Khedaના વમાલી ગામમા ગેરકાયદેસર રેતી ખનનથી સ્થાનિકો અકળાયા,કહ્યું તંત્ર નથી સાંભળતુ વાત

ખેડામાં ખનન માફિયાઓ સામે ગ્રામજનોમાં રોષ ઠાસરા પ્રાંત અધિકારી, પોલીસને લેખિત રજૂઆત ગામમાં રોજના 80થી 90 ડમ્પર પસાર થતા હાલાકી ખેડાના વમાલી ગામમા ગેરકાયદેસર રેતી ખનનથી સ્થાનિકો અકળાયા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,ડંપરચાલક સ્કૂલ, આંગણવાડી પાસેથી પસાર થાય છે અને દાદાગીરી કરીને ગામની વચ્ચેથી પસાર થઈ રહી રહ્યાં છે,ગ્રામજનોએ આ બાબતે નાયબ કલેકટર તેમજ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે પરંતુ ગ્રામજનોની આ વાત તંત્ર સાંભળી નથી રહ્યું તેવા આક્ષેપ થયા છે. વમાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન રોકવા માંગણી ખેડાના વમાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન થતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે,માથાભારે તત્વો રોયલ્ટી વિના રેતી ખનન કરી રહ્યાં છે,ખાણ ખનીજ વિભાગના આશીર્વાદથી માફિયા બેફામ રેતી ખનન કરી રહ્યાં હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામાં આવ્યો છે.સ્થાનિકોએ આજે નાયબ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે,ગેરકાયદે રેતી ખનન અટકાવી ડંપરની અવર-જવર ગામમા બંધ કરવા માગ કરાઈ છે. આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કરશે આંદોલન ખનન માફિયાઓ વિરુદ્ધ દાનીયાની મુવાડીના ગ્રામજનો પણ લાલઘુમ છે.ગામની વચ્ચેથી દાદાગીરી કરી રેતી વાહનો ચાલે છે બેફામ તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ઓવરલોડ વાહનોથી અકસ્માતો થતા હોવાની વાત પણ અધિકારીઓને ગ્રામજનોએ કરી છે.સ્થાનિકોઓ ચિમકી ઉચ્ચારી છે કે,જો આ રેતી ખનન બંધ કરવામાં નહી આવે તો અગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. પખાલીને ડામ આપવા જેવી સ્થિતિ સર્જાઈ આણંદના વહેરાખાડી પાસે ગ્રામજનોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો,વહેરાખાડી પાસે મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે,ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાં ગેરકાયદેસર રેતી ખનનથી ઉંડા ખાડા પડયા છે.મહી નદીમાં સ્નાન કરવું જીવનો જોખમ બન્યું છે,તો ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવા માંગ કરી છે.  

Khedaના વમાલી ગામમા ગેરકાયદેસર રેતી ખનનથી સ્થાનિકો અકળાયા,કહ્યું તંત્ર નથી સાંભળતુ વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડામાં ખનન માફિયાઓ સામે ગ્રામજનોમાં રોષ
  • ઠાસરા પ્રાંત અધિકારી, પોલીસને લેખિત રજૂઆત
  • ગામમાં રોજના 80થી 90 ડમ્પર પસાર થતા હાલાકી

ખેડાના વમાલી ગામમા ગેરકાયદેસર રેતી ખનનથી સ્થાનિકો અકળાયા હતા,સ્થાનિકોનો આક્ષેપ છે કે,ડંપરચાલક સ્કૂલ, આંગણવાડી પાસેથી પસાર થાય છે અને દાદાગીરી કરીને ગામની વચ્ચેથી પસાર થઈ રહી રહ્યાં છે,ગ્રામજનોએ આ બાબતે નાયબ કલેકટર તેમજ પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે પરંતુ ગ્રામજનોની આ વાત તંત્ર સાંભળી નથી રહ્યું તેવા આક્ષેપ થયા છે.

વમાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન રોકવા માંગણી

ખેડાના વમાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન થતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યાં છે,સ્થાનિકોનું કહેવું છે,માથાભારે તત્વો રોયલ્ટી વિના રેતી ખનન કરી રહ્યાં છે,ખાણ ખનીજ વિભાગના આશીર્વાદથી માફિયા બેફામ રેતી ખનન કરી રહ્યાં હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્રારા કરવામાં આવ્યો છે.સ્થાનિકોએ આજે નાયબ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે,ગેરકાયદે રેતી ખનન અટકાવી ડંપરની અવર-જવર ગામમા બંધ કરવા માગ કરાઈ છે.


આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કરશે આંદોલન

ખનન માફિયાઓ વિરુદ્ધ દાનીયાની મુવાડીના ગ્રામજનો પણ લાલઘુમ છે.ગામની વચ્ચેથી દાદાગીરી કરી રેતી વાહનો ચાલે છે બેફામ તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.ઓવરલોડ વાહનોથી અકસ્માતો થતા હોવાની વાત પણ અધિકારીઓને ગ્રામજનોએ કરી છે.સ્થાનિકોઓ ચિમકી ઉચ્ચારી છે કે,જો આ રેતી ખનન બંધ કરવામાં નહી આવે તો અગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

પખાલીને ડામ આપવા જેવી સ્થિતિ સર્જાઈ

આણંદના વહેરાખાડી પાસે ગ્રામજનોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો,વહેરાખાડી પાસે મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે,ગ્રામજનોનો આક્ષેપ છે કે નદીમાં ગેરકાયદેસર રેતી ખનનથી ઉંડા ખાડા પડયા છે.મહી નદીમાં સ્નાન કરવું જીવનો જોખમ બન્યું છે,તો ગ્રામજનોએ ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવા માંગ કરી છે.