Rajkotના શહેરીજનો ઉપર વેરામાં 150 કરોડનો વધારો સૂચવાયો, બજેટ કરાયું રજૂ

Jan 31, 2025 - 10:31
Rajkotના શહેરીજનો ઉપર વેરામાં 150 કરોડનો વધારો સૂચવાયો, બજેટ કરાયું રજૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ કોર્પોરેશનનું 3112.29 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે,જેમા મ્યુનિ. કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યુ છે જેમાં રાજકોટવાસીઓ ઉપર વેરામાં 150 કરોડનો વધારો સૂચવાયો છે,તો કાર્પેટ એરિયા અને ટેકસમાં સુધારો કરવામાં આવ્યો છે,અને સાથે સાથે

ફાયર ટેકસ, ડોર ટુ ડોર ટેકસમાં વધારો સૂચવવામાં આવ્યો

રાજકોટવાસીઓ પર મિલકત વેરામાં પણ બોજો આવશે સાથે સાથે કાર્પેટ એરિયા ટેકસમાં સુધારો કરવામાં આવ્યો છે તો 700 કરોડથી વધુના જમીન વેચાણ કરવાનો ટાર્ગેટ રખાયો છે,ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત મૂકાઈ છે.ચૂંટણીના વર્ષમાં પણ વેરા વધારાની દરખાસ્ત મૂકતા મ્યુ કમિશનર.આ વખતે રાજકોટ વાસીઓને વધારાનો વેરો ચૂકવવો પડશે તે નક્કી છે,કોર્પોરેશન સુવિધામાં વધારો કરે તેવી પણ શકયતાઓ છે.

અંદાજપત્ર મંજૂર કરીને બહાલી માટે જનરલ બોર્ડમાં મોકલ્યું

મોટા પગાર બોજ સહિતના મહેસુલી ખર્ચ માંડ વહન કરતી મહાપાલિકાના બજેટમાં કમિશનરપાણી, મિલ્કત, વાહન જેવા કોઇ વેરામાં વધારો સૂચવે તેવી શકયતા છે. કાલે સવારે મનપા કમિશનરદ્વારા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરને બજેટ સુપ્રત કરવામાં આવશે.ચેરમેન જયમીન ઠાકરે આ બજેટમાં રૂ. 50 કરોડની નવી વિકાસ યોજનાઓ ઉમેરી હતી. કુલ 18 નવા કામો બજેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. અને રૂપિયા 2843.51 કરોડનું અંદાજપત્ર મંજૂર કરીને બહાલી માટે જનરલ બોર્ડમાં મોકલ્યું હતું

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0