લો બોલો! હવે કંકોત્રીમાં આવ્યુ, બટેંગે તો કટેંગે, કોણે છપાવી આવી કંકોત્રી?

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. યુપીમાં પેટાચૂંટણીને લઇને સીએમ યોગી દ્વારા તેજ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સીએમ યોગીનું એક સ્લોગન બટેંગે તો કટેંગે ખૂબ ઝડપી વાયરલ થઇ રહ્યું છે. મહત્વનું છે કે યુપીની 9 બેઠકો પર પેટાચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે બીજેપી દ્વારા આ નારો આપવામાં આવ્યો છે. ત્યારે આ નારો એટલો ચર્ચિત અને લોકપ્રિય થયો છે કે એક લગ્નના કાર્ડમાં સીએમ યોગીના આ નારાને છાપવામાં આવ્યો છે. કંકોત્રીમાં અપાયો ખાસ મેસેજ આ વાત છે ગુજરાતના ભાવનગરની. અહી મહુવાના વાંગર ગામમાં બીજેપી કાર્યકર્તાના ઘરે 23 નવેમ્બરે લગ્ન છે. આ લગ્ન ઘણા ચર્ચામાં છે કારણ છે તેની કંકોત્રી. દુલ્હેરાજાના ભાઇએ લગ્નની કંકોત્રીમાં સીએમ યોગીએ ચૂંટણીમાં આપેલો નારો છપાવ્યો છે. જેમાં હિંદુ સમુદાયને એક જૂથ થવાની વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીએમ યોગી તેમની દરેક ચૂંટણી સભામાં બટોગે તો કટોગે. એક રહોગે તો નેક રહોગે. ભાવનગરના બીજેપી કાર્યકર્તાએ પોતાના ભાઇના લગ્નની આવી કંકોત્રી છપાવી છે. જેમાં રામમંદિરના ભગવાન શ્રી રામની પ્રતિમા જોવા મળી રહી છે.  આ અંગે જ્યારે  બીજેપી કાર્યકરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લોકોને જાગૃત કરવા અને પીએમ નરેન્દ્ર મોદીના સંદેશને ફેલાવવાના હેતુથી લગ્નના કાર્ડ પર પીએમ મોદી, યોગી આદિત્યનાથ અને રામ મંદિરની તસવીર તૈયાર કરવામાં આવી છે. આ લગ્ન કાર્ડમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

લો બોલો! હવે કંકોત્રીમાં આવ્યુ, બટેંગે તો કટેંગે, કોણે છપાવી આવી કંકોત્રી?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. યુપીમાં પેટાચૂંટણીને લઇને સીએમ યોગી દ્વારા તેજ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સીએમ યોગીનું એક સ્લોગન બટેંગે તો કટેંગે ખૂબ ઝડપી વાયરલ થઇ રહ્યું છે. મહત્વનું છે કે યુપીની 9 બેઠકો પર પેટાચૂંટણી થવા જઇ રહી છે. ત્યારે બીજેપી દ્વારા આ નારો આપવામાં આવ્યો છે. ત્યારે આ નારો એટલો ચર્ચિત અને લોકપ્રિય થયો છે કે એક લગ્નના કાર્ડમાં સીએમ યોગીના આ નારાને છાપવામાં આવ્યો છે.

કંકોત્રીમાં અપાયો ખાસ મેસેજ 

આ વાત છે ગુજરાતના ભાવનગરની. અહી મહુવાના વાંગર ગામમાં બીજેપી કાર્યકર્તાના ઘરે 23 નવેમ્બરે લગ્ન છે. આ લગ્ન ઘણા ચર્ચામાં છે કારણ છે તેની કંકોત્રી. દુલ્હેરાજાના ભાઇએ લગ્નની કંકોત્રીમાં સીએમ યોગીએ ચૂંટણીમાં આપેલો નારો છપાવ્યો છે. જેમાં હિંદુ સમુદાયને એક જૂથ થવાની વાત કહેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીએમ યોગી તેમની દરેક ચૂંટણી સભામાં બટોગે તો કટોગે. એક રહોગે તો નેક રહોગે.

ભાવનગરના બીજેપી કાર્યકર્તાએ પોતાના ભાઇના લગ્નની આવી કંકોત્રી છપાવી છે. જેમાં રામમંદિરના ભગવાન શ્રી રામની પ્રતિમા જોવા મળી રહી છે.  આ અંગે જ્યારે  બીજેપી કાર્યકરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લોકોને જાગૃત કરવા અને પીએમ નરેન્દ્ર મોદીના સંદેશને ફેલાવવાના હેતુથી લગ્નના કાર્ડ પર પીએમ મોદી, યોગી આદિત્યનાથ અને રામ મંદિરની તસવીર તૈયાર કરવામાં આવી છે. આ લગ્ન કાર્ડમાં સ્વચ્છતા અભિયાન અને સ્વદેશી અપનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.