Ahmedabad પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર આવેલા 249ને મળ્યો ઈ-મેમો

સરકારી ઓફિસો, પોલીસ કમિશનરની ઓફિસમાં આવનારા તમામ લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું છે. આ વચ્ચે ટ્રાફિક પોલીસે કમિશનર કચેરીએ બે દિવસની ડ્રાઇવ યોજી કચેરી ખાતે હેલ્મેટ વગર આવતા પોલીસ કર્મચારીઓ, સિવિલિયન સ્ટાફ મળી કુલ 249 લોકોને દંડ ફટકારી ઈ-મેમો જનરેટ કર્યો હતો.ઈ-મેમો મોકલાયો પોલીસ કમિશનરે હેલ્મેટ ન પહેરનારા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તથા અન્ય સ્ટાફને કમિશનર કચેરીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તથા તેમની સામે કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડયો હતો, જેના પગલે ટ્રાફિક પોલીસે બે દિવસની ડ્રાઇવ યોજી હતી. બે દિવસમાં 249 કર્મચારી ટુવ્હીલર પર હેલ્મેટ પહેર્યા વગર કમિશનર કચેરી આવ્યા હોવાથી તમામને ઈ મેમો મોકલાયો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલ્મેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે. હેલમેટ વગર કોઈપણ કર્મી કચેરીમાં ના પ્રવેશે: CP પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલ્મેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે.ત્યારે પોલીસ અધિકારીની આ વાત કર્મચારીઓ માનશે કે પછી ઘોળીને પી જશે એ સવાલ છે,આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલ્મેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે. આખો પરિવાર વિખેરાઈ જાય છે અકસ્માત મોતમાં અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતમાં માણસના મૃત્યુ પણ નિપજે છે. NCRBના ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ ૧,૭૧,૧૦૦ વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી ૭૭, ૮૭૬ એટલે કે ૪૫.૫૧ % મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં ફુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે, જે પૈકી 1040 એટલે મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે, જેનું મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે. હેલ્મેટ તો પહેરવું જ પડશે મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 103 મુજબ મોટર સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે. નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલમેટ પહેરવું ફરજીયાત છે. 

Ahmedabad પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ વગર આવેલા 249ને મળ્યો ઈ-મેમો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકારી ઓફિસો, પોલીસ કમિશનરની ઓફિસમાં આવનારા તમામ લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું છે. આ વચ્ચે ટ્રાફિક પોલીસે કમિશનર કચેરીએ બે દિવસની ડ્રાઇવ યોજી કચેરી ખાતે હેલ્મેટ વગર આવતા પોલીસ કર્મચારીઓ, સિવિલિયન સ્ટાફ મળી કુલ 249 લોકોને દંડ ફટકારી ઈ-મેમો જનરેટ કર્યો હતો.

ઈ-મેમો મોકલાયો

પોલીસ કમિશનરે હેલ્મેટ ન પહેરનારા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તથા અન્ય સ્ટાફને કમિશનર કચેરીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તથા તેમની સામે કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડયો હતો, જેના પગલે ટ્રાફિક પોલીસે બે દિવસની ડ્રાઇવ યોજી હતી. બે દિવસમાં 249 કર્મચારી ટુવ્હીલર પર હેલ્મેટ પહેર્યા વગર કમિશનર કચેરી આવ્યા હોવાથી તમામને ઈ મેમો મોકલાયો હતો.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલ્મેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે.

હેલમેટ વગર કોઈપણ કર્મી કચેરીમાં ના પ્રવેશે: CP

પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલ્મેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે.ત્યારે પોલીસ અધિકારીની આ વાત કર્મચારીઓ માનશે કે પછી ઘોળીને પી જશે એ સવાલ છે,આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલ્મેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે.

આખો પરિવાર વિખેરાઈ જાય છે અકસ્માત મોતમાં

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફીકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણાખરા અકસ્માતમાં માણસના મૃત્યુ પણ નિપજે છે. NCRBના ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૨માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ ૧,૭૧,૧૦૦ વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી ૭૭, ૮૭૬ એટલે કે ૪૫.૫૧ % મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ માં ફુલ ૭૬૩૪ માણસોના રોડ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે, જે પૈકી 1040 એટલે મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે, જેનું મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેરવાના કારણે મૃત્યુ થયા છે. કોઈના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો આખો પરિવાર વિખરાય જાય છે.

હેલ્મેટ તો પહેરવું જ પડશે

મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 103 મુજબ મોટર સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે. નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલમેટ પહેરવું ફરજીયાત છે.