Khedaમાં લવજેહાદના આરોપીનું રિકન્સ્ટ્રક્શન, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

નડિયાદ લવ જેહાદ કેસ મામલે આરોપીનું નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને નડિયાદ વલ્લભનગર ચોકડી નજીકથી તેના ઘર સુધી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે ચાલતો લાવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પોલીસ દ્વારા આરોપી રહીશ મહીડાને તને ઘર ખાતે તમામ પુરાવા એકત્ર કરવા લાવીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નડિયાદના કુખ્યાત બુટલેગર રઈશ મહીડાએ હિન્દુ મહિલાનું ધાક ધમકીથી શોષણ કરતો હતો. પોલીસ ફરિયાદમાં પેરાલિસીસથી પીડિત નાગરિકના પત્નીનુ શારીરિક અને આર્થિક શોષણનો ચોકાવાનારો ઘટસ્ફોટ થયો છે. આ વિર્ધર્મી શખસે ફરસાણની દુકાન ધરાવતા પરિવારની દુકાન ચલાવતી મહિલાને ફસાવી હતી. મહિલાના પતી સાથે મુલાકાત કરી વિધર્મી રઈશ મહીડા ઘર સુધી પહોંચી ગયો હતો. તાજેતરમાં જ SMCના દરોડામાં મહીડાનો લાખોનો દારૂ ઝડપાયો હતો. આખરે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે અને લવજેહાદના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.આરોપી રઈશ મહીડા ઉપર પાંચ પ્રોહી ગુના દાખલ છે. નડીયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો બુટલેગરનો વિસ્તારમાં ભારે ખોફ પણ છે. અનેક પ્રયત્નોના અંતે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળથી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બુટલેગર નડિયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો હોવાથી મહિલાને ન્યાય મળે અને નિષ્પક્ષ તપાસ થાય તેવી મહિલા માગ કરી હતી. આખરે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બુટલેગરને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે.

Khedaમાં લવજેહાદના આરોપીનું રિકન્સ્ટ્રક્શન, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નડિયાદ લવ જેહાદ કેસ મામલે આરોપીનું નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને નડિયાદ વલ્લભનગર ચોકડી નજીકથી તેના ઘર સુધી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે ચાલતો લાવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા પોલીસ દ્વારા આરોપી રહીશ મહીડાને તને ઘર ખાતે તમામ પુરાવા એકત્ર કરવા લાવીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 

નડિયાદના કુખ્યાત બુટલેગર રઈશ મહીડાએ હિન્દુ મહિલાનું ધાક ધમકીથી શોષણ કરતો હતો. પોલીસ ફરિયાદમાં પેરાલિસીસથી પીડિત નાગરિકના પત્નીનુ શારીરિક અને આર્થિક શોષણનો ચોકાવાનારો ઘટસ્ફોટ થયો છે. આ વિર્ધર્મી શખસે ફરસાણની દુકાન ધરાવતા પરિવારની દુકાન ચલાવતી મહિલાને ફસાવી હતી. મહિલાના પતી સાથે મુલાકાત કરી વિધર્મી રઈશ મહીડા ઘર સુધી પહોંચી ગયો હતો. તાજેતરમાં જ SMCના દરોડામાં મહીડાનો લાખોનો દારૂ ઝડપાયો હતો. આખરે પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે અને લવજેહાદના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.

આરોપી રઈશ મહીડા ઉપર પાંચ પ્રોહી ગુના દાખલ છે. નડીયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો બુટલેગરનો વિસ્તારમાં ભારે ખોફ પણ છે. અનેક પ્રયત્નોના અંતે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળથી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બુટલેગર નડિયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો હોવાથી મહિલાને ન્યાય મળે અને નિષ્પક્ષ તપાસ થાય તેવી મહિલા માગ કરી હતી. આખરે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બુટલેગરને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે.