રક્ષાબંધન: શ્રાવણી પૂનમે ડાકોર જવાના હોવ તો જાણી લેજો રણછોડરાયજીના દર્શનનો સમય

Ranchhodraiji Maharaj Dakor Temple Timing : શ્રાવણ સુદ પૂનમના દિવસે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રણછોડરાયજીના દર્શન માટે કરવામાં આવેલા ફેરફારમાં શ્રદ્ધાળુઓ માટેની યોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 19 ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે શ્રાવણ સુદ પૂનમ સોમવારની વહેલી સવારે 4:45 મંગળા આરતી કરવામાં આવશે. બીજી તરફ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીરણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રકડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 19 ઑગસ્ટે શ્રાવણ સુદ પૂનમ સોમવારની વહેલી સવારે 4:45 મંગળા આરતી કરવામાં આવશે. આ દરમિયાન 8:30 વાગ્યા સુધીમાં દર્શન કરી શકાશે. આ પછી, 9:00થી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. જ્યારે બપોરના 2:00 વાગે મહાભોગ આરતી કરવામાં આવશે. જેમાં 2:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી સાંજે 4:00 વાગ્યે ઉત્થાપન આરતી કરવામાં આવશે. જેમાં વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા થઈ નિત્યક્રમાનુસાર સેવા પૂજા કર્યા પછી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે.જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણજન્મોત્સવ ઉજવાશેટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, આગામી 26 ઑગસ્ટના સોમવારે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત, બીજા દિવસે એટલે કે 27 ઑગસ્ટે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

રક્ષાબંધન: શ્રાવણી પૂનમે ડાકોર જવાના હોવ તો જાણી લેજો રણછોડરાયજીના દર્શનનો સમય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dakor Temple

Ranchhodraiji Maharaj Dakor Temple Timing : શ્રાવણ સુદ પૂનમના દિવસે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રણછોડરાયજીના દર્શન માટે કરવામાં આવેલા ફેરફારમાં શ્રદ્ધાળુઓ માટેની યોગ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 19 ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે શ્રાવણ સુદ પૂનમ સોમવારની વહેલી સવારે 4:45 મંગળા આરતી કરવામાં આવશે. બીજી તરફ, શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક

ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 19 ઑગસ્ટે શ્રાવણ સુદ પૂનમ સોમવારની વહેલી સવારે 4:45 મંગળા આરતી કરવામાં આવશે. આ દરમિયાન 8:30 વાગ્યા સુધીમાં દર્શન કરી શકાશે. આ પછી, 9:00થી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે. જ્યારે બપોરના 2:00 વાગે મહાભોગ આરતી કરવામાં આવશે. જેમાં 2:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી સાંજે 4:00 વાગ્યે ઉત્થાપન આરતી કરવામાં આવશે. જેમાં વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા થઈ નિત્યક્રમાનુસાર સેવા પૂજા કર્યા પછી શ્રી ઠાકોરજી અનુકૂળતાએ પોઢી જશે.


જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે

ટ્રસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, આગામી 26 ઑગસ્ટના સોમવારે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત, બીજા દિવસે એટલે કે 27 ઑગસ્ટે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.