Ahmedabad: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનારો આરોપી રામોલ પોલીસના સકંજામાં
13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બનીસગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને દીકરીને મારી નાખવાની ધમકી આપી આરોપીને 13 અને 16 વર્ષની બે દીકરીઓ અને પત્નીએ કરી લીધી હતી આત્મહત્યા અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની છે. જે મામલે પરિવારે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સગીરા સાથે દુષ્કર્મ કરનાર ભાગેડુ ફોજીની ધરપકડ કરવામાં આવી છે. દીકરી ગર્ભવતી થતાં મકાન માલિકનો ભાંડો ફૂટ્યો હતો. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દીકરીને 4 માસનું ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટ્યો આરોપી ભાગેડુ ફોજી છે અને તેને 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. દીકરીને 4 માસનું ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની વાત કરીએ તો રામોલ વિસ્તારમાં માતા સાથે ભાડેથી રહેતી 13 વર્ષની સગીરા ઘરે એકલી હતી. ત્યારે મકાન માલિક એવા આરોપી ફોજીએ સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ કોઈને જાણ નહીં કરતા આરોપીની હિંમત ખુલી હતી અને સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે સગીરાને 4 માસનું ગર્ભ રહી ગયું હતું. દીકરી ગર્ભવતી હોવાનું તેની માતાને જાણ થતાં આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. રામોલ પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સગીરાને આરોપી ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ આર્મીમાં ફરજ બજાવતો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. તેની વિરુદ્ધ અગાઉ અમરાઈવાડી અને શાહીબાગમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને જેલમાં સજા ભોગવી હતી. આરોપીને 13 અને 16 વર્ષની બે દીકરીઓ પણ છે તો આરોપીની પત્નીએ આત્મહત્યા કરી હતી. જે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. ભોગ બનનાર સગીરા ઘણા વર્ષોથી પોતાની માતા સાથે આરોપીના મકાનમાં ભાડે રહેતી હતી. પોતાની દીકરીની ઉંમરની સગીરાને આરોપી ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો હતો. સગીરા જ્યારે ગર્ભવતી થઈ તો સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાના કેસમાં રામોલ પોલીસે આરોપી અને સગીરાને મેડિકલ તપાસ કરાવ્યુ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો ગંભીર ગુનાહિત ઈતિહાસ છે. જેથી અન્ય કોઈ ગુના આચાર્ય છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની
- સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને દીકરીને મારી નાખવાની ધમકી આપી
- આરોપીને 13 અને 16 વર્ષની બે દીકરીઓ અને પત્નીએ કરી લીધી હતી આત્મહત્યા
અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે મકાન માલિકે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની છે. જે મામલે પરિવારે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સગીરા સાથે દુષ્કર્મ કરનાર ભાગેડુ ફોજીની ધરપકડ કરવામાં આવી છે. દીકરી ગર્ભવતી થતાં મકાન માલિકનો ભાંડો ફૂટ્યો હતો. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દીકરીને 4 માસનું ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટ્યો
આરોપી ભાગેડુ ફોજી છે અને તેને 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી. દીકરીને 4 માસનું ગર્ભ રહેતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની વાત કરીએ તો રામોલ વિસ્તારમાં માતા સાથે ભાડેથી રહેતી 13 વર્ષની સગીરા ઘરે એકલી હતી. ત્યારે મકાન માલિક એવા આરોપી ફોજીએ સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી સગીરાએ કોઈને જાણ નહીં કરતા આરોપીની હિંમત ખુલી હતી અને સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. જેના કારણે સગીરાને 4 માસનું ગર્ભ રહી ગયું હતું. દીકરી ગર્ભવતી હોવાનું તેની માતાને જાણ થતાં આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. રામોલ પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સગીરાને આરોપી ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ આર્મીમાં ફરજ બજાવતો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. તેની વિરુદ્ધ અગાઉ અમરાઈવાડી અને શાહીબાગમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને જેલમાં સજા ભોગવી હતી. આરોપીને 13 અને 16 વર્ષની બે દીકરીઓ પણ છે તો આરોપીની પત્નીએ આત્મહત્યા કરી હતી. જે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. ભોગ બનનાર સગીરા ઘણા વર્ષોથી પોતાની માતા સાથે આરોપીના મકાનમાં ભાડે રહેતી હતી. પોતાની દીકરીની ઉંમરની સગીરાને આરોપી ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચરતો હતો. સગીરા જ્યારે ગર્ભવતી થઈ તો સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાના કેસમાં રામોલ પોલીસે આરોપી અને સગીરાને મેડિકલ તપાસ કરાવ્યુ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો ગંભીર ગુનાહિત ઈતિહાસ છે. જેથી અન્ય કોઈ ગુના આચાર્ય છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.