Bhavnagarના વલ્લભીપુર તાલુકાના 3 ગામો થયા સંપર્કવિહોણા, સ્થાનિકોની હાલત દયનીય
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના 3 ગામો સંપર્કવિહોણા થતા સ્થાનિકોની હાલત દયનીય બની છે.રાત્રે પડેલા ભારે વરસાદથી 3 ગામો સંપર્કવિહોણા બન્યા છે.ઘેલો નદી ગાંડીતૂર થતાં 3 ગામો સંપર્કવિહોણા થયા છે.આણંદપર, વિરડી, રાજપરા ભાલ ગામ સંપર્કવિહોણા થતા તમામ કોઝવે પાણીમાં ગરકાવ થતાં રસ્તા બંધ કરાયા છે.તંત્ર દ્વારા તમામ રોડ પર પોલીસ તૈનાત કરી દીધી છે. વલ્લભીપુર તાલુકામાં વધારે વરસાદ થયો છેલ્લા 24 કલાક દરમિયાન મહુવામાં સૌથી વધુ 7 ઈંચ, વલ્લભીપુર અને જેસરમાં 4 ઈંચ તો સિંહોર, પાલિતાણા અને ઘોઘામાં 3 ઈંચ ખાબક્યો છે,વલ્લભીપુરમાં વધારે વરસાદ થતા આસપાસના ગામો સંપર્ક વિહોણા થયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે.એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ બન્યું છે,ખેડૂતો તંત્ર પાસે આશા રાખીને બેઠા છે કે ખેતરોમાં જે પાણી ભરાયા છે તે જલદીથી ઉતરે અથવા તો મોટર દ્રારા પાણી ખેંચવામાં આવે. ભાવનગરના ભાલ પંથકમાં ઘેલો નદીના પાણી ઘૂસ્યા, ખેડૂતોનો પાક થયો નષ્ટ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ભાલ પંથકના ઘેલો નદીના પાણી ખેડૂતોના ખેતર અને ઘર સુધી પહોંચી ગયા છે.ભાલ પંથકના દેવળિયા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.આણંદપર, દેવળિયા, પાળિયાદ, રાજપરાનો રસ્તો બંધ થતા ગામમા જવાના રસ્તા બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કે ધારાસભ્ય જોવા શુદ્ધા આવ્યા નથી. ગામમાં જવાનો રસ્તો બંધ ભાલ પંથકમાં આવેલ દેવળીયા ગામમાં જવાનો રસ્તો થયો બંધ થયો છે,જેના કારણે ખેડૂતોને અને સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય તો 10 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.ભાલ પંથકના આણંદપર,દેવળીયા,પાળીયાદ તેમજ રાજપરા ગામનો રસ્તો બંધ થયો છે.ઘેલો નદીનું પાણી ભાલ પંથકમાં ફરી વળતા ગ્રામ્ય પંથકોના રસ્તાઓ બંધ થયા છે અને ગામની અંદર કે ગામની બહાર નિકળવું મુશ્કેલ થયું છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ બાકી શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં 1 ફૂટ બાકી છે,ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે,સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદ થતા તેનું પાણી પણ શેત્રુંજય ડેમમાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થઈ છે.શેત્રુંજી ડેમની જળ સપાટી 31.5 ફૂટે પહોંચી છે.શેત્રુંજી ડેમ 34 ફૂટે થાય છે ઓવરફલો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના 3 ગામો સંપર્કવિહોણા થતા સ્થાનિકોની હાલત દયનીય બની છે.રાત્રે પડેલા ભારે વરસાદથી 3 ગામો સંપર્કવિહોણા બન્યા છે.ઘેલો નદી ગાંડીતૂર થતાં 3 ગામો સંપર્કવિહોણા થયા છે.આણંદપર, વિરડી, રાજપરા ભાલ ગામ સંપર્કવિહોણા થતા તમામ કોઝવે પાણીમાં ગરકાવ થતાં રસ્તા બંધ કરાયા છે.તંત્ર દ્વારા તમામ રોડ પર પોલીસ તૈનાત કરી દીધી છે.
વલ્લભીપુર તાલુકામાં વધારે વરસાદ થયો
છેલ્લા 24 કલાક દરમિયાન મહુવામાં સૌથી વધુ 7 ઈંચ, વલ્લભીપુર અને જેસરમાં 4 ઈંચ તો સિંહોર, પાલિતાણા અને ઘોઘામાં 3 ઈંચ ખાબક્યો છે,વલ્લભીપુરમાં વધારે વરસાદ થતા આસપાસના ગામો સંપર્ક વિહોણા થયા છે ખેતરો બેટમાં ફેરવાયા છે.એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું મુશ્કેલ બન્યું છે,ખેડૂતો તંત્ર પાસે આશા રાખીને બેઠા છે કે ખેતરોમાં જે પાણી ભરાયા છે તે જલદીથી ઉતરે અથવા તો મોટર દ્રારા પાણી ખેંચવામાં આવે.
ભાવનગરના ભાલ પંથકમાં ઘેલો નદીના પાણી ઘૂસ્યા, ખેડૂતોનો પાક થયો નષ્ટ
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ભાલ પંથકના ઘેલો નદીના પાણી ખેડૂતોના ખેતર અને ઘર સુધી પહોંચી ગયા છે.ભાલ પંથકના દેવળિયા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.આણંદપર, દેવળિયા, પાળિયાદ, રાજપરાનો રસ્તો બંધ થતા ગામમા જવાના રસ્તા બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ કે ધારાસભ્ય જોવા શુદ્ધા આવ્યા નથી.
ગામમાં જવાનો રસ્તો બંધ
ભાલ પંથકમાં આવેલ દેવળીયા ગામમાં જવાનો રસ્તો થયો બંધ થયો છે,જેના કારણે ખેડૂતોને અને સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉ હોય તો 10 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.ભાલ પંથકના આણંદપર,દેવળીયા,પાળીયાદ તેમજ રાજપરા ગામનો રસ્તો બંધ થયો છે.ઘેલો નદીનું પાણી ભાલ પંથકમાં ફરી વળતા ગ્રામ્ય પંથકોના રસ્તાઓ બંધ થયા છે અને ગામની અંદર કે ગામની બહાર નિકળવું મુશ્કેલ થયું છે.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1 ફૂટ બાકી
શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં 1 ફૂટ બાકી છે,ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે,સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદ થતા તેનું પાણી પણ શેત્રુંજય ડેમમાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થઈ છે.શેત્રુંજી ડેમની જળ સપાટી 31.5 ફૂટે પહોંચી છે.શેત્રુંજી ડેમ 34 ફૂટે થાય છે ઓવરફલો.