Jamnagarમાં છેલ્લા 30 વર્ષથી ચારણ સમાજ દ્રારા રમાય છે મણિયારો રાસ

જામનગરમાં છેલ્લા 30 વર્ષથી ચારણ સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ અને પુરુષ ભાઈઓ દ્વારા માતાજીની આરાધના માટેના પ્રાચીન ગરબા યોજાય છે જેમાં ભાઈઓ દ્વારા વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ ખાસ રમવામાં આવે છે. જેને જોવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પ્રાચીન ગરબા જામનગર શહેર અને જિલ્લામાં પ્રાચીન ગરબા 400થી વધારે થાય છે જેમાં ખાસ રાસ બાળાઓ તો રમે છે અને માતાજીની આરાધના કરે છે પરંતુ ચારણ સમાજના પુરુષ ભાઈઓ દ્વારા પણ માતાજીની આરાધના કરી ગરબા રમવામાં આવે છે ત્યારે જામનગરમાં ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી ગરબા ગવડાવવામાં આવે છે. જ્યારે આ રાસ પૌરાણિક ચારણ સમાજનો રાસ છે. શૂરવીરતાનો રાસ ચારણ સમાજ દ્વારા શહેરના 49 દિગ્વિજય પ્લોટ ઉદ્યોગનગર પાસે આવેલ મા સોનલના મંદિરે ગરબા યોજાય છે ખાસ આપણી સંસ્કૃતિના રાસને જાણે અને માણે તે રીતે આ સમાજ દ્વારા પ્રાચીન ગરબા કરવામાં આવે છે.ખાસ આ સમાજ દ્વારા યોજાતો મણિયારો રાસ ખુબ જ પ્રખ્યાત છે. મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર શૂરવીરતાનો રાસ છે. મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાય છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે. 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમે છે યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે અને આવી વીરરસ કહેવામાં આવે છે. આજના મોર્ડન યુગમાં લોકો શેરી ગરબા અને માતાજીના ગરબા ભૂલી જતા હોય છે ત્યારે ચારણ સમાજ દ્વારા માતાજીની આરાધનાઓ કરી આજના આ યુગમાં પણ તેઓએ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે.  

Jamnagarમાં છેલ્લા 30 વર્ષથી ચારણ સમાજ દ્રારા રમાય છે મણિયારો રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં છેલ્લા 30 વર્ષથી ચારણ સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ અને પુરુષ ભાઈઓ દ્વારા માતાજીની આરાધના માટેના પ્રાચીન ગરબા યોજાય છે જેમાં ભાઈઓ દ્વારા વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ ખાસ રમવામાં આવે છે. જેને જોવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

પ્રાચીન ગરબા

જામનગર શહેર અને જિલ્લામાં પ્રાચીન ગરબા 400થી વધારે થાય છે જેમાં ખાસ રાસ બાળાઓ તો રમે છે અને માતાજીની આરાધના કરે છે પરંતુ ચારણ સમાજના પુરુષ ભાઈઓ દ્વારા પણ માતાજીની આરાધના કરી ગરબા રમવામાં આવે છે ત્યારે જામનગરમાં ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી ગરબા ગવડાવવામાં આવે છે. જ્યારે આ રાસ પૌરાણિક ચારણ સમાજનો રાસ છે.


શૂરવીરતાનો રાસ

ચારણ સમાજ દ્વારા શહેરના 49 દિગ્વિજય પ્લોટ ઉદ્યોગનગર પાસે આવેલ મા સોનલના મંદિરે ગરબા યોજાય છે ખાસ આપણી સંસ્કૃતિના રાસને જાણે અને માણે તે રીતે આ સમાજ દ્વારા પ્રાચીન ગરબા કરવામાં આવે છે.ખાસ આ સમાજ દ્વારા યોજાતો મણિયારો રાસ ખુબ જ પ્રખ્યાત છે. મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર શૂરવીરતાનો રાસ છે. મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાય છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે.

10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમે છે

યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે અને આવી વીરરસ કહેવામાં આવે છે. આજના મોર્ડન યુગમાં લોકો શેરી ગરબા અને માતાજીના ગરબા ભૂલી જતા હોય છે ત્યારે ચારણ સમાજ દ્વારા માતાજીની આરાધનાઓ કરી આજના આ યુગમાં પણ તેઓએ આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે.