Dhandhuka: શિક્ષકની હત્યાના ગુનામાં ફરાર ત્રણેયને પોલીસે દબોચ્યા
વિરમગામ શહેરમાં સોમવારે સવારે શહેરની કે.બી.શાહ શાળાના જે. જે. પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતે પરણિત હોવા છતાં વેવાણ હર્ષાબેન સાથે પ્રેમ થતાં વિરમગામમાં મહાલક્ષ્મી પોળમાં ભાડેથી છેલ્લા આઠ મહિનાથી રહેતા નરેશભાઈ જેસંગભાઈ ચાવડા ઉંમર 41 મુળ રહેવાસી સુરેન્દ્રનગર જિલ્લાના વડગામના યુવાન પર શંખેશ્વરથી વાહન લઈને આવેલા ત્રણ વ્યકિતઓએ અદાવતમાં માંડલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર ધોકો, લોખંડની પાઇપ, હથોડા વડે હિચકારો હુમલો કર્યો હતો.ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવારમાં અમદાવાદ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા હત્યાનો બનાવ ઘટયો હતો. જે બનાવની મૃતકના પિતરાઈ ભાઈ નનુભાઈ વસુભાઈ ચાવડા રહે. વડગાસના વ્યક્તિએ હર્ષા બેનના પતિ કલા હીરાભાઈ ગોહિલ, અજીત ખેંગારભાઈ ગોહિલ બને રહે. શંખેશ્વર તેમજ કુવારદનો રહેવાસી જેસંગ ઉર્ફે ગોકો રામાભાઈ કટારીયા નામના ત્રણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય હુમલાખોરની ઓળખ ઈજાગ્રસ્ત નરેશભાઈને સારવાર અર્થે લઈ જનાર રિક્ષા ચાલક અને ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરને આપી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ભૂગર્ભમાં જતા રહેલા ત્રણે હુમલાખોરને ગુરુવારે ભોજવા વિસ્તાર પાસેથી ઝડપી લીધા હતા. ત્યારબાદ ત્રણે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે લાવી પોલીસે રી કંસ્ટ્રક્સન કર્યું હતુ. આરોપીઓ હુમલો કરીને કચ્છમાં કબરાઉ તરફ્ ભાગી ગયા હતા. ત્યાંથી પાછા શંખેશ્વર આવીને ગુરુવારે અમદાવાદ તરફ્ જતા તેમને ઝડપી લેવામાં આવ્યાનું તેમજ શુક્રવારે ત્રણેયને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. દવેએ જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિરમગામ શહેરમાં સોમવારે સવારે શહેરની કે.બી.શાહ શાળાના જે. જે. પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતે પરણિત હોવા છતાં વેવાણ હર્ષાબેન સાથે પ્રેમ થતાં વિરમગામમાં મહાલક્ષ્મી પોળમાં ભાડેથી છેલ્લા આઠ મહિનાથી રહેતા નરેશભાઈ જેસંગભાઈ ચાવડા ઉંમર 41 મુળ રહેવાસી સુરેન્દ્રનગર જિલ્લાના વડગામના યુવાન પર શંખેશ્વરથી વાહન લઈને આવેલા ત્રણ વ્યકિતઓએ અદાવતમાં માંડલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ પર ધોકો, લોખંડની પાઇપ, હથોડા વડે હિચકારો હુમલો કર્યો હતો.
ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકનું સારવારમાં અમદાવાદ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા હત્યાનો બનાવ ઘટયો હતો. જે બનાવની મૃતકના પિતરાઈ ભાઈ નનુભાઈ વસુભાઈ ચાવડા રહે. વડગાસના વ્યક્તિએ હર્ષા બેનના પતિ કલા હીરાભાઈ ગોહિલ, અજીત ખેંગારભાઈ ગોહિલ બને રહે. શંખેશ્વર તેમજ કુવારદનો રહેવાસી જેસંગ ઉર્ફે ગોકો રામાભાઈ કટારીયા નામના ત્રણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય હુમલાખોરની ઓળખ ઈજાગ્રસ્ત નરેશભાઈને સારવાર અર્થે લઈ જનાર રિક્ષા ચાલક અને ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરને આપી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ભૂગર્ભમાં જતા રહેલા ત્રણે હુમલાખોરને ગુરુવારે ભોજવા વિસ્તાર પાસેથી ઝડપી લીધા હતા. ત્યારબાદ ત્રણે આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે લાવી પોલીસે રી કંસ્ટ્રક્સન કર્યું હતુ. આરોપીઓ હુમલો કરીને કચ્છમાં કબરાઉ તરફ્ ભાગી ગયા હતા. ત્યાંથી પાછા શંખેશ્વર આવીને ગુરુવારે અમદાવાદ તરફ્ જતા તેમને ઝડપી લેવામાં આવ્યાનું તેમજ શુક્રવારે ત્રણેયને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. દવેએ જણાવ્યું હતું.