Maharashtra-Gujarat Border પર લાંબો ટ્રાફિકજામ, 30થી 40 ગુજરાતીઓ અટવાયા

મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ઉમરપાડા ગામ પાસે 10થી 12 કિલોમીટરનો ટ્રાફિક જામસાવલીના ભાજપ કોર્પોરેટર રણજીતસિંહ વણઝારા મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા સ્થાનિક આદિવાસીઓએ કેટલીક માગને લઈને આ ચક્કાજામ કર્યો મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઉમરપાડા ગામ પાસે 10થી 12 કિલિોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સ્થાનિક આદિવાસીઓ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે. સ્થાનિક આદિવાસીઓ કેટલીક માગને લઈને આ ચક્કાજામ કરી રહ્યા છે. સ્થાનિક આદિવાસીઓએ કર્યો ચક્કાજામ, સાવલીના ભાજપ કોર્પોરેટર મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા ત્યારે આ ટ્રાફિકજામમાં વડોદરાના સાવલી નગરપાલિકાના ભાજપના નગર સેવક પણ મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા છે. સાવલી નગરપાલિકાના નગર સેવક રણજીતસિંહ વણઝારા તેમના પરિવાર સાથે રક્ષાબંધનના દિવસે શિરડી-નાસિક પ્રવાસે ગયા હતા અને હવે મહારાષ્ટ્ર બોર્ડર પર જ અટવાયા છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક આદિવાસીઓએ કેટલીક માગને લઈને આ ચક્કાજામ કર્યો છે, જેના કારણે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડરના ઉમરપાડા ગામ પાસે 10થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. ગુજરાત સરકારને વીડિયો મારફતે પરિવારને ગુજરાત લાવવા કરી રજુઆત આ લાંબા ટ્રાફિક જામમાં કોર્પોરેટર રણજીતસિંહ વણઝારા તેમના પરિવારના 30થી 40 લોકો સાથે અટવાયા છે અને સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં ચક્કાજામને લઈને કોઈ નિરાકરણ આવ્યું નથી અને કોર્પોરેટરે વીડિયો મારફતે વ્યથા વર્ણવી છે અને ગુજરાત સરકારને તેમને અને તેમના પરિવારજનોને ગુજરાત પરત લાવવા માટે રજૂઆત કરી છે. ગઈકાલે જ મહારાષ્ટ્ર પોલીસે સાપુતારા પોલીસને માહિતગાર કરી હતી તમને જણાવી દઈએ કે ગઈકાલે જ જાણકારી આપવામાં આવી હતી કે સાપુતારાના સરહદી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાનીમાં નોકરીની માગ માટે આંદોલન કરવામાં આવશે. નાસિક-સુરતને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરવામાં આવશે અને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા રોકો આંદોલન કરશે. આ અંગે મહારાષ્ટ્ર પોલીસે સાપુતારા પોલીસને માહિતગાર કરી હતી. 

Maharashtra-Gujarat Border પર લાંબો ટ્રાફિકજામ, 30થી 40 ગુજરાતીઓ અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ઉમરપાડા ગામ પાસે 10થી 12 કિલોમીટરનો ટ્રાફિક જામ
  • સાવલીના ભાજપ કોર્પોરેટર રણજીતસિંહ વણઝારા મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા
  • સ્થાનિક આદિવાસીઓએ કેટલીક માગને લઈને આ ચક્કાજામ કર્યો

મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઉમરપાડા ગામ પાસે 10થી 12 કિલિોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સ્થાનિક આદિવાસીઓ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે. સ્થાનિક આદિવાસીઓ કેટલીક માગને લઈને આ ચક્કાજામ કરી રહ્યા છે.

સ્થાનિક આદિવાસીઓએ કર્યો ચક્કાજામ, સાવલીના ભાજપ કોર્પોરેટર મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા

ત્યારે આ ટ્રાફિકજામમાં વડોદરાના સાવલી નગરપાલિકાના ભાજપના નગર સેવક પણ મહારાષ્ટ્ર બોર્ડર પર અટવાયા છે. સાવલી નગરપાલિકાના નગર સેવક રણજીતસિંહ વણઝારા તેમના પરિવાર સાથે રક્ષાબંધનના દિવસે શિરડી-નાસિક પ્રવાસે ગયા હતા અને હવે મહારાષ્ટ્ર બોર્ડર પર જ અટવાયા છે. તમને જણાવી દઈએ કે સ્થાનિક આદિવાસીઓએ કેટલીક માગને લઈને આ ચક્કાજામ કર્યો છે, જેના કારણે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડરના ઉમરપાડા ગામ પાસે 10થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

ગુજરાત સરકારને વીડિયો મારફતે પરિવારને ગુજરાત લાવવા કરી રજુઆત

આ લાંબા ટ્રાફિક જામમાં કોર્પોરેટર રણજીતસિંહ વણઝારા તેમના પરિવારના 30થી 40 લોકો સાથે અટવાયા છે અને સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં ચક્કાજામને લઈને કોઈ નિરાકરણ આવ્યું નથી અને કોર્પોરેટરે વીડિયો મારફતે વ્યથા વર્ણવી છે અને ગુજરાત સરકારને તેમને અને તેમના પરિવારજનોને ગુજરાત પરત લાવવા માટે રજૂઆત કરી છે.

ગઈકાલે જ મહારાષ્ટ્ર પોલીસે સાપુતારા પોલીસને માહિતગાર કરી હતી

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ જાણકારી આપવામાં આવી હતી કે સાપુતારાના સરહદી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાનીમાં નોકરીની માગ માટે આંદોલન કરવામાં આવશે. નાસિક-સુરતને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરવામાં આવશે અને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા રોકો આંદોલન કરશે. આ અંગે મહારાષ્ટ્ર પોલીસે સાપુતારા પોલીસને માહિતગાર કરી હતી.