Ahmedabadના નગરજનોએ નવા વર્ષની શરૂઆતમાં નગરદેવી ભદ્રકાળી માતાના આશીર્વાદ મેળવ્યા
આજથી નવા વર્ષ 2025નો પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે અમદાવાદીઓ નવુ વર્ષ સારૂ જાય તેને લઈ નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે,વહેલી સવારથી ભકતો દર્શન માટે પહોંચ્યા છે અને આખુ વર્ષ સારૂ જાય તેને લઈ પ્રાર્થના પણ કરી છે,ભદ્રકાળી મંદિરમાં ભકતોએ આરતીનો લ્હાવો લીધો છે અને માતાજીના ચરણોમાં શીષ ઝુકાવી આશીર્વાદ લીધા છે. આજથી વર્ષ 2025નો પ્રારંભ આજથી નવા વર્ષ 2025નો પ્રારંભ થયો છે,જેમાં અમદાવાદીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના દર્શન કરવા નવા વર્ષે પહોંચ્યા હતા તો મંદિર તરફથી પણ ભકતો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી કોઈ તકલીફ ના પડે તેને લઈ વ્યવસ્થા કરવામાં આવી હતી,આમ પણ ભદ્રકાળી મંદિરમાં બિરાજમાન માતા આખા અમદાવાદની રક્ષા કરે છે. શું છે ઈતિહાસ મંદિરનો પાટણના રાજા અને ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી. નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ રાજદેવી મા ભદ્રકાળીની સ્થાપના કરી. ઇ.સ. 1411 માં જ્યારે અહમદશાહ બાદશાહે કર્ણાવતી નાગરીના વિસ્તરમાં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે એક કિલ્લો બનાવ્યો હતો.જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો. અહમદશાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા હતા. નગરદેવી મા ભદ્રકાળી આધુનિક સમયમાં માના ભક્તો ગરબા થકી પોતાની ભક્તિ અને હેતને રજૂ કરે છે. છેલ્લી છ સદીથી નગરદેવી ભદ્રકાળી માતા અમદાવાદીઓનું રક્ષણ કરી સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જેના થકી આજે અમદાવાદે ગ્લોબલ ઓળખ ઉભી કરી છે. અમદાવાદીઓ પણ ભદ્રકાળી માતાજીની ભક્તિનો અવસર ક્યારેય ચૂક્યા નથી, જે આસો નવરાત્રી પર્વ દરમિયાન પૂજા, દર્શન, હવન, અને ગરબા થકી ઋણ અદા કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી નવા વર્ષ 2025નો પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે અમદાવાદીઓ નવુ વર્ષ સારૂ જાય તેને લઈ નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે,વહેલી સવારથી ભકતો દર્શન માટે પહોંચ્યા છે અને આખુ વર્ષ સારૂ જાય તેને લઈ પ્રાર્થના પણ કરી છે,ભદ્રકાળી મંદિરમાં ભકતોએ આરતીનો લ્હાવો લીધો છે અને માતાજીના ચરણોમાં શીષ ઝુકાવી આશીર્વાદ લીધા છે.
આજથી વર્ષ 2025નો પ્રારંભ
આજથી નવા વર્ષ 2025નો પ્રારંભ થયો છે,જેમાં અમદાવાદીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના દર્શન કરવા નવા વર્ષે પહોંચ્યા હતા તો મંદિર તરફથી પણ ભકતો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી કોઈ તકલીફ ના પડે તેને લઈ વ્યવસ્થા કરવામાં આવી હતી,આમ પણ ભદ્રકાળી મંદિરમાં બિરાજમાન માતા આખા અમદાવાદની રક્ષા કરે છે.
શું છે ઈતિહાસ મંદિરનો
પાટણના રાજા અને ગુજરાત રાજ્યની સ્થાપના કરનારા રાજા કર્ણદેવે આશાવલના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સાબરમતી નદીના કિનારે સ્થાપના કરી. નગરની સ્થાપનાના ભાગરૂપે તેમણે સૌપ્રથમ રાજદેવી મા ભદ્રકાળીની સ્થાપના કરી. ઇ.સ. 1411 માં જ્યારે અહમદશાહ બાદશાહે કર્ણાવતી નાગરીના વિસ્તરમાં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે એક કિલ્લો બનાવ્યો હતો.જે ભદ્રના કિલ્લા તરીકે ઓળખાયો. અહમદશાહ પછી થઈ ગયેલા બાદશાહો પણ માતા ભદ્રકાળીમાં આસ્થા ધરાવતા હતા.
નગરદેવી મા ભદ્રકાળી
આધુનિક સમયમાં માના ભક્તો ગરબા થકી પોતાની ભક્તિ અને હેતને રજૂ કરે છે. છેલ્લી છ સદીથી નગરદેવી ભદ્રકાળી માતા અમદાવાદીઓનું રક્ષણ કરી સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જેના થકી આજે અમદાવાદે ગ્લોબલ ઓળખ ઉભી કરી છે. અમદાવાદીઓ પણ ભદ્રકાળી માતાજીની ભક્તિનો અવસર ક્યારેય ચૂક્યા નથી, જે આસો નવરાત્રી પર્વ દરમિયાન પૂજા, દર્શન, હવન, અને ગરબા થકી ઋણ અદા કરે છે.