Ahmedabad ડિવિઝનમાં વિવિધ સ્થળોએ રેલવે કર્મચારીઓએ શ્રમદાન કર્યું

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 02 ઑક્ટોબર 2024 ને "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં સૌએ પૂરા ઉત્સાહથી સહકાર આપ્યો હતો. પાર્કિંગ સાઇડનું પણ નિરીક્ષણ કર્યું આ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અમદાવાદ સ્ટેશન પાર્કિંગ સાઇડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપી હતી આ દરમિયાન રેલવે કર્મચારીઓ દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેકને કચરાના યોગ્ય નિકાલ અંગે શીખ આપવામાં આવી હતી. અને સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ ડિવિઝનના તમામ સ્ટેશનો, એકમો, કારખાનાઓ, રેલ્વે હોસ્પિટલ અને આરોગ્ય એકમો વગેરે પર શ્રમદાન કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવાશે અમદાવાદ મંડળ પર 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 'સ્વચ્છતામાં ભગવાનનો વાસ છે' આ પરિકલ્પના ને સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવે છે. જેની શરૂઆત સ્વચ્છતા શપથથી થઈ હતી જેમાં રેલવે અધિકારીઓ અને સ્ટેશન મેનેજરોએ મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ સ્વચ્છતા પખવાડા દરમિયાન દરેક દિવસને અલગ-અલગ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને તે દિવસે તેને લગતા વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. સ્વચ્છતા દિવસો સ્વચ્છતા પખવાડા દરમિયાન 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી દરરોજ અલગ-અલગ થીમના આધારે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવશે. સ્વચ્છતા પખવાડા દરમિયાન રેલવે કર્મચારીઓ અને મુસાફરોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ સ્વચ્છતા સંબંધિત વિષયો વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વીડિયો ક્લિપ, પોસ્ટર અને અન્ય માધ્યમો દ્વારા સામાન્ય લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે.રેલવે પરિસરની મુલાકાત લેતા અને રેલવે સુવિધાઓનો લાભ લેતા આદરણીય મુસાફરોનો આ પખવાડિયા દરમિયાન સંપૂર્ણ સહકાર મળવાની અપેક્ષા છે અને આ અભિયાનમાં દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરીને સ્વચ્છતાને ઉચ્ચ સ્તરે લઈ જવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.

Ahmedabad ડિવિઝનમાં વિવિધ સ્થળોએ રેલવે કર્મચારીઓએ શ્રમદાન કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 02 ઑક્ટોબર 2024 ને "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં સૌએ પૂરા ઉત્સાહથી સહકાર આપ્યો હતો.

પાર્કિંગ સાઇડનું પણ નિરીક્ષણ કર્યું

આ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અમદાવાદ સ્ટેશન પાર્કિંગ સાઇડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પાર્કિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપી હતી આ દરમિયાન રેલવે કર્મચારીઓ દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેકને કચરાના યોગ્ય નિકાલ અંગે શીખ આપવામાં આવી હતી. અને સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ ડિવિઝનના તમામ સ્ટેશનો, એકમો, કારખાનાઓ, રેલ્વે હોસ્પિટલ અને આરોગ્ય એકમો વગેરે પર શ્રમદાન કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.


સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવાશે

અમદાવાદ મંડળ પર 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 'સ્વચ્છતામાં ભગવાનનો વાસ છે' આ પરિકલ્પના ને સાકાર કરવા માટે છેલ્લા 10 વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવે છે. જેની શરૂઆત સ્વચ્છતા શપથથી થઈ હતી જેમાં રેલવે અધિકારીઓ અને સ્ટેશન મેનેજરોએ મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ સ્વચ્છતા પખવાડા દરમિયાન દરેક દિવસને અલગ-અલગ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને તે દિવસે તેને લગતા વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.


સ્વચ્છતા દિવસો

સ્વચ્છતા પખવાડા દરમિયાન 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી દરરોજ અલગ-અલગ થીમના આધારે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવશે. સ્વચ્છતા પખવાડા દરમિયાન રેલવે કર્મચારીઓ અને મુસાફરોમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ સ્વચ્છતા સંબંધિત વિષયો વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વીડિયો ક્લિપ, પોસ્ટર અને અન્ય માધ્યમો દ્વારા સામાન્ય લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે.રેલવે પરિસરની મુલાકાત લેતા અને રેલવે સુવિધાઓનો લાભ લેતા આદરણીય મુસાફરોનો આ પખવાડિયા દરમિયાન સંપૂર્ણ સહકાર મળવાની અપેક્ષા છે અને આ અભિયાનમાં દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરીને સ્વચ્છતાને ઉચ્ચ સ્તરે લઈ જવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.