કારમાંથી પોલીસને 750 લિટર દેશી દારૂના જથ્થા સાથે ચારની ધરપકડ કરી

અમદાવાદ, શુક્રવાર પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે નાના ચિલોડા સર્કલ પાસે એક કારમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે . જે કાગડાપીઠમાં સપ્લાય કરવાનો છે. અને તે કારને અન્ય એક કાર એસ્કોર્ટ કરી રહી છે. જે બાતમીને આધારે પોલીસે શુક્રવારે વોચ ગોઠવીને કારનો પીછો કર્યો હતો.  જેમાં ઓઢવ પંચવટી ચાર રસ્તા પાસે રોકીને તપાસ કરતા તેમાંથી 750 લિટર દેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જે દારુનો જથ્થો હિંમતનગર તલોદના રાજુ નામના બુટલેગરે આપ્યો હતો.  પુછપરછમાં કારચાલકનું નામ રોજુઅલી શેખ (રહે. અનુષા પાર્ક, જુહાપુરા) અને  આશીક અંસારી (રહે. અનુષા પાર્ક, જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. આ દારુનો જથ્થો ચુનારાવાસ કાગડાપીઠમાં આપવાનો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  તેમની કારને   પાર્થ વીંછી (રહે. રાધાકૃષ્ણનગર,સીટીએમ) અને  સીતા ચુનારા (રહે.ચુનારાવાસ, કાગડાપીઠ) અન્ય કારથી એસ્કોર્ટ કરતા હતા.  પોલીસે બાતમીને આધારે તેમની પણ ધરપકડ કરી હતી.  

કારમાંથી પોલીસને 750 લિટર દેશી દારૂના જથ્થા સાથે ચારની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરી અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે નાના ચિલોડા સર્કલ પાસે એક કારમાં દારૂ લાવવામાં આવી રહ્યો છે . જે કાગડાપીઠમાં સપ્લાય કરવાનો છે. અને તે કારને અન્ય એક કાર એસ્કોર્ટ કરી રહી છે. જે બાતમીને આધારે પોલીસે શુક્રવારે વોચ ગોઠવીને કારનો પીછો કર્યો હતો.  જેમાં ઓઢવ પંચવટી ચાર રસ્તા પાસે રોકીને તપાસ કરતા તેમાંથી 750 લિટર દેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જે દારુનો જથ્થો હિંમતનગર તલોદના રાજુ નામના બુટલેગરે આપ્યો હતો.  પુછપરછમાં કારચાલકનું નામ રોજુઅલી શેખ (રહે. અનુષા પાર્ક, જુહાપુરા) અને  આશીક અંસારી (રહે. અનુષા પાર્ક, જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું. આ દારુનો જથ્થો ચુનારાવાસ કાગડાપીઠમાં આપવાનો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  તેમની કારને   પાર્થ વીંછી (રહે. રાધાકૃષ્ણનગર,સીટીએમ) અને  સીતા ચુનારા (રહે.ચુનારાવાસ, કાગડાપીઠ) અન્ય કારથી એસ્કોર્ટ કરતા હતા.  પોલીસે બાતમીને આધારે તેમની પણ ધરપકડ કરી હતી.