Suratમાં મનપાની બેદરકારીથી બાળકીનું મોત, મોઢા પર પડયું ગટરનું ઢાંકણ, વાંચો Story
સુરતમાં મનપાની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે જેમાં 5 વર્ષીય બાળકી પર ગટરનું ઢાંકણું પડતાં મોત થયું છે.બીજી તરફ ડીંડોલીમાં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે જેમાં રોડ પર ખુલ્લા ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા હતા જેના કારણે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,બાળકી રમતા-રમતા પડી ગઈ હતી અને મોતને ભેટી. ઢાંકણમાં પડી બાળકી સુરતમાં મનપાની મોટી બેદરકારીના કારણે એક બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે,કામગીરીને લઈ ગટરના ઢાંકણા ખુલ્લામાં મુકાયા હતા અને બાળક રમતા-રમતા નીચે પડી ગયું જેના કારણે તેનું મોત થયું હતુ,રમી રહેલી બે બાળકી પર ગટરનું ઢાંકણું પડ્યું હતુ જેમાં પાંચ વર્ષીય બાળકીનું મોત થયું તો અન્ય બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી,બાળકીને બચાવવા પડેલ એક વ્યકિત પણ ઈજાગ્રસ્ત થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે આ મામલે જાણવાજોગ અરજી લીધી છે. ઘટનામાં 5 વર્ષીય બાળકીનું મોત ડીંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું છે.ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા રમતા-રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફેક્ચર આવ્યું હતું.ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોલીસે હાથધરી તપાસ આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે જેમાં કોર્પોરેશનના અધિકારીઓના જવાબો પણ લેવામાં આવ્યા છે.કોની બેદરકારીથી આ મોત થયું છે તેને લઈ તપાસ ચાલી રહી છે,સાથે સાથે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે,અને મૃતદેહને પીએમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,પોલીસને એવું છે કે કોઈએ બાળકીની હત્યા તો નથી કરી નાખીને તેને લઈ તે દિશામાં પણ તપાસ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં મનપાની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે જેમાં 5 વર્ષીય બાળકી પર ગટરનું ઢાંકણું પડતાં મોત થયું છે.બીજી તરફ ડીંડોલીમાં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે જેમાં રોડ પર ખુલ્લા ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા હતા જેના કારણે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,બાળકી રમતા-રમતા પડી ગઈ હતી અને મોતને ભેટી.
ઢાંકણમાં પડી બાળકી
સુરતમાં મનપાની મોટી બેદરકારીના કારણે એક બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે,કામગીરીને લઈ ગટરના ઢાંકણા ખુલ્લામાં મુકાયા હતા અને બાળક રમતા-રમતા નીચે પડી ગયું જેના કારણે તેનું મોત થયું હતુ,રમી રહેલી બે બાળકી પર ગટરનું ઢાંકણું પડ્યું હતુ જેમાં પાંચ વર્ષીય બાળકીનું મોત થયું તો અન્ય બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી,બાળકીને બચાવવા પડેલ એક વ્યકિત પણ ઈજાગ્રસ્ત થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે આ મામલે જાણવાજોગ અરજી લીધી છે.
ઘટનામાં 5 વર્ષીય બાળકીનું મોત
ડીંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું છે.ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા રમતા-રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્ન કર્યો હતો પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફેક્ચર આવ્યું હતું.ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પોલીસે હાથધરી તપાસ
આ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે જેમાં કોર્પોરેશનના અધિકારીઓના જવાબો પણ લેવામાં આવ્યા છે.કોની બેદરકારીથી આ મોત થયું છે તેને લઈ તપાસ ચાલી રહી છે,સાથે સાથે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે,અને મૃતદેહને પીએમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે,પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે,પોલીસને એવું છે કે કોઈએ બાળકીની હત્યા તો નથી કરી નાખીને તેને લઈ તે દિશામાં પણ તપાસ કરી છે.