Ekta Diwasની ઉજવણી...સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર એર-શો દ્વારા પુષ્પ વર્ષા, જુઓ Video
આજે 31 ઓકટોબર એટલે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. જેમની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે આજે કેવડિયામાં ગ્રાન્ડ પરેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજરોજ સવારે ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડ નિહાળી હતી.ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંત્તિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણી કરાઇ રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર એર શો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. એકતા દિવસ નિમિત્તે યોજાયેલ આ પરેડમાં જવાનોએ અદભૂત પ્રદર્શન કર્યું હતું. જેમાં સૈનિકોએ હાથમાં વિવિધ દેશોના રાષ્ટ્ર ધ્વજ લઈને પરેડ કરી હતી. માત્ર જમીન પરજ નથી પરંતુ આ પરેડમાં આકાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં એર પાઈલેટ્સ દ્વારા એર શોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેવડિયામાં યોજાયેલ એકતા દિવસ પરેડમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચીંગ બેન્ડની 16 માર્ચીંગ ટુકડીનો સમાવેશ થાય છે. જેના ખાસ આકર્ષણોમાં NSG હેલ માર્ચ ટુકડી, BSF અને CRPF મહિલા અને પુરુષ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટ્સના સંયોજન પરનો શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો અને ભારતીય વાયુસેના દ્વારા 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટનો સમાવેશ થાય છે. મહિલાઓ દ્વારા દેશના વિવિધ ખૂણે ખૂણે વસેલા સાંસ્કૃતિક નૃત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભરતનાટ્યમ, કથક, ગરબા, મણિપુરી, કૂચિપૂડી, તેમજ વિવિધ પ્રાણીઓના વેશમાં સજ્જ કલાકારોએ આ પરેડમાં નૃત્ય કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે 31 ઓકટોબર એટલે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. જેમની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે આજે કેવડિયામાં ગ્રાન્ડ પરેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એટલે કે આજરોજ સવારે ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડ નિહાળી હતી.
ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંત્તિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણી કરાઇ રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર એર શો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. એકતા દિવસ નિમિત્તે યોજાયેલ આ પરેડમાં જવાનોએ અદભૂત પ્રદર્શન કર્યું હતું. જેમાં સૈનિકોએ હાથમાં વિવિધ દેશોના રાષ્ટ્ર ધ્વજ લઈને પરેડ કરી હતી. માત્ર જમીન પરજ નથી પરંતુ આ પરેડમાં આકાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં એર પાઈલેટ્સ દ્વારા એર શોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કેવડિયામાં યોજાયેલ એકતા દિવસ પરેડમાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચીંગ બેન્ડની 16 માર્ચીંગ ટુકડીનો સમાવેશ થાય છે. જેના ખાસ આકર્ષણોમાં NSG હેલ માર્ચ ટુકડી, BSF અને CRPF મહિલા અને પુરુષ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટ્સના સંયોજન પરનો શો, શાળાના બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો અને ભારતીય વાયુસેના દ્વારા 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટનો સમાવેશ થાય છે.
મહિલાઓ દ્વારા દેશના વિવિધ ખૂણે ખૂણે વસેલા સાંસ્કૃતિક નૃત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભરતનાટ્યમ, કથક, ગરબા, મણિપુરી, કૂચિપૂડી, તેમજ વિવિધ પ્રાણીઓના વેશમાં સજ્જ કલાકારોએ આ પરેડમાં નૃત્ય કર્યું હતું.