગામમાં 700 ઘરો આવેલા છે. પોલીસને આ કૌભાંડની જાણ ત્યારે થઈ જ્યારે SOGને બાતમી મળતાં ગામમાં દરોડા પાડીને હોસ્પિટલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં સુરેશ ઠાકોર નામના વ્યક્તિએ ઘરની ઉપર આઈસીયુ હોસ્પિટલ બનાવી હતી.
3 દિવસના રિમાંન્ડ મંજૂર કરાયા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી ક્લિનિક ખોલી કોઈપણ જાતની ડીગ્રી વગર બીમાર વ્યક્તિઓની સારવાર કરતો બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો. પાટણ જિલ્લા પોલીસની એસ ઓ જી ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી રૂપિયા 13 લાખ ઉપરાંતની એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો હતો. આજે પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાંડની માંગણી કરવામાં આવી છે. જેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
દર્દીઓને આપતો હતો સારવાર
સાંતલપુરનાં કોરડા ગામે શાંતિધામ સ્કૂલની બાજુમાં રહેતા માત્ર ધો-10 પાસ યુવક સુરેશ ઠાકોર પોતાના ઘરના પ્રથમ માળે શ્રીપાંચાણીયા ગોગા ક્લિનિક નામની હોસ્પિટલ બનાવી તેની બહાર BHMS ડૉ.ગૌતમ પંચાલ અને એમબીબીએસ (વીઝીટીંગ) ડૉ.કનુભાઈ ચૌધરી બંનેના બોર્ડ મારી કોઈપણ ડીગ્રી કે સર્ટી વગર ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને એલોપેથી સહિત ઇન્જેક્શન આપવા અને સારવાર કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.