Vadodara: પાદરામાં લીલા દુકાળથી ખેતી નષ્ટ, ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

ખેડૂતોના કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી સહિતના પાકો નષ્ટખેતીને થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માગ હજારો વીઘા જમીનમાં ફરી વળેલા પૂરના પાણીના કારણે તમામ પાક બળીને ખાખ વડદોરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે પાદરા તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની સીધી અસર ખેડૂતો પર પડી છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. લીલા દુકાળના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો પાદરા તાલુકાના વિરપુર, મેઢાદ, હુસેસેપુર, ઠીકરીયા મઠ, કોઠવાડા સાદર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સદંતર નષ્ટ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ જમીનમાં વાવેલો કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી સહિતના પાકો નષ્ટ થઈ જવા પામ્યા છે અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે પાદરા તાલુકાના કિસાન સંઘ પ્રમુખ મેહુલ અમીન વીરપુર, મેઢાદ, હુસેપુર, ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અને ખેડૂતોએ નષ્ટ થયેલા પાકને લઈને મેહુલ અમીનને રજૂઆત કરી છે. નુકસાનનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની ખેડૂતોની માગ ખેડૂતોએ માગ કરી છે કે વહેલી તકે સરકાર દ્વારા ખેતીમાં થયેલા નુકસાન બાબતે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર આપવામાં આવે. ખેડૂતોના કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી, સહિતના પાક લીલા દુકાળના કારણે નષ્ટ થઈ ગયા છે અને ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ફરી વળેલા પૂરના પાણીના કારણે તમામ ખેતી બળીને નષ્ટ થઈ ગઈ છે. વડોદરામાં પુર બાદ પીવાના પાણીના પણ ફાંફા વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના લીધે લોકોની હાલત કફોડી બની છે. લોકોને પીવાના પાણીના માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. શહેરના ઉત્તર ઝોનમાં છાણી તથા હરણી ગામના લોકો છેલ્લા 5 દિવસથી પાણી નહીં મળવાથી હેરાન-પરેશાન થઈ ગયા છે. વડોદરાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ પાંચમા દિવસે પણ આ બંને વિસ્તારના નાગરિકોને પીવાના પાણીનું વિતરણ થઈ શકશે નહીં. કારણ કે બંને પાણીની ટાંકીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ 2019માં પૂર આવેલું ત્યારે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું.

Vadodara: પાદરામાં લીલા દુકાળથી ખેતી નષ્ટ, ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડૂતોના કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી સહિતના પાકો નષ્ટ
  • ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માગ
  • હજારો વીઘા જમીનમાં ફરી વળેલા પૂરના પાણીના કારણે તમામ પાક બળીને ખાખ

વડદોરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં તેની ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે પાદરા તાલુકામાં પડેલા અતિ ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની સીધી અસર ખેડૂતો પર પડી છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે.

લીલા દુકાળના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

પાદરા તાલુકાના વિરપુર, મેઢાદ, હુસેસેપુર, ઠીકરીયા મઠ, કોઠવાડા સાદર, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી સદંતર નષ્ટ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ જમીનમાં વાવેલો કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી સહિતના પાકો નષ્ટ થઈ જવા પામ્યા છે અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે પાદરા તાલુકાના કિસાન સંઘ પ્રમુખ મેહુલ અમીન વીરપુર, મેઢાદ, હુસેપુર, ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અને ખેડૂતોએ નષ્ટ થયેલા પાકને લઈને મેહુલ અમીનને રજૂઆત કરી છે.

નુકસાનનો સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની ખેડૂતોની માગ

ખેડૂતોએ માગ કરી છે કે વહેલી તકે સરકાર દ્વારા ખેતીમાં થયેલા નુકસાન બાબતે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર આપવામાં આવે. ખેડૂતોના કપાસ, દિવેલા, રીંગણ, તુવેર, દુધી, સહિતના પાક લીલા દુકાળના કારણે નષ્ટ થઈ ગયા છે અને ખેડૂતોની હજારો વીઘા જમીનમાં ફરી વળેલા પૂરના પાણીના કારણે તમામ ખેતી બળીને નષ્ટ થઈ ગઈ છે.

વડોદરામાં પુર બાદ પીવાના પાણીના પણ ફાંફા

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના લીધે લોકોની હાલત કફોડી બની છે. લોકોને પીવાના પાણીના માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. શહેરના ઉત્તર ઝોનમાં છાણી તથા હરણી ગામના લોકો છેલ્લા 5 દિવસથી પાણી નહીં મળવાથી હેરાન-પરેશાન થઈ ગયા છે. વડોદરાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ પાંચમા દિવસે પણ આ બંને વિસ્તારના નાગરિકોને પીવાના પાણીનું વિતરણ થઈ શકશે નહીં. કારણ કે બંને પાણીની ટાંકીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ 2019માં પૂર આવેલું ત્યારે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું.