સરદાર પટેલની પ્રતિમાના પગ પાસે જ PSIનું હાર્ટએટેકથી મોત

રાજપીપળા તા.૩૧ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે  રાષ્ટ્રીય એકતા પરેડ  દિવસની ઉજવણીની   છેલ્લા  કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલતી હતી.   નર્મદા  જિલ્લા ઉપરાંત રાજ્યભરનું વહીવટીતંત્ર  જોતરાયું હતું. નર્મદા સહિત રાજ્યભરમાંથી પોલીસ કાફલો કેવડિયા ખાતે   ફરજ પર મૂકાયો હતો.આજે ૩૧  ઓક્ટોબર એકતા દિવસની ઉજવણી માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ત્યાં વ્યસ્ત હતાં. વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પગ પાસે જ બે દિવસથી ફરજ બજાવતા મૂળ નર્મદા જિલ્લાનાં  વતની અને  સુરત ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સનાભાઈ ભગુભાઇ વસાવાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.

સરદાર પટેલની પ્રતિમાના પગ પાસે જ PSIનું હાર્ટએટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજપીપળા તા.૩૧ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે  રાષ્ટ્રીય એકતા પરેડ  દિવસની ઉજવણીની   છેલ્લા  કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલતી હતી.   નર્મદા  જિલ્લા ઉપરાંત રાજ્યભરનું વહીવટીતંત્ર  જોતરાયું હતું. નર્મદા સહિત રાજ્યભરમાંથી પોલીસ કાફલો કેવડિયા ખાતે   ફરજ પર મૂકાયો હતો.

આજે ૩૧  ઓક્ટોબર એકતા દિવસની ઉજવણી માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ત્યાં વ્યસ્ત હતાં. વડાપ્રધાન સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્ય કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના પગ પાસે જ બે દિવસથી ફરજ બજાવતા મૂળ નર્મદા જિલ્લાનાં  વતની અને  સુરત ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સનાભાઈ ભગુભાઇ વસાવાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.