Gujarat Weather : રાજયમાં માવાઠાનું સંકટ ટળ્યું, ઠંડીનો ચમકારો રહેશે યથાવત

ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં રાજયમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે નલિયામાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,ડીસામાં 12.1 ડિગ્રી અને કેશોદમાં 12.4 ડિગ્રી,પાલનપુરમાં 13.2 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી,અમરેલીમાં 14.2 ડિગ્રી,વડોદરામાં 15.4 ડિગ્રી,વલસાડમાં 17.1 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજયમાં વરસાદનું સંકટ ટળયું રાજયમાં હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા નહિવત છે,અગાઉ માવઠું થવાની અપાઈ હતી આગાહી.2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી,જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.  

Gujarat Weather : રાજયમાં માવાઠાનું સંકટ ટળ્યું, ઠંડીનો ચમકારો રહેશે યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં રાજયમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે નલિયામાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,ડીસામાં 12.1 ડિગ્રી અને કેશોદમાં 12.4 ડિગ્રી,પાલનપુરમાં 13.2 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી,અમરેલીમાં 14.2 ડિગ્રી,વડોદરામાં 15.4 ડિગ્રી,વલસાડમાં 17.1 ડિગ્રી, દ્વારકામાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજયમાં વરસાદનું સંકટ ટળયું

રાજયમાં હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા નહિવત છે,અગાઉ માવઠું થવાની અપાઈ હતી આગાહી.2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી,જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી.

આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાવાની શક્યતા

બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ શકે એમ છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ છે, જેને પગલે તાપમાન ફ્રીઝિંગ પોઇંટ પર છે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી બર્ફીલા પવનો ફૂંકાવાના શરૂ થતાં અચાનક તાપમાનમાં મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.