Amreli: રાજુલાનો યુવાન બાઈક પર 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રાએ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામનો સંતોષ સાંખટ નામનો યુવાન સ્પ્લેન્ડર બાઈક પર 12 જ્યોર્તિલિંગ અને ચાર ધામની યાત્રા પર નીકળ્યો છે. સંતોષએ આજદિન સુધીમાં 3 હજાર કિમીની યાત્રા પૂર્ણ કરી છે. કેટલીક જગ્યાએ વાતાવરણ ખરાબ બનતું હોવા છતા સંતોષ તેની યાત્રામાં આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકાનાં પીપાવાવધામનો સંતોષ સાંખટ નામના યુવાને સ્પ્લેન્ડર બાઈક પરથી સુરતથી 15 ઓગસ્ટના રોજ પોતાની યાત્રા ચાલુ કરી હતી. સૌપ્રથમ પોતાના માદરે વતન પીપાવાવ ધામ પહોંચી સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરે દર્શન કર્યા હતા અને 22 ઓગસ્ટનાં રોજ સૌપ્રથમ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. ત્યારબાદ 24 ઓગસ્ટનાં રોજ નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી દ્વારકા ખાતે પ્રથમ યાત્રાધામ ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ તે પોતાની સ્પ્લેન્ડર બાઈક પર ધોધમાર વરસાદ વચ્ચે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ઉજ્જૈન મહાકાલ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. તા. 29 ઓગસ્ટનાં રોજ મહાકાલેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ 1 સપ્ટેમ્બરનાં રોજ ઓમકારેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કરી મહારાષ્ટ્રમાં તરફ પ્રયાણ કર્યું હતું. જ્યાં 3 સપ્ટેમ્બરનાં રોજ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ દર્શન તથા 5 સપ્ટેમ્બર નાશિક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને 6 સપ્ટેમ્બરનાં રોજ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરી હાલ યુવાન દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરફ આગળ વધી રહ્યા છે તેમણે અત્યાર સુધીમાં 7 જ્યોતિર્લિંગ અને એક યાત્રાધામનાં દર્શન કર્યા છે. અત્યાર સુધીમાં 3 હજાર કિલોમીટર મુસાફરી પૂર્ણ યુવાન સ્પ્લેન્ડર બાઈક પર 3 હજારથી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે આ અંતર અને 22 દિવસ જેટલા સમયમાં કાપ્યું છે. આગામી દિવસોમાં વધુ 5 જ્યોતિર્લિંગ અને ત્રણ યાત્રાધામની યાત્રા મોટરસાયકલ પર કરશે. જેમાં 100 દિવસમાં 15000 થી વધુ કિલોમીટરની યાત્રા કરશે. સંતોષ સાંખટએ જણાવ્યુ હિન્દુ ધર્મમાં ચારધામ અને બાર જ્યોતિર્લિંગ યાત્રાનાં મહત્વ વિશે આપણે જાણીએ જ છીએ અને દરેક વ્યક્તિને ચારધામ અને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની ઈચ્છા હોય છે. સાથે સાથે મારે ભારત ભ્રમણ કરવાનો પણ વિચાર હતો. જેથી બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રામાં મોટા ભાગનું ભારત ભ્રમણ થઇ જાય છે. જેથી મોટરસાયકલ પર જ ભારત ભ્રમણ યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો અને પરિવારનાં લોકો પણ સંમતિ આપતા હું રવાના થયો. બીજું કે આપણે બસ, ટ્રેન કે કાર મારફતે યાત્રા માટે ધણું બધું પ્લાનિંગ કરવું પડે છે પરંતુ મેં વિચાર્યું કે હાલ આપણે સાથે મોટરસાયકલ છે તો તેમાં જ યાત્રા કરીએ.

Amreli: રાજુલાનો યુવાન બાઈક પર 12 જ્યોર્તિલિંગ અને ચારધામની યાત્રાએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામનો સંતોષ સાંખટ નામનો યુવાન સ્પ્લેન્ડર બાઈક પર 12 જ્યોર્તિલિંગ અને ચાર ધામની યાત્રા પર નીકળ્યો છે. સંતોષએ આજદિન સુધીમાં 3 હજાર કિમીની યાત્રા પૂર્ણ કરી છે. કેટલીક જગ્યાએ વાતાવરણ ખરાબ બનતું હોવા છતા સંતોષ તેની યાત્રામાં આગળ વધી રહ્યો છે.


અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકાનાં પીપાવાવધામનો સંતોષ સાંખટ નામના યુવાને સ્પ્લેન્ડર બાઈક પરથી સુરતથી 15 ઓગસ્ટના રોજ પોતાની યાત્રા ચાલુ કરી હતી. સૌપ્રથમ પોતાના માદરે વતન પીપાવાવ ધામ પહોંચી સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરે દર્શન કર્યા હતા અને 22 ઓગસ્ટનાં રોજ સૌપ્રથમ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. ત્યારબાદ 24 ઓગસ્ટનાં રોજ નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી દ્વારકા ખાતે પ્રથમ યાત્રાધામ ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ તે પોતાની સ્પ્લેન્ડર બાઈક પર ધોધમાર વરસાદ વચ્ચે પણ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ઉજ્જૈન મહાકાલ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. તા. 29 ઓગસ્ટનાં રોજ મહાકાલેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ 1 સપ્ટેમ્બરનાં રોજ ઓમકારેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કરી મહારાષ્ટ્રમાં તરફ પ્રયાણ કર્યું હતું. જ્યાં 3 સપ્ટેમ્બરનાં રોજ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ દર્શન તથા 5 સપ્ટેમ્બર નાશિક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને 6 સપ્ટેમ્બરનાં રોજ ભીમાશંકર જ્યોતિર્લિંગ દર્શન કરી હાલ યુવાન દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરફ આગળ વધી રહ્યા છે તેમણે અત્યાર સુધીમાં 7 જ્યોતિર્લિંગ અને એક યાત્રાધામનાં દર્શન કર્યા છે.

અત્યાર સુધીમાં 3 હજાર કિલોમીટર મુસાફરી પૂર્ણ

યુવાન સ્પ્લેન્ડર બાઈક પર 3 હજારથી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું છે આ અંતર અને 22 દિવસ જેટલા સમયમાં કાપ્યું છે. આગામી દિવસોમાં વધુ 5 જ્યોતિર્લિંગ અને ત્રણ યાત્રાધામની યાત્રા મોટરસાયકલ પર કરશે. જેમાં 100 દિવસમાં 15000 થી વધુ કિલોમીટરની યાત્રા કરશે.


સંતોષ સાંખટએ જણાવ્યુ હિન્દુ ધર્મમાં ચારધામ અને બાર જ્યોતિર્લિંગ યાત્રાનાં મહત્વ વિશે આપણે જાણીએ જ છીએ અને દરેક વ્યક્તિને ચારધામ અને બાર જ્યોતિર્લિંગ દર્શન કરવાની ઈચ્છા હોય છે. સાથે સાથે મારે ભારત ભ્રમણ કરવાનો પણ વિચાર હતો. જેથી બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રામાં મોટા ભાગનું ભારત ભ્રમણ થઇ જાય છે. જેથી મોટરસાયકલ પર જ ભારત ભ્રમણ યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો અને પરિવારનાં લોકો પણ સંમતિ આપતા હું રવાના થયો. બીજું કે આપણે બસ, ટ્રેન કે કાર મારફતે યાત્રા માટે ધણું બધું પ્લાનિંગ કરવું પડે છે પરંતુ મેં વિચાર્યું કે હાલ આપણે સાથે મોટરસાયકલ છે તો તેમાં જ યાત્રા કરીએ.