Surendranagar: સાયબર ક્રાઈમના શિકાર અરજદારોના રૂ.24,35,734 પરત અપાવતી જિલ્લા પોલીસ

સમગ્ર રાજય અને દેશ સાથે ઝાલાવાડમાં પણ ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. વીવીધ બનાવોમાં લોકોએ ગુમાવેલા નાણામાં પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. ત્યારે સુરેન્દ્રનગરમાં તા. 14ના રોજ યોજાયેલ લોક અદાલતમાં કોર્ટે 151 કેસમાં 24,35,734 પરત કરવાનો હુકમ કર્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઓનલાઈન છેતરપિંડીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા અને ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા અવારનવાર સાયબર ક્રાઈમ અવેરનેશનના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમ છતાં ઠગબાજો ઝાલાવાડની ભોળી પ્રજાને નિશાન બનાવી રહી છે. મળતી માહીતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઈન ગેમીંગ, ઓનલાઈન શોપીંગ સહિતના ફ્રોડના કેસની પોલીસને જાણ થતા પોલીસે તુરંત જ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે બેંક ખાતા સીઝ કરી દીધા હતા. અને આવા 151 અરજદારોના કેસ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પીઆઈ બી.સી.છત્રાલીયા, પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એ.એમ.ચુડાસમા, શિવમભાઈ સહિતનાઓ દ્વારા તા. 14ના રોજ યોજાયેલ લોક અદાલતમાં મુકાયા હતા. જેમાં ચીફ કોર્ટે આ તમામ કેસમાં રૂપીયા 24,35,734 ભોગ બનનારને પરત કરવાનો હુકમ કર્યો છે. આથી આગામી સમયમાં આ હુકમ વિવિધ બેંકોને આપવામાં આવશે અને તેઓ ફ્રીઝ કરેલા એકાઉન્ટમાંથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારના ખાતામાં તેઓએ ગુમાવેલા નાણા જમા કરશે. આ અંગે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ જણાવ્યુ કે, સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો મોડા મોડા પોલીસ મથકે ફરિયાદ કરવા આવે છે. તેના બદલે જો ફ્રોડ થયાની જાણ થતા તુરંત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી દેવામાં આવે તો જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે બેંક ખાતા ફ્રીઝ કરી શકાય છે. અને ભોગ બનનારે ગુમાવેલી રકમ પરત મેળવી શકાય છે.

Surendranagar: સાયબર ક્રાઈમના શિકાર અરજદારોના રૂ.24,35,734 પરત અપાવતી જિલ્લા પોલીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર રાજય અને દેશ સાથે ઝાલાવાડમાં પણ ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યા છે. વીવીધ બનાવોમાં લોકોએ ગુમાવેલા નાણામાં પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. ત્યારે સુરેન્દ્રનગરમાં તા. 14ના રોજ યોજાયેલ લોક અદાલતમાં કોર્ટે 151 કેસમાં 24,35,734 પરત કરવાનો હુકમ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઓનલાઈન છેતરપિંડીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા અને ડીવાયએસપી વી.બી.જાડેજાના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા અવારનવાર સાયબર ક્રાઈમ અવેરનેશનના કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમ છતાં ઠગબાજો ઝાલાવાડની ભોળી પ્રજાને નિશાન બનાવી રહી છે.

મળતી માહીતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઈન ગેમીંગ, ઓનલાઈન શોપીંગ સહિતના ફ્રોડના કેસની પોલીસને જાણ થતા પોલીસે તુરંત જ જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે બેંક ખાતા સીઝ કરી દીધા હતા. અને આવા 151 અરજદારોના કેસ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પીઆઈ બી.સી.છત્રાલીયા, પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એ.એમ.ચુડાસમા, શિવમભાઈ સહિતનાઓ દ્વારા તા. 14ના રોજ યોજાયેલ લોક અદાલતમાં મુકાયા હતા. જેમાં ચીફ કોર્ટે આ તમામ કેસમાં રૂપીયા 24,35,734 ભોગ બનનારને પરત કરવાનો હુકમ કર્યો છે. આથી આગામી સમયમાં આ હુકમ વિવિધ બેંકોને આપવામાં આવશે અને તેઓ ફ્રીઝ કરેલા એકાઉન્ટમાંથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારના ખાતામાં તેઓએ ગુમાવેલા નાણા જમા કરશે. આ અંગે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાએ જણાવ્યુ કે, સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો મોડા મોડા પોલીસ મથકે ફરિયાદ કરવા આવે છે. તેના બદલે જો ફ્રોડ થયાની જાણ થતા તુરંત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી દેવામાં આવે તો જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે બેંક ખાતા ફ્રીઝ કરી શકાય છે. અને ભોગ બનનારે ગુમાવેલી રકમ પરત મેળવી શકાય છે.