ભાદરવો ભરપૂરઃ ગીરનાર પર 10 ઈંચ, વિસાવદર 7 ઈંચ, જુનાગઢ જિલ્લો,ધોરાજી, ઉપલેટામાં 4 ઈંચ

સૌરાષ્ટ્રમાં સરેરાશ 40.50 અને ગુજરાતમાં એકંદરે 46.50 ઈંચ વરસાદ : ગીરનારના પગથિયા  ઝરણાં બન્યા, તળેટીમાં વાહનો તણાયાઃ માંગરોળ, વંથલી, માણાવદર, ભેંસાણમાં 3થી 4, કેશોદ, કોટડાસાંગાણી,જામકંડોરણા,જેતપુર, કુંકાવાવ, બગસરા, ડોળાસા, બાબરા, કુતિયાણા, રાજુલા સહિત સ્થળે 1થી3 ઈંચ રાજકોટ, : ભાદરવા માસમાં આજે સતત બીજા દિવસે એક તરફ અગિયારસનું શ્રાધ્ધ છે, સૂર્યનો પૂષ્ય નક્ષત્રમાંથી હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થયો છે તે ટાંકણે મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી બિહાર વચ્ચે સર્જાયેલા ટ્રોફ (હવાના નીચા દબાણનો વિસ્તાર) જેવા પરિબળોથી અર્ધા ગુજરાતમાંથી તા. 25 પહેલા વિદાય લેનાર  મેઘરાજા બાકીના ખાસ કરીને દક્ષિણ તરફના સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વ્યાપક ધોધમાર વરસાદ વરસાવ્યો છે. વિસાવદરમાં ગત રાત્રિથી આજ સવાર સુધીમાં ધોધમાર 6 ઈંચ બાદ આજે રાત્રે વધુ દોઢ ઈંચ સહિત 7.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત આજે રાત્રિ સુધીમા જુનાગઢ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકામાં તેમજ રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં ધોધમાર 4 ઈંચ વરસાદથી ફરી એક વાર જળબંબાકાર સર્જાયો હતો, નદીમાં પૂર આવ્યા હતા. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ, બોટાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર  અને ગુજરાતના વલસાડ, ખેડા,નવસારી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા વગેરે પંથકમાં  ધોધમાર વરસાદ વરસાવ્યો હતો જ્યારે મોરબી, કચ્છ, જામનગર, દ્વારકા જિલ્લામાં પ્રમાણ ઓછુ રહ્યું હતું. રાજ્યમાં આજે સવારે 6થી રાત્રે 8 સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સર્વાધિક સુરતના ઉમરપાડામાં સવા ચાર ઈંચ છે. રાજ્યમાં ગત વર્ષે 38 ઈંચ સામે આ વર્ષે આજ સુધીમાં સરેરાશ 46.50 ઈંચ વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતા 37 ટકા વધુ વિક્રમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સરેરાશ 40.50 ઈંચ વરસાદ આજ સુધીમાં થયો છે. જુનાગઢથી અહેવાલ મૂજબ વિસાવદરમાં 6 ઈંચ ઉપરાંત આજે બપોર બાદ સોરઠ પંથકમાં મેઘરાજા તૂટી પડયા હતા. જુનાગઢ શહેર, તાલુકામાં 4 ઈંચ અને દાતાર અને ગીરનાર  ક્ષેત્રમાં તો ધોધમાર 10 ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર સર્જાયો હતો. ગીરનારના પગથિયા ધસમસતા પાણીના પ્રવાહથી ઝરણાં બની ગયા હતા. તો ભવનાથ તળેટી વિસ્તારમાં ભારતી આશ્રમના ગેટ પાસે બાઈક અને કાર પાણીના પ્રવાહમાં તણાયા હતા, રસ્તો તુટી ગયો હતો. સોનરખ,કાળવા નદીમા પૂર સાથે જિલ્લાના અનેક જળાશયો ફરી છલકાયા હતા. સોરઠ પંથકમાં માણાવદર અને ભેંસાણ તાલુકામાં 3.50 ઈંચ, માંગરોળ અને વંથલીમાં 3 ઈંચ, કેશોદમાં 2 ઈંચ, સહિત સમગ્ર જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. ઉપલેટામાં 3 ઈંચ અને આસપાસના ગામોમાં આજે બપોરથી સાંજ સુધીમાં 3થી 4 ઈંચ વરસાદ વરસી જતા ફરી એક વાર આ વિસ્તારે જળબંબાકારનો અનુભવ કર્યો હતો. ઓસમ ડુંગર પાસે પાટણવાવમાં 4 ઈંચથી વધુ વરસાદના અહેવાલ છે. ઉપલેટામાં મૌસમનો વરસાદ 47.50 ઈંચ થયો છે.રાજકોટ જિલ્લામાં (1) ધોરાજીમાં વધુ એક વાર ધોધમાર 4 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં 2થી3 ઈંચ વરસાદના અહેવાલ છે. (2) જ્યારે જામકંડોરણામાં આજે વધુ 1 ઈંચ વરસાદ સાથે તાલુકાનો મૌસમનો વરસાદ 46 ઈંચ થયો છે. (3) ગોંડલમાં ગઈકાલથી શરૂ થયેલ મેઘવર્ષામાં આજે એક  ઈંચ સહિત 24  કલાકમાં આશરે અઢી ઈંચ પાણી વરસી જતા શહેરના બન્ને અન્ડરબ્રિજ,કોલેજ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા. (૪) જેતપુરમાં પણ આજે દોઢ ઈંચ સહિત અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. મૌસમનો વરસાદ 43 ઈંચ થયો છે. (5) રાજકોટ શહેરમાં પણ આજે ઝાપટાં વરસ્યા હતા જ્યારે નજીક કોટડાસાંગાણી તાલુકામાં ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં 2 ઈંચ ધોધમાર વરસાદ વરસી ગયો છે. (6) રાજકોટ-ભાવનગર રોડ પર જસદણમાં દોઢ ઈંચ અને વિંછીયામાં પોણો ઈંચ વરસાદ આજે નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા જારી રહી હતી.અને જિલ્લાના દરિયાકિનારે 45 કિ.મી.ની તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની આગાહીના પગલે માછીમારોને સતર્ક રહેવા જણાવાયું હતું. બગસરામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદના અહેવાલો છે, અને મુંજીયાસર ડેમ છલકાવાની તૈયારીમાં છે. સત્તાવાર સૂત્રો અનુસાર કુંકાવાવ વડિયામાં આજે  વધુ બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં આ ઉપરાંત આજે બાબરામાં દોઢ ઈંચ, રાજુલામાં વધુ એક ઈંચ, ડોળાસામાં આશરે દોઢ  ઈંચ,જાફરાબાદ, બગસરા સહિત  સહિત વ્યાપક વરસાદ થતા કૃષિને પિયત મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહૌલ છવાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે મેઘસવારી જારી રહી હતી જેમાં કોડીનારમાં આજે મોડી સાંજે દોઢ ઈંચ, ગીરગઢડા, ઉનામાં એક ઈંચ અને અન્યત્ર હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે ચુડામાં અઢી ઈંચ, સાયલા, વઢવાણમાં દોઢ ઈંચ, મુળી,ચોટીલા સહિત વિસ્તારોમાં પોણોથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સવા ઈંચ, જામનગર જિલ્લાના ધ્રોલ, જામજોધપુર, સહિત સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદથી એકંદરે કૃષિને ફાયદો થયો  છે. ઉલ્લેખનીય છે કે અર્ધા સૌરાષ્ટ્રમાં એટલે કે સુરેન્દ્રનગર, જુનાગઢ સુધી ઉત્તર તરફના મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, વગેરે જિલ્લામાં વરસાદની વિદાય થયાનું ચાર દિવસ પહેલા જાહેર કરાયું છે અને બાદ અર્ધા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સીસ્ટમથી વરસાદની વિદાય અટકી ગઈ છે.સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદથી રાજકોટ,અમરેલી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, કેશોદ, જુનાગઢ સહિતના સ્થળોએ તાપમાનનો પારો ગગડયો હતો અને મહત્તમ તાપમાન જે 33-34  સે.એ પહોંચી ગયું હતું તે આજે 30  સે.થી નીચે રહ્યું હતું અને દિવસ આખો એકંદરે  ઠંડક અનુભવાઈ હતી. 

ભાદરવો ભરપૂરઃ ગીરનાર પર 10 ઈંચ, વિસાવદર 7 ઈંચ, જુનાગઢ જિલ્લો,ધોરાજી, ઉપલેટામાં 4  ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સૌરાષ્ટ્રમાં સરેરાશ 40.50 અને ગુજરાતમાં એકંદરે 46.50 ઈંચ વરસાદ : ગીરનારના પગથિયા  ઝરણાં બન્યા, તળેટીમાં વાહનો તણાયાઃ 

માંગરોળ, વંથલી, માણાવદર, ભેંસાણમાં 3થી 4, કેશોદ, કોટડાસાંગાણી,જામકંડોરણા,જેતપુર, કુંકાવાવ, બગસરા, ડોળાસા, બાબરા, કુતિયાણા, 

રાજુલા સહિત સ્થળે 1થી3 ઈંચ 

રાજકોટ, : ભાદરવા માસમાં આજે સતત બીજા દિવસે એક તરફ અગિયારસનું શ્રાધ્ધ છે, સૂર્યનો પૂષ્ય નક્ષત્રમાંથી હસ્ત નક્ષત્રમાં પ્રવેશ 

થયો છે તે ટાંકણે મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી બિહાર વચ્ચે સર્જાયેલા ટ્રોફ (હવાના નીચા દબાણનો 

વિસ્તાર) જેવા પરિબળોથી અર્ધા ગુજરાતમાંથી તા. 25 પહેલા વિદાય લેનાર  મેઘરાજા બાકીના ખાસ કરીને દક્ષિણ તરફના 

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વ્યાપક ધોધમાર વરસાદ વરસાવ્યો છે. વિસાવદરમાં ગત રાત્રિથી આજ સવાર સુધીમાં ધોધમાર 6 ઈંચ બાદ આજે 

રાત્રે વધુ દોઢ ઈંચ સહિત 7.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત આજે રાત્રિ સુધીમા જુનાગઢ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકામાં 

તેમજ રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં ધોધમાર 4 ઈંચ વરસાદથી ફરી એક વાર જળબંબાકાર સર્જાયો હતો, નદીમાં પૂર 

આવ્યા હતા. 

આજે સૌરાષ્ટ્રના જુનાગઢ, બોટાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર  અને ગુજરાતના વલસાડ, ખેડા,નવસારી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા 

વગેરે પંથકમાં  ધોધમાર વરસાદ વરસાવ્યો હતો જ્યારે મોરબી, કચ્છ, જામનગર, દ્વારકા જિલ્લામાં પ્રમાણ ઓછુ રહ્યું હતું. રાજ્યમાં આજે 

સવારે 6થી રાત્રે 8 સુધીમાં 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સર્વાધિક સુરતના ઉમરપાડામાં સવા ચાર ઈંચ છે. રાજ્યમાં ગત વર્ષે 

38 ઈંચ સામે આ વર્ષે આજ સુધીમાં સરેરાશ 46.50 ઈંચ વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતા 37 ટકા 

વધુ વિક્રમી વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સરેરાશ 40.50 ઈંચ વરસાદ આજ સુધીમાં થયો છે. 

જુનાગઢથી અહેવાલ મૂજબ વિસાવદરમાં 6 ઈંચ ઉપરાંત આજે બપોર બાદ સોરઠ પંથકમાં મેઘરાજા તૂટી પડયા હતા. જુનાગઢ શહેર, 

તાલુકામાં 4 ઈંચ અને દાતાર અને ગીરનાર  ક્ષેત્રમાં તો ધોધમાર 10 ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર સર્જાયો હતો. 

ગીરનારના પગથિયા ધસમસતા પાણીના પ્રવાહથી ઝરણાં બની ગયા હતા. તો ભવનાથ તળેટી વિસ્તારમાં ભારતી આશ્રમના ગેટ પાસે 

બાઈક અને કાર પાણીના પ્રવાહમાં તણાયા હતા, રસ્તો તુટી ગયો હતો. સોનરખ,કાળવા નદીમા પૂર સાથે જિલ્લાના અનેક જળાશયો ફરી 

છલકાયા હતા. સોરઠ પંથકમાં માણાવદર અને ભેંસાણ તાલુકામાં 3.50 ઈંચ, માંગરોળ અને વંથલીમાં 3 ઈંચ, કેશોદમાં 2 ઈંચ, સહિત 

સમગ્ર જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. 

ઉપલેટામાં 3 ઈંચ અને આસપાસના ગામોમાં આજે બપોરથી સાંજ સુધીમાં 3થી 4 ઈંચ વરસાદ વરસી જતા ફરી એક વાર આ વિસ્તારે 

જળબંબાકારનો અનુભવ કર્યો હતો. ઓસમ ડુંગર પાસે પાટણવાવમાં 4 ઈંચથી વધુ વરસાદના અહેવાલ છે. ઉપલેટામાં મૌસમનો વરસાદ 

47.50 ઈંચ થયો છે.

રાજકોટ જિલ્લામાં (1) ધોરાજીમાં વધુ એક વાર ધોધમાર 4 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આજે બપોર પછી વરસાદનું જોર વધ્યું હતું. 

ગ્રામ્ય વિસ્તારોમાં 2થી3 ઈંચ વરસાદના અહેવાલ છે. (2) જ્યારે જામકંડોરણામાં આજે વધુ 1 ઈંચ વરસાદ સાથે તાલુકાનો મૌસમનો 

વરસાદ 46 ઈંચ થયો છે. (3) ગોંડલમાં ગઈકાલથી શરૂ થયેલ મેઘવર્ષામાં આજે એક  ઈંચ સહિત 24  કલાકમાં આશરે અઢી ઈંચ પાણી 

વરસી જતા શહેરના બન્ને અન્ડરબ્રિજ,કોલેજ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા. (૪) જેતપુરમાં પણ આજે દોઢ ઈંચ સહિત અઢી ઈંચ 

વરસાદ વરસી ગયો હતો. મૌસમનો વરસાદ 43 ઈંચ થયો છે. (5) રાજકોટ શહેરમાં પણ આજે ઝાપટાં વરસ્યા હતા જ્યારે નજીક 

કોટડાસાંગાણી તાલુકામાં ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં 2 ઈંચ ધોધમાર વરસાદ વરસી ગયો છે. (6) રાજકોટ-ભાવનગર રોડ પર 

જસદણમાં દોઢ ઈંચ અને વિંછીયામાં પોણો ઈંચ વરસાદ આજે નોંધાયો છે. 

અમરેલી જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા જારી રહી હતી.અને જિલ્લાના દરિયાકિનારે 45 કિ.મી.ની તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની આગાહીના 

પગલે માછીમારોને સતર્ક રહેવા જણાવાયું હતું. બગસરામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદના અહેવાલો છે, અને મુંજીયાસર ડેમ છલકાવાની 

તૈયારીમાં છે. સત્તાવાર સૂત્રો અનુસાર કુંકાવાવ વડિયામાં આજે  વધુ બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. જિલ્લામાં આ ઉપરાંત આજે 

બાબરામાં દોઢ ઈંચ, રાજુલામાં વધુ એક ઈંચ, ડોળાસામાં આશરે દોઢ  ઈંચ,જાફરાબાદ, બગસરા સહિત  સહિત વ્યાપક વરસાદ થતા કૃષિને 

પિયત મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહૌલ છવાયો હતો. 

ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે મેઘસવારી જારી રહી હતી જેમાં કોડીનારમાં આજે મોડી સાંજે દોઢ ઈંચ, ગીરગઢડા, ઉનામાં એક ઈંચ 

અને અન્યત્ર હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે ચુડામાં અઢી ઈંચ, સાયલા, વઢવાણમાં દોઢ ઈંચ, 

મુળી,ચોટીલા સહિત વિસ્તારોમાં પોણોથી એક ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સવા ઈંચ, જામનગર જિલ્લાના 

ધ્રોલ, જામજોધપુર, સહિત સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદથી એકંદરે કૃષિને ફાયદો થયો  છે. 

ઉલ્લેખનીય છે કે અર્ધા સૌરાષ્ટ્રમાં એટલે કે સુરેન્દ્રનગર, જુનાગઢ સુધી ઉત્તર તરફના મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, વગેરે જિલ્લામાં 

વરસાદની વિદાય થયાનું ચાર દિવસ પહેલા જાહેર કરાયું છે અને બાદ અર્ધા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સીસ્ટમથી વરસાદની વિદાય 

અટકી ગઈ છે.

સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદથી રાજકોટ,અમરેલી, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, કેશોદ, જુનાગઢ સહિતના સ્થળોએ તાપમાનનો પારો 

ગગડયો હતો અને મહત્તમ તાપમાન જે 33-34  સે.એ પહોંચી ગયું હતું તે આજે 30  સે.થી નીચે રહ્યું હતું અને દિવસ આખો એકંદરે  ઠંડક 

અનુભવાઈ હતી.