Ambalal Patelની ઠંડીને લઈ મોટી આગાહી, મધ્યગુજરાતમાં પડશે સૌથી વધારે ઠંડી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે જેમાં વાદળછાયા વાતાવરણને લઈ હાલામાં તો ઠંડી ઓછી છે પણ આગામી સમયમાં વધુ ઠંડી પડી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા સેવાઈ રહી છે.ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો નીચે જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા સેવાઈ રહી છે.ગાંધીનગરમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જાણો કેવું રહેશે વાતાવરણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત, વલસાડમાં પારો 15 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે.જૂનાગઢ, અમરેલીમાં પારો 15 ડિગ્રી રહેવાની શક્યતા છે તો રાજકોટ સહિતના ભાગોમાં પારો 15 ડિગ્રી સુધી જઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.23 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રારંભમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.16થી 22 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો અને ચોમાસા પર તેની વિપરીત અસર રહેશે.દરિયાઈ પરિબળો સાનુકૂળ થશે તો ભારતીય ચોમાસું આવી શકે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.2થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે તે નક્કી છે. ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે. રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.  

Ambalal Patelની ઠંડીને લઈ મોટી આગાહી, મધ્યગુજરાતમાં પડશે સૌથી વધારે ઠંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે જેમાં વાદળછાયા વાતાવરણને લઈ હાલામાં તો ઠંડી ઓછી છે પણ આગામી સમયમાં વધુ ઠંડી પડી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા સેવાઈ રહી છે.ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો નીચે જશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા સેવાઈ રહી છે.ગાંધીનગરમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જાણો કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત, વલસાડમાં પારો 15 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે.જૂનાગઢ, અમરેલીમાં પારો 15 ડિગ્રી રહેવાની શક્યતા છે તો રાજકોટ સહિતના ભાગોમાં પારો 15 ડિગ્રી સુધી જઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.23 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રારંભમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.16થી 22 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો અને ચોમાસા પર તેની વિપરીત અસર રહેશે.દરિયાઈ પરિબળો સાનુકૂળ થશે તો ભારતીય ચોમાસું આવી શકે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.

વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.2થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે તે નક્કી છે.

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ

ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.