Kutchમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર એક્શન મોડમાં

કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીનાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ: જિલ્લા કલેક્ટર જોખમી અને નદી કાંઠાના વિસ્તારોમાં નાગરિકોને ન જવા માટે અપીલ હવામાન વિભાગ તરફથી આગામી દિવસમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને નીચાણવાળા તથા જોખમી અને નદી કાંઠાના વિસ્તારો, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે જ કોઈ જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. કચ્છમાં આવતીકાલે તમામ શાળાઓ રહેશે બંધ તમને જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહીને પગલે જ કચ્છમાં આવતીકાલે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અતિ ભારે વરસાદના રેડ અલર્ટના કારણે આવતીકાલે 29 ઓગસ્ટે ગુરૂવારે પણ જિલ્લામાં તમામ શાળાઓ બંધ રહેશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અંજારમાં દોઢ ઈંચ તો ગાંધીધામમાં પોણો ઈંચ વરસાદ કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો અંજારમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે તો ગાંધીધામમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અન્ય ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ત્યારે સતાપર ડેમ પાણીથી ઓવરફ્લો થયો છે. ત્યારે વરસાદના કારણે શહેરીજનોને પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણે ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા છે. સામખિયાળી-માળીયા હાઈવે સતત બીજા દિવસે પણ બંધ કચ્છના આમોદના ઓચ્છણ ગામે પાણી ભરાયા છે. ગામના સબ સ્ટેશનમાં જ પાણી ભરાયા છે અને પાણી ભરાતા સબ સ્ટેશન સ્વિમિંગ પુલ બન્યું છે. જેના કારણે 24 કલાકથી ગામોમાં વીજળી ગુલ છે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે સામખિયાળી-માળીયા હાઈવે સતત બીજા દિવસે પણ બંધ છે. માળીયા પાસે રસ્તાનું ધોવાણ થતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. કચ્છ પોલીસે પાંચ જેટલી ચેક પોસ્ટ બનાવી છે. સૌરાષ્ટ્ર બાજુની તમામ એસટી સેવા પણ બંધ કરવામાં આવી છે અને હાઈવે તેમજ ખાનગી હોટલ ઉપર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. 

Kutchમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તંત્ર એક્શન મોડમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ: જિલ્લા કલેક્ટર
  • જોખમી અને નદી કાંઠાના વિસ્તારોમાં નાગરિકોને ન જવા માટે અપીલ

હવામાન વિભાગ તરફથી આગામી દિવસમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં

ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને નીચાણવાળા તથા જોખમી અને નદી કાંઠાના વિસ્તારો, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે જ કોઈ જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

કચ્છમાં આવતીકાલે તમામ શાળાઓ રહેશે બંધ

તમને જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહીને પગલે જ કચ્છમાં આવતીકાલે શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અતિ ભારે વરસાદના રેડ અલર્ટના કારણે આવતીકાલે 29 ઓગસ્ટે ગુરૂવારે પણ જિલ્લામાં તમામ શાળાઓ બંધ રહેશે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

અંજારમાં દોઢ ઈંચ તો ગાંધીધામમાં પોણો ઈંચ વરસાદ

કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો અંજારમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે તો ગાંધીધામમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અન્ય ઘણા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ત્યારે સતાપર ડેમ પાણીથી ઓવરફ્લો થયો છે. ત્યારે વરસાદના કારણે શહેરીજનોને પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણે ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા છે.

સામખિયાળી-માળીયા હાઈવે સતત બીજા દિવસે પણ બંધ

કચ્છના આમોદના ઓચ્છણ ગામે પાણી ભરાયા છે. ગામના સબ સ્ટેશનમાં જ પાણી ભરાયા છે અને પાણી ભરાતા સબ સ્ટેશન સ્વિમિંગ પુલ બન્યું છે. જેના કારણે 24 કલાકથી ગામોમાં વીજળી ગુલ છે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે સામખિયાળી-માળીયા હાઈવે સતત બીજા દિવસે પણ બંધ છે. માળીયા પાસે રસ્તાનું ધોવાણ થતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. કચ્છ પોલીસે પાંચ જેટલી ચેક પોસ્ટ બનાવી છે. સૌરાષ્ટ્ર બાજુની તમામ એસટી સેવા પણ બંધ કરવામાં આવી છે અને હાઈવે તેમજ ખાનગી હોટલ ઉપર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે.