Gandhinagar: સિનિયર મંત્રીના PAને ક્રિકેટ રમતાં-રમતાં હાર્ટએટેક આવતા દોડધામ
સેક્ટર-8 ખાતે ચાલી રહેલી સચિવાલય ઈન્ટર ડિપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન એક સિનિયર મંત્રીના PAને હાર્ટ એકેટ આવ્યો હતો. ક્રિકેટ રમતાં-રમતાં આવેલા એટેકને પગલે તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. ત્યાં ઈમરજન્સી વોર્ડમાં સીપીઆર આપીને તેઓને જીવ બચાવી લેવાયો હતો. જે બાદ તેઓને વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ લવાયા ત્યારે દર્દીની હાર્ટબીટ જ ન હતી, જોકે સિવિલના તબીબોની કુનેહથી દર્દીના હૃદય ફરથી ધબકતું થયું હતુ.સેક્ટર-8 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાલ સચિવાલય ઈન્ટર ક્રિકેટ ડિપાર્ટમેન્ટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે સાંજ ચારેક વાગ્યાના સુમારે ક્રિકેટ રમતાં-રમતાં એક સિનિયર મંત્રીના PAને અચાનક ઢળી પડયાં હતા. હાર્ટ એટેકથી ઢળી પડેલાં પીએને દોડી આવેલા લોકોએ તાત્કાલિક સીપીઆર આપવાનું ચાલું કર્યું હતું. જે બાદ તાત્કાલિક ગાંધીનગર સિવિલ માટે ખસેડાયા હતા. સિવિલના ઈમરજન્સી વોર્ડમાં લવાયા ત્યારે તેઓના હાર્ટબીટ જ ન હતા. જેને પગલે હાજર તબીબોને પણ ફાડ પડી હતી. જોકે હિંમત હાર્યા વગર સિવિલના તબીબીઓેએ સીપીઆર આપવાનું ચાલુ જ રાખ્યું હતુ. તબીબોની મહેનત રંગ લાવતા દર્દીનું હ્યદય ફરી ધબકતું થઈ ગયું હતુ.હાર્ટની તકલીફને પગલે એન્જિયોગ્રાફી સહિતની વધારાની ટ્રીટમેન્ટ માટે પરિવારજનો તેઓને એપોલો હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાને પગલે મંત્રીના પીએસ પણ સિવિલ દોડી આવ્યા હતા. ત્યારે સિવિલના જવાબદાર અધિકારીઓ પણ ઈમરજન્સી વોર્ડ ખાતે પહોંચી ગયા હતા. મળીને માહિતી મુજબ સિવિલમાં સારવાર માટે લવાયેલી પીએ નાણામંત્રી કનુ દેસાઈના હોવાનું વિગતો છે. જોકે સત્તાવાર રીતે આ બાબતે કોઈ વિગતો સામે આવી નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સેક્ટર-8 ખાતે ચાલી રહેલી સચિવાલય ઈન્ટર ડિપાર્ટમેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન એક સિનિયર મંત્રીના PAને હાર્ટ એકેટ આવ્યો હતો. ક્રિકેટ રમતાં-રમતાં આવેલા એટેકને પગલે તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. ત્યાં ઈમરજન્સી વોર્ડમાં સીપીઆર આપીને તેઓને જીવ બચાવી લેવાયો હતો. જે બાદ તેઓને વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ લઈ ગયા હતા. સિવિલ લવાયા ત્યારે દર્દીની હાર્ટબીટ જ ન હતી, જોકે સિવિલના તબીબોની કુનેહથી દર્દીના હૃદય ફરથી ધબકતું થયું હતુ.
સેક્ટર-8 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાલ સચિવાલય ઈન્ટર ક્રિકેટ ડિપાર્ટમેન્ટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે સાંજ ચારેક વાગ્યાના સુમારે ક્રિકેટ રમતાં-રમતાં એક સિનિયર મંત્રીના PAને અચાનક ઢળી પડયાં હતા. હાર્ટ એટેકથી ઢળી પડેલાં પીએને દોડી આવેલા લોકોએ તાત્કાલિક સીપીઆર આપવાનું ચાલું કર્યું હતું. જે બાદ તાત્કાલિક ગાંધીનગર સિવિલ માટે ખસેડાયા હતા. સિવિલના ઈમરજન્સી વોર્ડમાં લવાયા ત્યારે તેઓના હાર્ટબીટ જ ન હતા. જેને પગલે હાજર તબીબોને પણ ફાડ પડી હતી. જોકે હિંમત હાર્યા વગર સિવિલના તબીબીઓેએ સીપીઆર આપવાનું ચાલુ જ રાખ્યું હતુ. તબીબોની મહેનત રંગ લાવતા દર્દીનું હ્યદય ફરી ધબકતું થઈ ગયું હતુ.હાર્ટની તકલીફને પગલે એન્જિયોગ્રાફી સહિતની વધારાની ટ્રીટમેન્ટ માટે પરિવારજનો તેઓને એપોલો હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાને પગલે મંત્રીના પીએસ પણ સિવિલ દોડી આવ્યા હતા. ત્યારે સિવિલના જવાબદાર અધિકારીઓ પણ ઈમરજન્સી વોર્ડ ખાતે પહોંચી ગયા હતા. મળીને માહિતી મુજબ સિવિલમાં સારવાર માટે લવાયેલી પીએ નાણામંત્રી કનુ દેસાઈના હોવાનું વિગતો છે. જોકે સત્તાવાર રીતે આ બાબતે કોઈ વિગતો સામે આવી નથી.