Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 7 બનાવ, 4 વ્યક્તિનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, દસાડા, ચોટીલા, દસાડા, બજાણા અને વઢવાણ પોલીસ મથકે અકસ્માતની 7 ફરિયાદ નોંધાઈ છે. જેમાં રતનપરના વણકરવાસમાં દલપતભાઈ ગણેશભાઈ રાઠોડ રહે છે.ગત 10મીએ માતાજીના નીવેદ હોઈ પરીવાર વઢવાણ તાલુકાના રામપરા ગામ ગયો હતો. જયાં નીવેદ પુરા કરી તેમના નાના ભાઈ મનસુખભાઈ સાયકલ લઈને રામપરાથી રતનપર આવવા નીકળ્યા હતા. ત્યારે રાતના અરસામાં માળોદ-રતનપર નર્મદા કેનાલ રોડ પર કોઈ બાઈક ચાલકે મનસુખભાઈ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મનસુખભાઈ નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થતા મોત નીપજયુ હતુ. આ અંગે દલપતભાઈએ અજાણ્યા બાઈક ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. જયારે વઢવાણના ખાંડીપોળ વિસ્તારમાં રહેતા અશ્વીન ધીરજલાલ શાહ દવાની કંપનીમાં એમ.આર. તરીકે ફરજ બજાવે છે. તા. 9મીએ રાત્રે તેઓ બાઈક લઈને પત્ની, દિકરી અને દીકરા સાથે રતનપર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા તેમના મોટાભાઈને ત્યાં ગરબા ગાવા જતા હતા. જેમાં શનીદેવ મંદીર પાસે સામેથી આવતા બાઈક ચાલકે રોંગ સાઈડમાં ચલાવી અશ્વીનભાઈ બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને બાઈકના ચાલક અને સવાર નીચે પટકાયા હતા. આ બનાવમાં અશ્વીનભાઈ, તેમના પત્ની અને દીકરીને ઈજાઓ પહોંચી હતી. જયારે સામેના બાઈકમાં સવાર બે યુવાનો પણ ઘવાયા હતા. આ અકસ્માતમાં અશ્વીનભાઈના 2 વર્ષના દિકરા આરવને કોઈ ઈજા થઈ ન હતી. બનાવની 108ને જાણ કરાતા તુરંત ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે. કાર ડિવાઈડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં પલટી હાલ અમદાવાદમાં રહેતા રતીલાલભાઈ પટેલ તેમના પત્ની મુકતાબેન સાથે ગત તા. 10મીએ સાંજે લૌકિક ક્રીયા માટે અમદાવાદથી વતન ધોળી જતા હતા. ત્યારે દસાડાના કચોલીયાના પાટીયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં પલટી મારી ગઈ હતી. જેમાં રતીલાલભાઈને માથામાં ગંભીર ઈજા થવાથી મોત થયુ હતુ. જયારે મુકતાબેનને ઈજાઓ પહોંચી હતી. વણોદ પાસે ટ્રેલર અડફેટે બાઈકચાલકનું મોત દસાડામાં રહેતો સરફરાજશા રહીમશા ફકીર એસ.એસ. કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા. 14મીએ સવારે તે કંપનીમાં જતો હતો. ત્યારે વણોદ પાસે બહુચરાજી તરફ જતા ટ્રેલરના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સરફરાઝને ઈજાઓ થતા સારવાર માટે વિરમગામ લઈ જવાયો હતો. ત્યારે સારવારમાં તા. 15મીએ સરફરાઝનું મોત થતાં ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો છે. પત્ની માટે ટિફિન લઈને આવતા યુવાનનું ટ્રક અડફેટે મોત લીંબડીના ભથાણ ગામે રહેતા ઈદ્રીશભાઈ ભથાણીયાની પત્ની નરગીશબેને તા. 11મીએ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દિકરાને જન્મ આપ્યો હતો. તેઓ દવાખાને હોઈ તા. 13મીએ ઈદ્રીશભાઈ બાઈક લઈને ભથાણથી ગાંધી હોસ્પિટલ ટીફીન લઈને આવતા હતા. ત્યારે હાઈવે પર ટ્રક ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ઈદ્રીશભાઈનું મોત થયુ હતુ. થાનથી ચોટીલા તરફ જતા રિક્ષા પલટી થાનના વાસુકી મંદિર પાસે રહેતા ભીખાભાઈ માણસુરભાઈ માધર ગત તા. 13મીના રોજ બપોરે તેમના પત્ની શાંતુબેન, વેવાઈ જીવાભાઈ નાથાભાઈ રાઠોડ સાથે રિક્ષામાં ચોટીલા તરફ જતા હતા. ત્યારે નાવા ગામની સીમમાં રિક્ષા ચાલક મનસુખભાઈ હમીરભાઈ બેફીકરાઈથી ચલાવતા રિક્ષા પલટી ખાઈ હતી. જેમાં ચાલક મનસુખભાઈ, ભીખાભાઈ, શાંતુબેન, જીવાભાઈ સહિત 10થી વધુ મુસાફરોને ઈજા થતા સારવાર માટે 108 દ્વારા ચોટીલા લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર એ.જે.જાદવ ચલાવી રહ્યા છે.

Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 7 બનાવ, 4 વ્યક્તિનાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર, દસાડા, ચોટીલા, દસાડા, બજાણા અને વઢવાણ પોલીસ મથકે અકસ્માતની 7 ફરિયાદ નોંધાઈ છે. જેમાં રતનપરના વણકરવાસમાં દલપતભાઈ ગણેશભાઈ રાઠોડ રહે છે.

ગત 10મીએ માતાજીના નીવેદ હોઈ પરીવાર વઢવાણ તાલુકાના રામપરા ગામ ગયો હતો. જયાં નીવેદ પુરા કરી તેમના નાના ભાઈ મનસુખભાઈ સાયકલ લઈને રામપરાથી રતનપર આવવા નીકળ્યા હતા. ત્યારે રાતના અરસામાં માળોદ-રતનપર નર્મદા કેનાલ રોડ પર કોઈ બાઈક ચાલકે મનસુખભાઈ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મનસુખભાઈ નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થતા મોત નીપજયુ હતુ. આ અંગે દલપતભાઈએ અજાણ્યા બાઈક ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ બીટ જમાદાર બી.એલ.પરમાર ચલાવી રહ્યા છે. જયારે વઢવાણના ખાંડીપોળ વિસ્તારમાં રહેતા અશ્વીન ધીરજલાલ શાહ દવાની કંપનીમાં એમ.આર. તરીકે ફરજ બજાવે છે. તા. 9મીએ રાત્રે તેઓ બાઈક લઈને પત્ની, દિકરી અને દીકરા સાથે રતનપર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા તેમના મોટાભાઈને ત્યાં ગરબા ગાવા જતા હતા. જેમાં શનીદેવ મંદીર પાસે સામેથી આવતા બાઈક ચાલકે રોંગ સાઈડમાં ચલાવી અશ્વીનભાઈ બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બન્ને બાઈકના ચાલક અને સવાર નીચે પટકાયા હતા. આ બનાવમાં અશ્વીનભાઈ, તેમના પત્ની અને દીકરીને ઈજાઓ પહોંચી હતી. જયારે સામેના બાઈકમાં સવાર બે યુવાનો પણ ઘવાયા હતા. આ અકસ્માતમાં અશ્વીનભાઈના 2 વર્ષના દિકરા આરવને કોઈ ઈજા થઈ ન હતી. બનાવની 108ને જાણ કરાતા તુરંત ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ ડી.જે.ઝાલા ચલાવી રહ્યા છે.

કાર ડિવાઈડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં પલટી

હાલ અમદાવાદમાં રહેતા રતીલાલભાઈ પટેલ તેમના પત્ની મુકતાબેન સાથે ગત તા. 10મીએ સાંજે લૌકિક ક્રીયા માટે અમદાવાદથી વતન ધોળી જતા હતા. ત્યારે દસાડાના કચોલીયાના પાટીયા પાસે કાર ડીવાઈડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં પલટી મારી ગઈ હતી. જેમાં રતીલાલભાઈને માથામાં ગંભીર ઈજા થવાથી મોત થયુ હતુ. જયારે મુકતાબેનને ઈજાઓ પહોંચી હતી.

વણોદ પાસે ટ્રેલર અડફેટે બાઈકચાલકનું મોત

દસાડામાં રહેતો સરફરાજશા રહીમશા ફકીર એસ.એસ. કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા. 14મીએ સવારે તે કંપનીમાં જતો હતો. ત્યારે વણોદ પાસે બહુચરાજી તરફ જતા ટ્રેલરના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં સરફરાઝને ઈજાઓ થતા સારવાર માટે વિરમગામ લઈ જવાયો હતો. ત્યારે સારવારમાં તા. 15મીએ સરફરાઝનું મોત થતાં ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો છે.

પત્ની માટે ટિફિન લઈને આવતા યુવાનનું ટ્રક અડફેટે મોત

લીંબડીના ભથાણ ગામે રહેતા ઈદ્રીશભાઈ ભથાણીયાની પત્ની નરગીશબેને તા. 11મીએ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દિકરાને જન્મ આપ્યો હતો. તેઓ દવાખાને હોઈ તા. 13મીએ ઈદ્રીશભાઈ બાઈક લઈને ભથાણથી ગાંધી હોસ્પિટલ ટીફીન લઈને આવતા હતા. ત્યારે હાઈવે પર ટ્રક ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ઈદ્રીશભાઈનું મોત થયુ હતુ.

થાનથી ચોટીલા તરફ જતા રિક્ષા પલટી

થાનના વાસુકી મંદિર પાસે રહેતા ભીખાભાઈ માણસુરભાઈ માધર ગત તા. 13મીના રોજ બપોરે તેમના પત્ની શાંતુબેન, વેવાઈ જીવાભાઈ નાથાભાઈ રાઠોડ સાથે રિક્ષામાં ચોટીલા તરફ જતા હતા. ત્યારે નાવા ગામની સીમમાં રિક્ષા ચાલક મનસુખભાઈ હમીરભાઈ બેફીકરાઈથી ચલાવતા રિક્ષા પલટી ખાઈ હતી. જેમાં ચાલક મનસુખભાઈ, ભીખાભાઈ, શાંતુબેન, જીવાભાઈ સહિત 10થી વધુ મુસાફરોને ઈજા થતા સારવાર માટે 108 દ્વારા ચોટીલા લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર એ.જે.જાદવ ચલાવી રહ્યા છે.