Ahmedabad: જમીન વિવાદને પગલે જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા ઉઠી માંગ
અમદાવાદના વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું. જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવાની માંગ કરવામાં આવી. મંદિરની સામે ગૌચર જમીન મામલે ભ્રષ્ટાચાર સામે આવતા ભક્તોની લાગણી દુભાઈ. જેને લઈને સામાજીક કાર્યકર્તા દ્વારા જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી. વિવાદમાં સપડાતા જગન્નાથ મંદિરનો કાર્યભાર ટ્રસ્ટના બદલે સરકારને સોંપવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠવા લાગી છે.ગૌચર જમીન વિવાદવિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ ઉઠી. છેલ્લા કેટલાક સમયથી જગન્નાથ મંદિર ગૌચર જમીનને લઈને વિવાદમાં સપડાયું છે. મંદિરની ગૌચર જમીનને કરોડોની કિમંતમાં વેચાણ કરી દેવામાં આવ્યું હતું. જો કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિરની જમીનને ટ્રસ્ટને પાછી સોંપવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. VHPએ આક્ષેપ કર્યો હતો કે કૌભાંડીઓએ કરોડોની કમાણી કરવા જમીનના દસ્તાવેજો સાથે છેડછાડ કરી બારોબાર કરોડોના ભાવે મંદિરની જમીન વેચી દીધી.આ મામલો કોર્ટમાં છે. જગન્નાથ મંદિર જમીન મામલે લાંબા સમય સુધી વિવાદમાં છે. આથી જ આ વિવાદને પગલે હવે સામાજીક કાર્યકર્તા આગળ આવ્યા છે. મંદિર સાથે લાખો આસ્થાળુઓની લાગણી સંકળાયેલી હોવાથી યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી કે મંદિરનો કાર્યભાર સરકારને સોંપવામાં આવે. જગન્નાથ મંદિરશહેરનું જગન્નાથ મંદિર ભારત ઉપરાંત વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરમાં અષાઢી બીજના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે. તેના બાદ અમદાવાદનું જગન્નાથ મંદિર ત્રીજું મોટું મંદિર છે જ્યાં વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે. જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રામાં મુખ્ય ત્રણ રથ હોય છે. આ ત્રણ રથમાં ભગવાન કૃષ્ણ બહેન સુભદ્રા અને બલરામ સાથે નગર પરિભ્રમણ કરવા નીકળે છે. એવું કહેવાય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ તેમનું સ્થાન છોડી તેમની પ્રજા સાથે મિલન કરવા નગરચર્યા કરે છે. રથયાત્રા નિહાળવા સ્થાનિકો સહિત દૂર દૂરથી લોકો આવતા હોય છે. વિશ્વમાં પણ ખ્યાતિ પામેલ અમદાવાદનું જગન્નાથ મંદિર જમીનને લઈને વિવાદમાં જોવા મળ્યું. યાત્રાધામ વિકાસ બોર્ડગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની રચના વર્ષ 1995માં પ્રથમ વખત કરવામાં આવી હતી. આ બોર્ડ શરૂઆતમાં ચાર વર્ષ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સાથે સંકળાયેલું હતું અને વર્ષ 1999થી સ્વતંત્ર બન્યું હતું. આ બોર્ડમાં ગુજરાતના અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, આશાપુરા જેવા પ્રખ્યાત મંદિરોનો સમાવેશ કરાયો છે. આ તમામ મંદિરોના સ્થાન પર યાત્રિકોને વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે.અને એટલે જે હવે અમદાવાદના જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવાની માંગ ઉઠી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું. જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવાની માંગ કરવામાં આવી. મંદિરની સામે ગૌચર જમીન મામલે ભ્રષ્ટાચાર સામે આવતા ભક્તોની લાગણી દુભાઈ. જેને લઈને સામાજીક કાર્યકર્તા દ્વારા જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી. વિવાદમાં સપડાતા જગન્નાથ મંદિરનો કાર્યભાર ટ્રસ્ટના બદલે સરકારને સોંપવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠવા લાગી છે.
ગૌચર જમીન વિવાદ
વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવા માંગ ઉઠી. છેલ્લા કેટલાક સમયથી જગન્નાથ મંદિર ગૌચર જમીનને લઈને વિવાદમાં સપડાયું છે. મંદિરની ગૌચર જમીનને કરોડોની કિમંતમાં વેચાણ કરી દેવામાં આવ્યું હતું. જો કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિરની જમીનને ટ્રસ્ટને પાછી સોંપવામાં આવે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. VHPએ આક્ષેપ કર્યો હતો કે કૌભાંડીઓએ કરોડોની કમાણી કરવા જમીનના દસ્તાવેજો સાથે છેડછાડ કરી બારોબાર કરોડોના ભાવે મંદિરની જમીન વેચી દીધી.આ મામલો કોર્ટમાં છે. જગન્નાથ મંદિર જમીન મામલે લાંબા સમય સુધી વિવાદમાં છે. આથી જ આ વિવાદને પગલે હવે સામાજીક કાર્યકર્તા આગળ આવ્યા છે. મંદિર સાથે લાખો આસ્થાળુઓની લાગણી સંકળાયેલી હોવાથી યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી કે મંદિરનો કાર્યભાર સરકારને સોંપવામાં આવે.
જગન્નાથ મંદિર
શહેરનું જગન્નાથ મંદિર ભારત ઉપરાંત વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. ઓડિશાના પુરીના જગન્નાથ મંદિરમાં અષાઢી બીજના રોજ રથયાત્રા કાઢવામાં આવે છે. તેના બાદ અમદાવાદનું જગન્નાથ મંદિર ત્રીજું મોટું મંદિર છે જ્યાં વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે. જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રામાં મુખ્ય ત્રણ રથ હોય છે. આ ત્રણ રથમાં ભગવાન કૃષ્ણ બહેન સુભદ્રા અને બલરામ સાથે નગર પરિભ્રમણ કરવા નીકળે છે. એવું કહેવાય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન કૃષ્ણ તેમનું સ્થાન છોડી તેમની પ્રજા સાથે મિલન કરવા નગરચર્યા કરે છે. રથયાત્રા નિહાળવા સ્થાનિકો સહિત દૂર દૂરથી લોકો આવતા હોય છે. વિશ્વમાં પણ ખ્યાતિ પામેલ અમદાવાદનું જગન્નાથ મંદિર જમીનને લઈને વિવાદમાં જોવા મળ્યું.
યાત્રાધામ વિકાસ બોર્ડ
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની રચના વર્ષ 1995માં પ્રથમ વખત કરવામાં આવી હતી. આ બોર્ડ શરૂઆતમાં ચાર વર્ષ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સાથે સંકળાયેલું હતું અને વર્ષ 1999થી સ્વતંત્ર બન્યું હતું. આ બોર્ડમાં ગુજરાતના અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, આશાપુરા જેવા પ્રખ્યાત મંદિરોનો સમાવેશ કરાયો છે. આ તમામ મંદિરોના સ્થાન પર યાત્રિકોને વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે.અને એટલે જે હવે અમદાવાદના જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવાની માંગ ઉઠી.