Junagadhમાં લીલી પરિક્રમાનો થશે પ્રારંભ, સાધુ સંતોએ કર્યું રૂટ નિરીક્ષણ
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે જેને લઈ સાધુ સંતોએ રૂટનું નિરીક્ષણ કર્યુ છે.સાધુ સંતો દ્વારા મેડિકલ ટીમ વધારવા કરાયું સૂચન કરાયું છે રૂટ નિરીક્ષણમાં અધિકારીઓ હાજર રહ્યા હતા અને વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.NDRFની ટીમ જુદા જુદા સ્થળ પર તૈનાત કરવા સૂચના આપવામાં આવે છે.MLA સંજય કોરડીયા પણ રૂટ નિરીક્ષણમાં જોડાયા હતા અને પાણી, શૌચાલયની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. ગિરનારની ફરતે 36 કી.મી.ની ચાર દિવસ પરિક્રમા ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે. ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે. ગિરનારની લીલી પરીક્રમાનું શું છે મહાત્મય ગિરનાર પર્વત ફરતે સાધૂ-સંતો અને શ્રદ્ધાળુઓ આ પરિક્રમાને દેશી ભાષામાં “લીલી પરીક્રમા” પણ કહેવાય છે. પુરાણિક માન્યતા મુજબ, ભગવાન શ્રી કૃષ્ણના સમયથી પર્વતોની પરીક્રમાની શરૂઆત થઈ છે, એવી લોકવાઇકા કહી શકાય.... ભગવાન કૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની તેની પ્રદક્ષિણા કરવાનું વિશેષ મહાત્મય જણાવ્યું છે. અન્ય એક માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને શ્રાપ મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી તેવી લોક વાર્તાઓ પણ સોરઠ ધરામાં ગૂંજી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે જેને લઈ સાધુ સંતોએ રૂટનું નિરીક્ષણ કર્યુ છે.સાધુ સંતો દ્વારા મેડિકલ ટીમ વધારવા કરાયું સૂચન કરાયું છે રૂટ નિરીક્ષણમાં અધિકારીઓ હાજર રહ્યા હતા અને વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.NDRFની ટીમ જુદા જુદા સ્થળ પર તૈનાત કરવા સૂચના આપવામાં આવે છે.MLA સંજય કોરડીયા પણ રૂટ નિરીક્ષણમાં જોડાયા હતા અને પાણી, શૌચાલયની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.
ગિરનારની ફરતે 36 કી.મી.ની ચાર દિવસ પરિક્રમા
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે.
12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ
આગામી 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે. ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે.
ગિરનારની લીલી પરીક્રમાનું શું છે મહાત્મય
ગિરનાર પર્વત ફરતે સાધૂ-સંતો અને શ્રદ્ધાળુઓ આ પરિક્રમાને દેશી ભાષામાં “લીલી પરીક્રમા” પણ કહેવાય છે. પુરાણિક માન્યતા મુજબ, ભગવાન શ્રી કૃષ્ણના સમયથી પર્વતોની પરીક્રમાની શરૂઆત થઈ છે, એવી લોકવાઇકા કહી શકાય.... ભગવાન કૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની તેની પ્રદક્ષિણા કરવાનું વિશેષ મહાત્મય જણાવ્યું છે. અન્ય એક માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને શ્રાપ મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી તેવી લોક વાર્તાઓ પણ સોરઠ ધરામાં ગૂંજી રહી છે.