Vadodara હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનના પૂર્વ ઇજનેર ઠર્યા દોષિત

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા. હરણી બોટ દુર્ઘટનાને લઈને ખાતાકીય તપાસ બાદ ઇજનેર રાજેશ ચૌહાણ કસૂરવાર હોવાનું સામે આવ્યું. ઇજનેર રાજેશ ચૌહાણ કોર્પોરેશનના ફ્યુચરેસ્ટીક પ્લાનિંગ સેલમાં ફરજ બજાવતા હતા. દરમ્યાન કોર્પોરેશનમાં કામ કરનાર રાજેશ ચૌહાણ સરકારી ધારા ધોરણ મુજબ ઉંમરના આધારે નિવૃત્ત થયા. ખાતાકીય તપાસમાં કસૂરવાર ઠરતાં ઇજનેરને શિક્ષા પણ કરવામાં આવી.હરણી બોટ દુર્ઘટનામાં શાળાના બાળકો ડૂબ્યાની ઘટના બનતાં રાજ્યભરમાં મોટો ઉહાપોહ મચ્યો હતો. બાળકો અને શિક્ષકોના મોત થતા સંપૂર્ણ ઘટનાની તપાસ કરવા અને જવાબદારો સામે આકરા પગલાં લેવા વાલીઓ દ્વારા અપીલ કરાઈ હતી. ઘટના બનવા પાછળનું કારણ ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડતા હોવાનું સામે આવ્યું હતું. અને આ ગોઝારી દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સહિત સંચાલકો સહિત તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી.દુર્ઘટનાને લઈને ચાલતી તપાસમાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા. જો કે તેઓ વય નિવૃત્ત થયા હોવાથી ઇજનેર રાજેશ ચૌહાણને મળતાં પેન્શનમાંથી રૂ. 5 હજારની કપાતની શિક્ષા કરવાનો નિર્ણય કરાયો.ખાતાકીય તપાસ બાદ કસૂરવાર ઠરતા પેન્શન માંથી આજીવન 5 હજાર રૂપિયા કપાતની શિક્ષા કરતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.કસુરવાર ઠરેલ નિવૃત્ત પૂર્વ કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની ધરપકડ થશે કે કેમ ની ચર્ચાએ પકડયું જોર છે. ગત વર્ષે નવા વર્ષના આરંભે રાજ્યમાં મોટી ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી. ઉત્તરાયણ તહેવાર બાદ રાજ્યની અનેક શાળાઓ પિકનિકનું આયોજન કરતી હોય છે. હરણી લેકમાં બાળકો માટે હિંચકા જેવા મનોરજંનની પ્રવૃત્તિ ઉપરાંત તળાવમાં ફરવા માટે બોટિંગની એક્ટિવિટિ પણ કરવામાં આવે છે. અને આથી જ શાળાના બાળકોની પિકનિક માટે હરણી તળાવ વધુ પસંદગીનું સ્થાન બની રહે છે. 18 જાન્યુઆરીના રોજ વડોદરાની સનરાઈઝ સ્કુલે પિકનિકનું આયોજન કર્યા મુજબ બાળકોને શહેરના વધુ લોકપ્રિય એવા હરણી તળાવ પર ફરવા લઈ ગઈ હતી.દરમ્યાન બાળકોને હરણી લેકની રાઈડ કરાવા બોટમાં બેસાડવામાં આવ્યા હતા. દરમ્યાન બાળકોથી ભરેલ બોટ અચાનક પલટી ખાઈ ગઈ અને બાળકો ડૂબવા લાગ્યા. આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા હતા.

Vadodara હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનના પૂર્વ ઇજનેર ઠર્યા દોષિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા. હરણી બોટ દુર્ઘટનાને લઈને ખાતાકીય તપાસ બાદ ઇજનેર રાજેશ ચૌહાણ કસૂરવાર હોવાનું સામે આવ્યું. ઇજનેર રાજેશ ચૌહાણ કોર્પોરેશનના ફ્યુચરેસ્ટીક પ્લાનિંગ સેલમાં ફરજ બજાવતા હતા. દરમ્યાન કોર્પોરેશનમાં કામ કરનાર રાજેશ ચૌહાણ સરકારી ધારા ધોરણ મુજબ ઉંમરના આધારે નિવૃત્ત થયા. ખાતાકીય તપાસમાં કસૂરવાર ઠરતાં ઇજનેરને શિક્ષા પણ કરવામાં આવી.

હરણી બોટ દુર્ઘટનામાં શાળાના બાળકો ડૂબ્યાની ઘટના બનતાં રાજ્યભરમાં મોટો ઉહાપોહ મચ્યો હતો. બાળકો અને શિક્ષકોના મોત થતા સંપૂર્ણ ઘટનાની તપાસ કરવા અને જવાબદારો સામે આકરા પગલાં લેવા વાલીઓ દ્વારા અપીલ કરાઈ હતી. ઘટના બનવા પાછળનું કારણ ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડતા હોવાનું સામે આવ્યું હતું. અને આ ગોઝારી દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સહિત સંચાલકો સહિત તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી.દુર્ઘટનાને લઈને ચાલતી તપાસમાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર દોષિત ઠર્યા. જો કે તેઓ વય નિવૃત્ત થયા હોવાથી ઇજનેર રાજેશ ચૌહાણને મળતાં પેન્શનમાંથી રૂ. 5 હજારની કપાતની શિક્ષા કરવાનો નિર્ણય કરાયો.ખાતાકીય તપાસ બાદ કસૂરવાર ઠરતા પેન્શન માંથી આજીવન 5 હજાર રૂપિયા કપાતની શિક્ષા કરતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.કસુરવાર ઠરેલ નિવૃત્ત પૂર્વ કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની ધરપકડ થશે કે કેમ ની ચર્ચાએ પકડયું જોર છે.

ગત વર્ષે નવા વર્ષના આરંભે રાજ્યમાં મોટી ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી. ઉત્તરાયણ તહેવાર બાદ રાજ્યની અનેક શાળાઓ પિકનિકનું આયોજન કરતી હોય છે. હરણી લેકમાં બાળકો માટે હિંચકા જેવા મનોરજંનની પ્રવૃત્તિ ઉપરાંત તળાવમાં ફરવા માટે બોટિંગની એક્ટિવિટિ પણ કરવામાં આવે છે. અને આથી જ શાળાના બાળકોની પિકનિક માટે હરણી તળાવ વધુ પસંદગીનું સ્થાન બની રહે છે. 18 જાન્યુઆરીના રોજ વડોદરાની સનરાઈઝ સ્કુલે પિકનિકનું આયોજન કર્યા મુજબ બાળકોને શહેરના વધુ લોકપ્રિય એવા હરણી તળાવ પર ફરવા લઈ ગઈ હતી.દરમ્યાન બાળકોને હરણી લેકની રાઈડ કરાવા બોટમાં બેસાડવામાં આવ્યા હતા. દરમ્યાન બાળકોથી ભરેલ બોટ અચાનક પલટી ખાઈ ગઈ અને બાળકો ડૂબવા લાગ્યા. આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા હતા.