Sarlaમાં દીકરીને ભગાડી જવામાં મદદગારીનો વહેમ રાખી મારામારી

મુળી તાલુકાના સરલા ગામની દિકરીને રાજકોટનો યુવાન ભગાડી ગયો હતો. ત્યારે દિકરીની સગાઈ સમયે આ શખ્સ ગામમાં નજરે પડયો હતો. જે બાબતે 2 પરીવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બન્યો હતો. બન્ને પક્ષની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.મુળી તાલુકાના સરલા ગામે નરસીંહભાઈ લખમણભાઈ પરમાર રહે છે. ગામની એક દિકરીને નરસીંહભાઈના કૌટુંબીક ભાઈનો દિકરો અને રાજકોટ રહેતો અમીત પીતાંબરભાઈ બોસીયા ભગાડીને લઈ ગયો હતો. જેમાં દિકરી બાદમાં પોતાની મરજીથી ઘરે પણ આવી હતી. તા. 14ના રોજ આ દિકરીની સગાઈ હોઈ અમીત સરલા આવ્યો હતો. ત્યારે નરસીંહભાઈનો દિકરો સંજય આ અમીતને મદદ કરતો હોઈ તેવો વહેમ રાખી તા. 15ના રોજ રાકેશ લખમણભાઈ બોસીયા, પ્રેમજી દાનાભાઈ બોસીયા, સવીતાબેન રાકેશભાઈ બોસીયા અને મણીબેન મગનભાઈ બોસીયાએ સંજયને લાફાવાળી કરી, નરસીંહભાઈના પત્ની જશુબેનને લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે જગદીશ પ્રેમજીભાઈ બોસીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના કુટુંબીભાઈની દિકરીની સગાઈ હોઈ સંજય આંટા મારતો હતો. અને અમીત પણ ગામમાં આવેલો હતો. આથી તેઓએ સંજયના પિતા નરસીંહભાઈને સંજયે કેમ અમીતને સગાઈની જાણ કરી તેમ કહેવા જતા બોલાચાલી થઈ હતી. જેમાં નરશીભાઈ લક્ષ્મણભાઈ બોસીયા, કીરણ નરશીભાઈ બોસીયા, સંજય નરશીભાઈ બોસીયા અને કુલદીપ હરખાભાઈ ચાવડાએ એક સંપ કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ સમરથસીંહ ચૌહાણ ચલાવી રહ્યા છે.

Sarlaમાં દીકરીને ભગાડી જવામાં મદદગારીનો વહેમ રાખી મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુળી તાલુકાના સરલા ગામની દિકરીને રાજકોટનો યુવાન ભગાડી ગયો હતો. ત્યારે દિકરીની સગાઈ સમયે આ શખ્સ ગામમાં નજરે પડયો હતો. જે બાબતે 2 પરીવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બન્યો હતો. બન્ને પક્ષની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

મુળી તાલુકાના સરલા ગામે નરસીંહભાઈ લખમણભાઈ પરમાર રહે છે. ગામની એક દિકરીને નરસીંહભાઈના કૌટુંબીક ભાઈનો દિકરો અને રાજકોટ રહેતો અમીત પીતાંબરભાઈ બોસીયા ભગાડીને લઈ ગયો હતો. જેમાં દિકરી બાદમાં પોતાની મરજીથી ઘરે પણ આવી હતી. તા. 14ના રોજ આ દિકરીની સગાઈ હોઈ અમીત સરલા આવ્યો હતો. ત્યારે નરસીંહભાઈનો દિકરો સંજય આ અમીતને મદદ કરતો હોઈ તેવો વહેમ રાખી તા. 15ના રોજ રાકેશ લખમણભાઈ બોસીયા, પ્રેમજી દાનાભાઈ બોસીયા, સવીતાબેન રાકેશભાઈ બોસીયા અને મણીબેન મગનભાઈ બોસીયાએ સંજયને લાફાવાળી કરી, નરસીંહભાઈના પત્ની જશુબેનને લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે જગદીશ પ્રેમજીભાઈ બોસીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના કુટુંબીભાઈની દિકરીની સગાઈ હોઈ સંજય આંટા મારતો હતો. અને અમીત પણ ગામમાં આવેલો હતો. આથી તેઓએ સંજયના પિતા નરસીંહભાઈને સંજયે કેમ અમીતને સગાઈની જાણ કરી તેમ કહેવા જતા બોલાચાલી થઈ હતી. જેમાં નરશીભાઈ લક્ષ્મણભાઈ બોસીયા, કીરણ નરશીભાઈ બોસીયા, સંજય નરશીભાઈ બોસીયા અને કુલદીપ હરખાભાઈ ચાવડાએ એક સંપ કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ સમરથસીંહ ચૌહાણ ચલાવી રહ્યા છે.