Ahmedabad: સાબરમતીમાંથી 1368 વિદેશી દારૂની બોટલો જપ્ત

1368 બોટલની અંદાજિત કિંમત 1,79,820 જેટલી થાય છે LCB ઝોન-2એ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી મહિંદ્રા કંપનીની કેયુવી100 ફોર વ્હીલર ગાડી જપ્ત કરાઈ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ-1368 જેની અંદાજિત કિંમત ૧,૭૯,૮૨૦/- જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ની સુચના અને માર્ગદર્શનથી અમદાવાદને નશામુક્ત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃતી શોધવા તેમજ અટકાવવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન- ૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન અ.હે.કો નરેંદ્રસિંહ કચરાજી તથા પો.કો રાજેંદ્રકુમાર કાંતીલાલને મળેલ બાતમી આધારે સમગ્ર કામગીરીને અંજામ આપવામાં આવ્યો હતો. સાબરમતી હદ વિસ્તારમાંથી સાબરમતી અચેર સ્મશાન પાસેના રસ્તે જાહેરમાંથી આરોપી નિતેષ ઉર્ફે રોહિત લક્ષ્મણભાઇ જાડેજા(છારા) રહે. છારાનગર અચેર ગામ સાબરમતી અમદાવાદ શહેર વાળો મહિંદ્રા કંપનીની કેયુવી૧૦૦ ફોર વ્હિલર ગાડી મુકીને ભાગી ગયો હતો. જેમાં વિદેશી બનાવટ દારુ હોવાનુ માલુમ થતાં એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતો.આરોપીની સામે આ કલમો હેઠળ ગુનો દાખલ સાબરમતી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૫૧૧/૨૦૨૪ ધી. બી.એન.એસ. એકટ ની કલમ ૩૩૬ (૨), ૩૩૬ (૩),૩૪૦ (૨) તથા ધી પ્રોહી એક્ટ કલમ-૬૬ (૧) (બી),૬૫ (એ) (ઇ),૧૧૬ (બી), ૯૮ (૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરીને પો.સ.ઇ. કે.ડી.પટેલ, અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી, અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ, અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ, અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ, અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ, અ.પો.કો. ચિરાગ જયરામભાઇ, અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન, અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ, અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ, તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેરમાં છે. જ્યારે અ.હે.કો રાકેશગીરી બળવતગીરી, અ.હે. કો વિક્રમભાઇ કાનજીભાઈ, પો. કો યોગેન્દ્રકુમાર શંકરભાઈ, અ. લો.૨ કિરણકુમાર રતુભાઇએ કામગીરીને અંજામ આપ્યો હતો.

Ahmedabad: સાબરમતીમાંથી 1368 વિદેશી દારૂની બોટલો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 1368 બોટલની અંદાજિત કિંમત 1,79,820 જેટલી થાય છે
  • LCB ઝોન-2એ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી
  • મહિંદ્રા કંપનીની કેયુવી100 ફોર વ્હીલર ગાડી જપ્ત કરાઈ

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ-1368 જેની અંદાજિત કિંમત ૧,૭૯,૮૨૦/- જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમથી તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ની સુચના અને માર્ગદર્શનથી અમદાવાદને નશામુક્ત બનાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

સમગ્ર ઝોન-૨ વિસ્તારમાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃતી શોધવા તેમજ અટકાવવા સારૂ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ના સીધા સુપરવિઝન હેઠળ ઝોન- ૨ એલ.સી.બી સ્કોડના પો.સબ.ઇન્સ કે.ડી.પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન અ.હે.કો નરેંદ્રસિંહ કચરાજી તથા પો.કો રાજેંદ્રકુમાર કાંતીલાલને મળેલ બાતમી આધારે સમગ્ર કામગીરીને અંજામ આપવામાં આવ્યો હતો. સાબરમતી હદ વિસ્તારમાંથી સાબરમતી અચેર સ્મશાન પાસેના રસ્તે જાહેરમાંથી આરોપી નિતેષ ઉર્ફે રોહિત લક્ષ્મણભાઇ જાડેજા(છારા) રહે. છારાનગર અચેર ગામ સાબરમતી અમદાવાદ શહેર વાળો મહિંદ્રા કંપનીની કેયુવી૧૦૦ ફોર વ્હિલર ગાડી મુકીને ભાગી ગયો હતો. જેમાં વિદેશી બનાવટ દારુ હોવાનુ માલુમ થતાં એલ.સી.બી ઝોન-૨ સ્ક્વોડ દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતો.

આરોપીની સામે આ કલમો હેઠળ ગુનો દાખલ

સાબરમતી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૧૦૩૯૨૪૦૫૧૧/૨૦૨૪ ધી. બી.એન.એસ. એકટ ની કલમ ૩૩૬ (૨), ૩૩૬ (૩),૩૪૦ (૨) તથા ધી પ્રોહી એક્ટ કલમ-૬૬ (૧) (બી),૬૫ (એ) (ઇ),૧૧૬ (બી), ૯૮ (૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

સમગ્ર કામગીરીને પો.સ.ઇ. કે.ડી.પટેલ, અ.હે.કો. નરેંદ્રસિંહ કચરાજી, અ.હે.કો. સફીક એહમદ સીરાજ એહમદ, અ.હે.કો. દેવકરણભાઈ અજાભાઈ, અ.હે.કો. કલ્પેશકુમાર પ્રેમજીભાઈ, અ.પો.કો. રાજેન્દ્રકુમાર કાંતિલાલ, અ.પો.કો. ચિરાગ જયરામભાઇ, અ.પો.કો. મુસ્તુફાખાન સરદારખાન, અ.પો.કો. ભરતકુમાર હિંમતભાઇ, અ.પો.કો. અજયકુમાર નરસિંહભાઇ, તમામ નોકરી એલ.સી.બી. ઝોન-૦૨, અમદાવાદ શહેરમાં છે. જ્યારે અ.હે.કો રાકેશગીરી બળવતગીરી, અ.હે. કો વિક્રમભાઇ કાનજીભાઈ, પો. કો યોગેન્દ્રકુમાર શંકરભાઈ, અ. લો.૨ કિરણકુમાર રતુભાઇએ કામગીરીને અંજામ આપ્યો હતો.