Bharuchમાં વરસાદી કાંસમાં એસટી બસ ખાબકી, 15થી વધુ વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થયા
ભરૂચમાં વરસાદી કાંસમાં એસટી બસ ખાબકી છે,વિધાર્થીઓને ભરેલી એસટી બસ કાંસમાં ખાબકતા વિધાર્થીઓ અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ચાંદપીર દરગાહ પાસે આ ઘટના બની હતી,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને એસટી બસના ડ્રાઈવરની પૂછપરછ કરી છે. ભરૂચમાં બસ વરસાદી કાંસમાં ખાબકી ભરૂચમાં આજે સવારે મુસાફરો ભરેલી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી જેના કારણે દોડધામ મચી હતી આસપાસના સ્થાનિકો અને વેપારીઓ દ્રારા બસમાંથી મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પોલીસે અકસ્માતને લઈ નિવેદન નોંધ્યા છે અને ડ્રાઈવરની પૂછપરછ કરી છે,ડ્રાઈવરે નશો કર્યો છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી હતી બસ. અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2ના મોત, 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બનાસકાંઠાના અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,ખેડાના કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મુસાફરોનો આક્ષેપ છે કે,ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.ગુજરાતમાં આજે બે બસે મારી પલટીગુજરાતમાં આજે બે બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે એક ખાનગી બસ અને બીજી સરકારી એસટી બસે પલટી મારી છે,બનાસકાંઠાની ઘટનામાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત છે તો ભરૂચમાં 15 વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.ઈજાગ્રસ્તોને ખસેડયા સારવાર હેઠળ ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અંબાજીથી દાંત વચ્ચે લકઝરી બસનો અકસ્માત થયો છે.4થી વધુ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવાામાં કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે પ્રોટેકશન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ એટલે મોટી જાનહાની ટળી હતી,હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચમાં વરસાદી કાંસમાં એસટી બસ ખાબકી છે,વિધાર્થીઓને ભરેલી એસટી બસ કાંસમાં ખાબકતા વિધાર્થીઓ અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ચાંદપીર દરગાહ પાસે આ ઘટના બની હતી,સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને એસટી બસના ડ્રાઈવરની પૂછપરછ કરી છે.
ભરૂચમાં બસ વરસાદી કાંસમાં ખાબકી
ભરૂચમાં આજે સવારે મુસાફરો ભરેલી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી જેના કારણે દોડધામ મચી હતી આસપાસના સ્થાનિકો અને વેપારીઓ દ્રારા બસમાંથી મુસાફરોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પોલીસે અકસ્માતને લઈ નિવેદન નોંધ્યા છે અને ડ્રાઈવરની પૂછપરછ કરી છે,ડ્રાઈવરે નશો કર્યો છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી હતી બસ.
અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2ના મોત, 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
બનાસકાંઠાના અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,ખેડાના કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મુસાફરોનો આક્ષેપ છે કે,ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.
ગુજરાતમાં આજે બે બસે મારી પલટી
ગુજરાતમાં આજે બે બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે એક ખાનગી બસ અને બીજી સરકારી એસટી બસે પલટી મારી છે,બનાસકાંઠાની ઘટનામાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત છે તો ભરૂચમાં 15 વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.
ઈજાગ્રસ્તોને ખસેડયા સારવાર હેઠળ
ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અંબાજીથી દાંત વચ્ચે લકઝરી બસનો અકસ્માત થયો છે.4થી વધુ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવાામાં કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે પ્રોટેકશન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ એટલે મોટી જાનહાની ટળી હતી,હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.