Tapiના ઉચ્છલમાં નીમ કોટેડ યુરિયાને લઈ નોંધાયો ગુનો, ખેડૂતોને બનાવાતા હતા ઉલ્લું

તાપીના ઉચ્છલમાં નીમ કોટેડ યુરિયા મુદ્દે જિલ્લા એલસીબી પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે,પાંખરી ગામની સીમમાંથી શંકાસ્પદ યુરિયા ઝડપાયું હતું જેમાં FSLમાંથી રિપોર્ટ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સમગ્ર કેસમાં 400 બેગ યુરિયા ખાતર પોલીસે જપ્ત કર્યું હતું,જેમાં 3 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 4 શખ્સો સામે દાખલ કર્યો ગુનો જિલ્લા એલસીબી પોલીસે ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમમાંથી પકડેલ શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી પાડયું હતુ જેમાં મહારાષ્ટ્રમાંથી સબસીડી વાળુ નીમ કોટેડ યુરિયા ખાતર ભરી નવસારી જિલ્લાના રાનકુવા ખાતે લઈ જવામાં આવતું હતું પોલીસને શંકા જતા તપાસ હાથધરી હતી જેમાં સામે આવ્યુ કે આ નીમ કોટેડ યુરિયા ખાતર નથી,આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.400 બેગ ખાતર ઝડપાયું પોલીસે યુરિયા ખાતરના સેમ્પલ એફએસેલમાં મોકલી આપ્યા હતા જેમાં સામે આવ્યું કે ખાતર તો નીમ કોટેડ યુરિયા છે એટલે પોલીસે ગુનો નોંધ્યો હતો,આરોપીઓ કયાંથી ખાતર લાવીને કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,અન્ય કોઈ વેપારી સંકડાયેલા છે કે નહી તેને લઈ પણ તપાસ હાથધરી છે.પૃથક્કરણમાં જે ખાતરનો ઉપયોગ સબસીડી થકી માત્ર ખેડૂતો ખેતીમાં જ કરી શકતા હોય જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો નહી હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો છે. નીમ કોટેડ યુરિયા ખાતર છે શું નીમ કોટેડ યુરિયા જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓથી એમોનિકલ નાઇટ્રોજનનું નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં નાઇટ્રીફિકેશન કહેવાય છે. તે ઓગળવાની પ્રક્રિયાને ધીમી કરે છે. આને કારણે પાકને નાઇટ્રોજન તત્વ ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે. જમીનમાં નાઇટ્રોજન તત્વનો વ્યય થતો અટકાવે છે, જે યુરીયા ખાતરની કાર્યક્ષમતા વધારે છે. નીમ કોટેડ યુરિયાની કાર્યક્ષમતા સામાન્ય યુરિયા કરતા ર૦ થી રપ ટકા વધારે જોવા મળે છે. નીમ કોટેડ યુરિયા ખાતરની વધુ કાર્યક્ષમતાને કારણે પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.  

Tapiના ઉચ્છલમાં નીમ કોટેડ યુરિયાને લઈ નોંધાયો ગુનો, ખેડૂતોને બનાવાતા હતા ઉલ્લું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપીના ઉચ્છલમાં નીમ કોટેડ યુરિયા મુદ્દે જિલ્લા એલસીબી પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે,પાંખરી ગામની સીમમાંથી શંકાસ્પદ યુરિયા ઝડપાયું હતું જેમાં FSLમાંથી રિપોર્ટ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.સમગ્ર કેસમાં 400 બેગ યુરિયા ખાતર પોલીસે જપ્ત કર્યું હતું,જેમાં 3 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે 4 શખ્સો સામે દાખલ કર્યો ગુનો

જિલ્લા એલસીબી પોલીસે ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમમાંથી પકડેલ શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી પાડયું હતુ જેમાં મહારાષ્ટ્રમાંથી સબસીડી વાળુ નીમ કોટેડ યુરિયા ખાતર ભરી નવસારી જિલ્લાના રાનકુવા ખાતે લઈ જવામાં આવતું હતું પોલીસને શંકા જતા તપાસ હાથધરી હતી જેમાં સામે આવ્યુ કે આ નીમ કોટેડ યુરિયા ખાતર નથી,આ સમગ્ર ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

400 બેગ ખાતર ઝડપાયું

પોલીસે યુરિયા ખાતરના સેમ્પલ એફએસેલમાં મોકલી આપ્યા હતા જેમાં સામે આવ્યું કે ખાતર તો નીમ કોટેડ યુરિયા છે એટલે પોલીસે ગુનો નોંધ્યો હતો,આરોપીઓ કયાંથી ખાતર લાવીને કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,અન્ય કોઈ વેપારી સંકડાયેલા છે કે નહી તેને લઈ પણ તપાસ હાથધરી છે.પૃથક્કરણમાં જે ખાતરનો ઉપયોગ સબસીડી થકી માત્ર ખેડૂતો ખેતીમાં જ કરી શકતા હોય જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો નહી હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

નીમ કોટેડ યુરિયા ખાતર છે શું

નીમ કોટેડ યુરિયા જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુંઓથી એમોનિકલ નાઇટ્રોજનનું નાઇટ્રેટ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં નાઇટ્રીફિકેશન કહેવાય છે. તે ઓગળવાની પ્રક્રિયાને ધીમી કરે છે. આને કારણે પાકને નાઇટ્રોજન તત્વ ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે. જમીનમાં નાઇટ્રોજન તત્વનો વ્યય થતો અટકાવે છે, જે યુરીયા ખાતરની કાર્યક્ષમતા વધારે છે. નીમ કોટેડ યુરિયાની કાર્યક્ષમતા સામાન્ય યુરિયા કરતા ર૦ થી રપ ટકા વધારે જોવા મળે છે. નીમ કોટેડ યુરિયા ખાતરની વધુ કાર્યક્ષમતાને કારણે પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.