Ahmedabadની AMCની સુપરવાઈઝરની ભરતીમાં થયો ફરજિવાડો ! વાંચો Inside Story

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં ફરજિવાડો થયો હોવાનું સામે આવતા આકરા પગલાં લેવામાં આવ્યા છે.amcના કર્મચારી દ્વારા જ માર્કશીટમાં છેડછાડ કરી ખોટી રીતે ભરતી કરાવવામાં આવી હોવાનું સામે આવતા કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા અમદાવાદ મનપામાં ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરાઈ હતી જેની પરીક્ષા ગત 18 ઓગસ્ટ યોજવામાં આવી હતી જેમાં મનપાની સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા પુલકિત સથવારા દ્વારા અમદાવાદના મોનલ પટેલ અને તમન્ના કુમારી પટેલ અને કડીના જય પટેલના પરિણામમાં છેડછાડ કરી તેમને કટ ઓફ માર્કથી ઉપર માર્ક આપવામાં આવ્યા અને તેના આધારે આ તમામ ત્રણને પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર પ્રકરણ સામે આવતા આ ત્રણને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. ઊંચું પરિણામ તૈયાર કરવામાં આવ્યું જયારે આ કૃત્ય કરનાર પુલકીતને સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તાપસ શરુ કરવામાં આવી બીજી તરફ કારંજ પોલીસ મથકે પુલકિત સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી AMC ખાતે તેને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો આગામી સમયમાં પોલીસ આરોપી ને કોર્ટ માં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરશે થોડા દિવસ પહેલા મનપાને એક અરજી મળી હતી જેમાં આ ત્રણના પરિણામમાં છેડછાડ કરી તેને પાસ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેથી તેના આધારે આંતરિક રીતે તાપસ આરંભવામાં આવી હતી જેમાં માલુમ પડ્યું હતું કે પુલકિત દ્વારા આ ત્રણને મળેલા માર્ક કરતા વધારે માર્ક આપી ઊંચું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ઓથોરિટી લેટર નહોતો આપવામાં આવ્યો જયારે પરીક્ષા લેવાઈ એ દિવસે omr સીટ ઓનલાઇન મુકવામાં આવી હતી અને પરિણામ પર વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી જે બાદ omr સીટ રી અપલોડ કરાઈ હતી અને બાદમાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો જે બાદ અધિકારીઓને નનામી અરજી મળતા સમગ્ર મામલે તાપસ કરવામાં આવતા કૌભાંડનો ખુલાસો થયો હતો કૌભાંડ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરાવવામાં AMCને 48 કલાક લાગી ગયા હતા કારણ કે amc દ્વારા પોલીસ ને ફરિયાદ દાખલ કરાવવા માટે ઓથોરિટી લેટર નહોતો આપવામાં આવ્યો. અન્ય કોઈ કર્મચારી આ કૌંભાંડમાં છે કે નહી તેને લઈ તપાસ થશે હવે પોલીસ આરોપી પુલકિતને રિમાન્ડ પર લઈ તેણે નાણાકીય વ્યવહાર કરેલો છે કે નહિ કે પછી સબંધ માં આ કૃત્ય કર્યું હતું ? જેમના પરિણામ ખોટા બનાવ્યા તેની સીધી સંડોવણી છે કે નહિ તેને લઈને હજી પોલીસ સ્પષ્ટ નથી તેને લઈને પણ પોલીસ તપાસ કરશે સાથે જ કોર્પોરેશનનાં અન્ય કોઈ કર્મચારી આ કાંડ માં સંડોવાયેલો છે કે નહિ તેને લઈને પોલીસ તપાસ શરૂ કરશે.

Ahmedabadની AMCની સુપરવાઈઝરની ભરતીમાં થયો ફરજિવાડો ! વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં ફરજિવાડો થયો હોવાનું સામે આવતા આકરા પગલાં લેવામાં આવ્યા છે.amcના કર્મચારી દ્વારા જ માર્કશીટમાં છેડછાડ કરી ખોટી રીતે ભરતી કરાવવામાં આવી હોવાનું સામે આવતા કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા

અમદાવાદ મનપામાં ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરાઈ હતી જેની પરીક્ષા ગત 18 ઓગસ્ટ યોજવામાં આવી હતી જેમાં મનપાની સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા પુલકિત સથવારા દ્વારા અમદાવાદના મોનલ પટેલ અને તમન્ના કુમારી પટેલ અને કડીના જય પટેલના પરિણામમાં છેડછાડ કરી તેમને કટ ઓફ માર્કથી ઉપર માર્ક આપવામાં આવ્યા અને તેના આધારે આ તમામ ત્રણને પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર પ્રકરણ સામે આવતા આ ત્રણને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

ઊંચું પરિણામ તૈયાર કરવામાં આવ્યું

જયારે આ કૃત્ય કરનાર પુલકીતને સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તાપસ શરુ કરવામાં આવી બીજી તરફ કારંજ પોલીસ મથકે પુલકિત સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી AMC ખાતે તેને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો આગામી સમયમાં પોલીસ આરોપી ને કોર્ટ માં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરશે થોડા દિવસ પહેલા મનપાને એક અરજી મળી હતી જેમાં આ ત્રણના પરિણામમાં છેડછાડ કરી તેને પાસ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેથી તેના આધારે આંતરિક રીતે તાપસ આરંભવામાં આવી હતી જેમાં માલુમ પડ્યું હતું કે પુલકિત દ્વારા આ ત્રણને મળેલા માર્ક કરતા વધારે માર્ક આપી ઊંચું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

ઓથોરિટી લેટર નહોતો આપવામાં આવ્યો

જયારે પરીક્ષા લેવાઈ એ દિવસે omr સીટ ઓનલાઇન મુકવામાં આવી હતી અને પરિણામ પર વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી જે બાદ omr સીટ રી અપલોડ કરાઈ હતી અને બાદમાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો જે બાદ અધિકારીઓને નનામી અરજી મળતા સમગ્ર મામલે તાપસ કરવામાં આવતા કૌભાંડનો ખુલાસો થયો હતો કૌભાંડ સામે આવ્યા બાદ ફરિયાદ દાખલ કરાવવામાં AMCને 48 કલાક લાગી ગયા હતા કારણ કે amc દ્વારા પોલીસ ને ફરિયાદ દાખલ કરાવવા માટે ઓથોરિટી લેટર નહોતો આપવામાં આવ્યો.

અન્ય કોઈ કર્મચારી આ કૌંભાંડમાં છે કે નહી તેને લઈ તપાસ થશે

હવે પોલીસ આરોપી પુલકિતને રિમાન્ડ પર લઈ તેણે નાણાકીય વ્યવહાર કરેલો છે કે નહિ કે પછી સબંધ માં આ કૃત્ય કર્યું હતું ? જેમના પરિણામ ખોટા બનાવ્યા તેની સીધી સંડોવણી છે કે નહિ તેને લઈને હજી પોલીસ સ્પષ્ટ નથી તેને લઈને પણ પોલીસ તપાસ કરશે સાથે જ કોર્પોરેશનનાં અન્ય કોઈ કર્મચારી આ કાંડ માં સંડોવાયેલો છે કે નહિ તેને લઈને પોલીસ તપાસ શરૂ કરશે.