Rajkot: જસદણની જીવાદોરી સમાન આલણસાગર તળાવ ઓવરફ્લો થવાની અણીએ પહોંચ્યું
જસદણની જીવાદોરી સમાન આલણસાગર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેમાં આલણસાગર તળાવની સપાટી 31 ફૂટ પર પહોંચી ગઈ છે. આ તળાવની કુલ સપાટી 36 ફૂટ છે. ત્યારે આ તળાવમાં બાળકો જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે. આ તળાવ કેટલું ઊંડું છે એ વાતથી બાળકો અજાણ છે.નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા મહત્વનું કહી શકાય કે, આ તળાવ ઓવરફ્લો થવાની તૈયારીથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આલણસાગર તળાવ ઓવર ફલો થવાની તૈયારીમાં છે. ત્યારે 36 ફુટની સપાટી ધરાવતા આલણસાગર તળાવમાં 31ફુટ સુધી પાણીની સપાટી પહોંચી ગઈ છે. કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોણ? જીવના જોખમે નાના બાળકો તળાવમાં સ્નાન કરી રહ્યા છે. ત્યારે જો અહીં કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોને ઠેરવવા તે મોટો સવાલ ઊભો થાય છે. આલણસાગર તળવા પર જે રીતે બાળકો ન્હાવાની મજા લઈ રહ્યા છે તેને નથી ખબર કે આ તળાવ કેટલુ ઉંડુ છે. TRP ગેમઝોનની ઘટના બાદ પણ તંત્ર જાગ્યું નથી મહત્વનું કહી શકાય કે, રાજકોટમાં TRP ગેમઝોનમાં નાના બાળકોના જીવ ગુમાવ્યા બાદ પણ તંત્ર હજી જાગ્યુ નથી. આલણસાગર તળાવ ઓવરફલો થવાની તૈયારીમાં છે. તેને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી વહીવટતંત્રના એકપણ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ દેખાતા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જસદણની જીવાદોરી સમાન આલણસાગર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેમાં આલણસાગર તળાવની સપાટી 31 ફૂટ પર પહોંચી ગઈ છે. આ તળાવની કુલ સપાટી 36 ફૂટ છે. ત્યારે આ તળાવમાં બાળકો જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે. આ તળાવ કેટલું ઊંડું છે એ વાતથી બાળકો અજાણ છે.
નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
મહત્વનું કહી શકાય કે, આ તળાવ ઓવરફ્લો થવાની તૈયારીથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આલણસાગર તળાવ ઓવર ફલો થવાની તૈયારીમાં છે. ત્યારે 36 ફુટની સપાટી ધરાવતા આલણસાગર તળાવમાં 31ફુટ સુધી પાણીની સપાટી પહોંચી ગઈ છે.
કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોણ?
જીવના જોખમે નાના બાળકો તળાવમાં સ્નાન કરી રહ્યા છે. ત્યારે જો અહીં કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોને ઠેરવવા તે મોટો સવાલ ઊભો થાય છે. આલણસાગર તળવા પર જે રીતે બાળકો ન્હાવાની મજા લઈ રહ્યા છે તેને નથી ખબર કે આ તળાવ કેટલુ ઉંડુ છે.
TRP ગેમઝોનની ઘટના બાદ પણ તંત્ર જાગ્યું નથી
મહત્વનું કહી શકાય કે, રાજકોટમાં TRP ગેમઝોનમાં નાના બાળકોના જીવ ગુમાવ્યા બાદ પણ તંત્ર હજી જાગ્યુ નથી. આલણસાગર તળાવ ઓવરફલો થવાની તૈયારીમાં છે. તેને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી વહીવટતંત્રના એકપણ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ દેખાતા નથી.