Kutchના ગાંધીધામાંથી ઝડપાયું કોકેઈન, પોલીસે બાતમીના આધારે હાથધરી મોટી કાર્યવાહી
કચ્છના ગાંધીધામમાંથી 17.75 લાખનું કોકેઈન ઝડપાયું હોવાની વાત સામે આવી છે,જેમા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આ કોકેઈન ઝડપી પાડયું છે,આરીપીઓ કયાંથી કોકેઈન લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,તો કોકેઈનનો ધંધો પોતે કરે છે કે કોઈને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથધરી છે. ગાંધીધામના ખારીરોહરમાં મળ્યુ હતુ ડ્રગ્સ 7 ઓક્ટોબરના રોજ ખારી રોહર પાસેના નિર્જન કોસ્ટલ એરિયામાંથી અંદાજે રૂ. 120 કરોડની કિંમતનો 12 કિલો જેટલો ડ્રગનો જથ્થો મળી આવ્યો છે. નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી મળી આવેલા 10 જેટલા પેકેટમાં રહેલ પદાર્થ શું છે અને ક્યાં પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ માટેની પ્રક્રિયા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.ડ્રગ્સનો પ્રકાર અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત માટે સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે. કચ્છની અન્ય દરિયાઈ સીમાથી મળી આવતા ડ્રગ્સના પેકેટ જુદા હોય છે, જ્યારે ખારીરોહર પાસે મળી આવેલ પેકેટો જુદા છે.અગાઉ ક્યાં મળ્યુ ડ્રગ્સ ઉલ્લેખનીય છે કે, જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાત ATS દ્વારા આ વિસ્તારમાંથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આવી જ રીતે અગાઉ સપ્ટેમ્બર, 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી 800 કરોડની કિંમતના 80 પેકેટ હેરોઇનના મળી આવ્યા હતા. ત્યારે હવે ગાંધીધામમાં ડ્રગ્સ કનેક્શન બાબતે વધુ ખુલાસાઓ તપાસ બાદ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. બ્લેક કોકેઈન એક દુર્લભ ડ્રગ છે તે સામાન્ય કોકેઈન અને અન્ય ઘણા રસાયણોનું મિશ્રણ છે. તે દક્ષિણ અમેરિકાથી ડ્રગ પેડલર મારફતે ભારત લાવવામાં આવી રહ્યું હતુ. તે દેખાવમાં કોલસા જેવુ દેખાય છે. તેને અત્યંત વ્યસનકારક ડ્રગ અને ગેરકાયદેસર ડ્રગની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેને કોકેઈન હાઈડ્રોક્લોરાઈડ અથવા કોકેઈન બેઝ કહેવામાં આવે છે. તે કોલસો, કોબાલ્ટ, એક્ટિવેટેડ કાર્બન અથવા આયર્ન સોલ્ટ જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આમ કરવાથી તેનો રંગ બદલાઈ જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના ગાંધીધામમાંથી 17.75 લાખનું કોકેઈન ઝડપાયું હોવાની વાત સામે આવી છે,જેમા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આ કોકેઈન ઝડપી પાડયું છે,આરીપીઓ કયાંથી કોકેઈન લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,તો કોકેઈનનો ધંધો પોતે કરે છે કે કોઈને આપવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથધરી છે.
ગાંધીધામના ખારીરોહરમાં મળ્યુ હતુ ડ્રગ્સ
7 ઓક્ટોબરના રોજ ખારી રોહર પાસેના નિર્જન કોસ્ટલ એરિયામાંથી અંદાજે રૂ. 120 કરોડની કિંમતનો 12 કિલો જેટલો ડ્રગનો જથ્થો મળી આવ્યો છે. નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી મળી આવેલા 10 જેટલા પેકેટમાં રહેલ પદાર્થ શું છે અને ક્યાં પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ માટેની પ્રક્રિયા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.ડ્રગ્સનો પ્રકાર અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત માટે સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સ્પષ્ટ થશે. કચ્છની અન્ય દરિયાઈ સીમાથી મળી આવતા ડ્રગ્સના પેકેટ જુદા હોય છે, જ્યારે ખારીરોહર પાસે મળી આવેલ પેકેટો જુદા છે.
અગાઉ ક્યાં મળ્યુ ડ્રગ્સ
ઉલ્લેખનીય છે કે, જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાત ATS દ્વારા આ વિસ્તારમાંથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આવી જ રીતે અગાઉ સપ્ટેમ્બર, 2023માં મીઠીરોહર પાછળ આવેલ દરિયાની ખાડીમાંથી 800 કરોડની કિંમતના 80 પેકેટ હેરોઇનના મળી આવ્યા હતા. ત્યારે હવે ગાંધીધામમાં ડ્રગ્સ કનેક્શન બાબતે વધુ ખુલાસાઓ તપાસ બાદ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે.
બ્લેક કોકેઈન એક દુર્લભ ડ્રગ છે
તે સામાન્ય કોકેઈન અને અન્ય ઘણા રસાયણોનું મિશ્રણ છે. તે દક્ષિણ અમેરિકાથી ડ્રગ પેડલર મારફતે ભારત લાવવામાં આવી રહ્યું હતુ. તે દેખાવમાં કોલસા જેવુ દેખાય છે. તેને અત્યંત વ્યસનકારક ડ્રગ અને ગેરકાયદેસર ડ્રગની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તેને કોકેઈન હાઈડ્રોક્લોરાઈડ અથવા કોકેઈન બેઝ કહેવામાં આવે છે. તે કોલસો, કોબાલ્ટ, એક્ટિવેટેડ કાર્બન અથવા આયર્ન સોલ્ટ જેવી વસ્તુઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આમ કરવાથી તેનો રંગ બદલાઈ જાય છે.