Vadodara: પૂર બાદ લોકોમાં આક્રોશ, નદી પર થયેલા દબાણો દૂર કરવા માગ
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નદી પર થયેલા દબાણો દૂર કરવા માટે લોકો માગ કરી રહ્યા છે અને વડોદરાના અનેક વિસ્તારોમાં તેને લઈને હોર્ડિંગ્સ લાગ્યા છે.શહેરની ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની માગ ઉઠી વિશ્વામિત્રી નદી મૂળ સ્વરૂપમાં પાછી આપવાની લડત શહેરમાં શરૂ કરવામાં આવી છે. ભાજપ સાથે જોડાયેલા નાગરિકો હવે આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. આવતીકાલે વડોદરા નાગરિક સંઘર્ષ મંચની બેઠક મળશે. શહેરના નાગરિકો જાતે જ સમિતિઓ બનાવી લડત ચલાવશે. NGT અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માગ કરવામાં આવી છે અને શહેરની ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની માગ ઉઠી રહી છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો તમને જણાવી દઈએ કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં કાઉન્સિલરો નેતાઓ અને રાજકીય અગ્રણીઓ સામે વિરોધ ઉઠ્યો હતો, ત્યારે આજે વોર્ડ નંબર 16માં પૂરના પાણીને પગલે કરોડો રૂપિયાનું નુકસાન નાગરિકોને પહોંચ્યું હોય સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલની રજૂઆત બાદ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ, ભાજપના વોર્ડના બંને કાઉન્સિલરો અને અધિકારીઓની ટીમ વોર્ડ નંબર 16માં મુલાકાત લીધી હતી. અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા આવ્યા હોવાના આક્ષેપો જ્યાં નાગરિકોએ નેતાઓ અને અધિકારીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથે સાથે વહેલી તકે વરસાદી વિકાસ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ કાંસ ઉપર થયેલા દબાણો દૂર કરવા માગ કરી હતી, બીજી તરફ નાગરિકોને પડખે રહેલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલે અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને હજુ પણ આ કાંસની કામગીરીને અધિકારીઓની લોલીપોપ જણાવી હતી. અધિકારીઓએ બે પાર્ટમાં કાંસ બનાવવાની રજૂઆત કરતા એક જ વખતમાં સંપૂર્ણ કાંસનું કામ પૂર્ણ કરવા માગ કરી હતી. શહેરમાં પૂર બાદ રોગચાળો પણ વર્ક્યો બીજી તરફ શહેરમાં પૂર બાદ રોગચાળો પણ વર્ક્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે તો શંકાસ્પદ ડેન્ગ્યુના 43 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો 1 કેસ અને શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે. ત્યારે મેલેરિયાના 3 કેસ અને શંકાસ્પદ 402 કેસ નોંધાયા છે. આ સાથે જ ઝાડા ઉલટીના 106 કેસ નોંધાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નદી પર થયેલા દબાણો દૂર કરવા માટે લોકો માગ કરી રહ્યા છે અને વડોદરાના અનેક વિસ્તારોમાં તેને લઈને હોર્ડિંગ્સ લાગ્યા છે.
શહેરની ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની માગ ઉઠી
વિશ્વામિત્રી નદી મૂળ સ્વરૂપમાં પાછી આપવાની લડત શહેરમાં શરૂ કરવામાં આવી છે. ભાજપ સાથે જોડાયેલા નાગરિકો હવે આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. આવતીકાલે વડોદરા નાગરિક સંઘર્ષ મંચની બેઠક મળશે. શહેરના નાગરિકો જાતે જ સમિતિઓ બનાવી લડત ચલાવશે. NGT અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માગ કરવામાં આવી છે અને શહેરની ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની માગ ઉઠી રહી છે.
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
તમને જણાવી દઈએ કે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં કાઉન્સિલરો નેતાઓ અને રાજકીય અગ્રણીઓ સામે વિરોધ ઉઠ્યો હતો, ત્યારે આજે વોર્ડ નંબર 16માં પૂરના પાણીને પગલે કરોડો રૂપિયાનું નુકસાન નાગરિકોને પહોંચ્યું હોય સ્થાનિક કાઉન્સિલર સ્નેહલ પટેલની રજૂઆત બાદ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ, ભાજપના વોર્ડના બંને કાઉન્સિલરો અને અધિકારીઓની ટીમ વોર્ડ નંબર 16માં મુલાકાત લીધી હતી.
અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા આવ્યા હોવાના આક્ષેપો
જ્યાં નાગરિકોએ નેતાઓ અને અધિકારીઓ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો સાથે સાથે વહેલી તકે વરસાદી વિકાસ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ કાંસ ઉપર થયેલા દબાણો દૂર કરવા માગ કરી હતી, બીજી તરફ નાગરિકોને પડખે રહેલ કાઉન્સિલર સ્નેહલબેન પટેલે અધિકારીઓ છેલ્લા ત્રણ વર્ષથી લોલીપોપ આપતા આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને હજુ પણ આ કાંસની કામગીરીને અધિકારીઓની લોલીપોપ જણાવી હતી. અધિકારીઓએ બે પાર્ટમાં કાંસ બનાવવાની રજૂઆત કરતા એક જ વખતમાં સંપૂર્ણ કાંસનું કામ પૂર્ણ કરવા માગ કરી હતી.
શહેરમાં પૂર બાદ રોગચાળો પણ વર્ક્યો
બીજી તરફ શહેરમાં પૂર બાદ રોગચાળો પણ વર્ક્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે તો શંકાસ્પદ ડેન્ગ્યુના 43 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો 1 કેસ અને શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે. ત્યારે મેલેરિયાના 3 કેસ અને શંકાસ્પદ 402 કેસ નોંધાયા છે. આ સાથે જ ઝાડા ઉલટીના 106 કેસ નોંધાયા છે.